બરોડા ડેરીમાં બખડજંતરઃ દીનુ મામા V/s કેતન ઈનામદાર!
દિનુ મામાની ચેલેન્જ એક મંચ પર આવી ચર્ચા કરોઃ સમય, તારીખ, સ્થળ જણાવોઃ કેતન ઇનામદાર
બરોડા ડેરીમાં સાધારણ સભા પહેલાં ભાજપના નેતાઓ સામસામે આવી જતાં રાજકીય ગરમાવો
બરોડા ડેરીમાં સાધારણ સભા પહેલાં ભાજપના નેતાઓ સામસામે આવી જતાં રાજકીય ગરમાવો
બરોડા ડેરીમાં 4 સપ્ટેમ્બરના રોજ વાર્ષિક સાધારણ સભા યોજાવાની છે. તે પહેલાં ભાજપમાં ભાંજગડ શરૂ થઈ ગઈ છે. બરોડા ડેરીના ચેરમેન દિનુ મામાએ પોતાની સામે કરાઈ રહેલાં આક્ષેપો પુરવાર કરવા વિરોધીઓને આડકતરી રીતે નિશાને લઇ એક મંચ પર આવવા જણાવ્યું છે. દિનુ મામાની ચેલેન્જ સંદર્ભે અજીતસિંહ ઠાકોરે વળતો પ્રહાર કર્યો છે. જ્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે દિનુ મામાની ચેલેન્જ સ્વીકારી સમય, તારીખ અને જગ્યા નક્કી કરી ચર્ચા માટે આવવાનું કહેતાં સહકારી રાજકારણ ગરમાયુ છે. સુમુલ, સાબર, દૂધસાગર ડેરી બાદ હવે બરોડા ડેરીમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે.
બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલે ચેલેન્જ આપી છે કે મારો વિરોધ કરનાર એક સ્ટેજ પર આવી આક્ષેપ સાબિત કરે નહિ તો કોર્ટમાં જવાબ આપવા તૈયાર રહે. તેમણે ઉમેર્યુ કે 2012 પહેલા કોંગ્રેસના વહીવટદારોએ ડેરી ચલાવી હતી. તે સમયે 900 મંડળી સાથે 633 કરોડનું ટર્ન ઓવર હતું. તે સમયે એક પણ સભાસદ સાથે બેઠક કરી નહોતી. હું તે સમયે કોંગ્રેસમાં હતો એટલે મને ખબર છે.
કેતન ઈનામદારનું નામ લીધા વગર નિશાન બનાવ્યા
દિનેશ પટેલે કહ્યું કે 13 વર્ષમાં 1156 દૂધ મંડળીઓ થઇ છે. ડેરીના વહીવટની વિરુદ્ધમાં 153 લેટરપેડ મળ્યા છે. જેમાંથી 102 લેટરપેડ સાવલી તરફના છે. તમામ લેટરપેડમાં એક સમાન શબ્દો છે. તેથી મારી વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ છે સ્ટેજ પર આવીને ચર્ચા કરો. આ લેટરપેડમાં એક જ પ્રકારનું લખાણ છે અને વિરોધીઓ કાં તો આરોપ પુરવાર કરે કાં તો કોર્ટમાં સામનો કરવા તૈયાર રહે. ખોટો આરોપ સહેજ પણ ચલાવી નહી લેવાય. પોતે શું કર્યું તેનો ખુલાસો કરે અને એક મંચ પર આવી હિસાબ કરો. તમારા બોલવામાં અને કામ કરવામાં જમીન આસમાનનો ફરક છે. માસ્ટર માઇન્ડ સરકાર શોધી લેશે. કોઇ ખોટી માહિતી લીક કરે તો પણ મુશ્કેલી આવશે.
અજિતસિંહ ઠાકોરનો વળતો પ્રહાર
દિનુમામાની ચેલેન્જ બાદ ડેરીના પૂર્વ ચેરમેન અજિતસિંહ ઠાકોરે વળતો પ્રહાર કર્યો હતો. અજિતસિંહે કહ્યું કે, જો દિનુ મામા સાચા રાજકારણી હોત તો આ મુદ્દે ચર્ચા ન કરતા. માત્ર બે લોકો ડેરીનો વહીવટ કરી રહ્યાં છે. તમામ ડિરેક્ટરો, ડેરીના મંત્રીઓને કંઈપણ બોલવાની આઝાદી નથી. ડેરીમાં ગેરકાયદે ભરતીઓ કરી ભ્રષ્ટાચાર કર્યો છે. અમે જ નહીં, પરંતુ સભાસદો, ડેરીના વહીવટદારો સામે મેદાને પડ્યા છે. અમે તો માત્ર ભોળા સભાસદોને ટેકો કરી રહ્યા છીએ. ચેરમેન લોકોને ધાકધમકીઓ આપી રહ્યા છે.
અજિતસિંહે વધુમાં જણાવ્યું કે, તેમના શાસન દરમિયાન કેટલી વખત પ્લાન્ટની વિઝિટ કરી? તેમણે માત્ર ડેરીની ફોર્ચ્યુનર લઈને પાદરા તાલુકાના આંટાફેરા કરવા છે. એમના શાસનમાં કેટકેટલી દૂધ મંડળીઓ બંધ થઈ ગઈ છે. એમણે માત્ર પૈસા આપી મત લેવા છે. એ ગરીબ સભાસદોની હાય લઈ રહ્યા છે. દિનુ મામાને નિવેદન આપવાનું ભાન નથી. ડેરીને તેઓ શાકમાર્કેટ સમજી બેઠા છે. સરકારના પેટા કાયદાને ડેરીના વહીવટદારો ઘોળીને પી ગયા છે. હું પણ તેમની સાથે ખુલ્લા મંચ પર આવીને ચર્ચા કરવા તૈયાર છું. દિનુ મામા વાઇસ ચેરમેન હોવા છતાં ડેરીની ગાડી અને ઓફિસ વાપરી છે.
કેતન ઈનામદારે ચેલેન્જ સ્વીકારી
દીનુ મામાની ચેલેન્જને સ્વીકારતા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, 'દીનુ મામા તારીખ અને સમય જાહેર કરે, હું સામે બેસીને જવાબ આપવા તૈયાર છું.' તેમણે વધુમાં કહ્યું કે 4 તારીખે યોજાનારી સામાન્ય સભા પહેલા તેઓ દીનુ મામાના સમયે અને દિવસે તમામ કામ છોડીને હાજર રહેવા તૈયાર છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ પશુપાલકોના હિતનો મુદ્દો છે. તેમણે કહ્યું કે, 'હું જાહેર મંચ પર બેસીને તમામ પુરાવા આપવા તૈયાર છું. જો આરોપ સાબિત નહીં થાય તો તેમને કોર્ટમાં પણ લઈ જઈશ.'

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.