સુરતમાં એક વ્યક્તિના 5 વોટર આઈડી મુદ્દે મોટો વિવાદ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં બોગસ મતદારો મુદ્દે ચૂંટણી આયોગ સામે કોંગ્રેસના આક્ષેપ

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સોશિયલ મીડિયામાં મૂકેલી તસવીર

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સોશિયલ મીડિયામાં મૂકેલી તસવીર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મતદાનને હવે બે દિવસ બાકી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટ ચર્ચાનું કેન્દ્ર બની છે. સુરતમાં એક જ વ્યક્તિના નામે 5 જુદા-જુદા વોટર આઈડી કાર્ડ નંબર હોવાથી કોંગ્રેસે ભાજપ અને ચૂંટણી આયોગ ઉપર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે સોશિયલ મીડિયા પોસ્ટમાં ફોટો શેર કરતાં મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે રાજ્ય ચૂંટણી આયોગની પોલ ખોલતાં પારદર્શક પ્રક્રિયા સામે સવાલ ઉઠી રહ્યા છે. એક જ વ્યક્તિના નામે પાંચ વોટર આઈડી હોવાથી ચૂંટણી આયોગના દાવાઓની હવા નીકળી ગઈ છે.
અમિત ચાવડાએ સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કર્યો છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર-22 ભટાર-વેસુ-ડુમસની મતદાર યાદીનો ફોટો શેર કર્યો છે. જેમાં એક નામની વ્યક્તિના પાંચ વોટર-આઈડી જોવા મળી રહ્યા છે. આ ફોટો શેર કરી અમિત ચાવડાએ આક્ષેપ લગાવ્યો છે કે, ગુજરાતમાં વોટચોરીનું મોદી મોડલ.
તેમણે પોસ્ટમાં જણાવ્યું કે, SIR પહેલા પણ ચોરી કરતા હતાં અને આજે પણ ચાલુ છે. SIR પહેલા પણ પુરાવા સાથે જણાવ્યું હતું કે, ચોર્યાસી વિધાનસભા બેઠક પર 30 હજાર જેટલા ડુપ્લીકેટ મતદારો છે અને સમગ્ર ગુજરાતમાં તપાસ થાય તો આંકડો 62 થી 70 લાખ સુધી પહોંચી શકે. પરંતુ SIR બાદ પણ સ્થિતિ એની એ જ! સુરતમાં એક જ વ્યક્તિ, એક જ ફોટો અને એક જ નામ સાથે 5 અલગ-અલગ વોટર આઈડી કાર્ડ નંબર!
કોના ઈશારે અને કોના લાભાર્થે મતદાર યાદીમાં ગોટાળો?
રાજ્ય ચૂંટણી આયોગના મતદાર યાદીમાં છબરડો જાહેર થયા પહેલાં કોંગ્રેસ તથા અન્ય પાર્ટીઓ દ્વારા ચૂંટણીપંચની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીથી લઈને મમતા બેનર્જીએ કેન્દ્રની ભાજપ સરકાર અને ચૂંટણી પંચ સામે બોગસ મતદારો તથા SIRની પ્રક્રિયાને લઈને વિવિધ આક્ષેપો કર્યા હતા. ત્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મતદાનના 48 કલાક પહેલા કોંગ્રેસ દ્વારા ફરી એકવાર 'પુરાવા' રજૂ કરી ચૂંટણીપંચ અને ગુજરાતની ભાજપ સરકાર વિરુદ્ધ ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ કરાયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?