'જરૂર પડે તો ધોકા ઉપાડીશું', પરષોત્તમ સોલંકી
જયરાજ આહીરની ધરપકડ બાદ પરષોત્તમ સોલંકીએ વેલણ ગામેથી સમાજ માટે આક્રમક તેવર બતાવ્યા

પરષોત્તમ સોલંકી

પરષોત્તમ સોલંકી
ગુજરાતના રાજકારણમાં હાલ બગદાણાના નવનીત બાલધિયા હુમલા કેસે ભારે ચર્ચા જગાવી છે. આ વિવાદમાં હવે રાજ્યના મંત્રી અને કોળી સમાજના કદાવર નેતા પરષોત્તમ સોલંકીની એન્ટ્રી થઈ છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેલણ ગામે આયોજિત એક સમૂહલગ્ન પ્રસંગે મંત્રી પરષોત્તમ સોલંકીએ જાહેર મંચ પરથી આક્રમક હુંકાર કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "સમાજના દીકરાઓને જરૂર પડે ત્યારે હું ઊભો છું, જરૂર પડે તો અમે ધોકા પણ ઉપાડી લઈશું." આ નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. તેમણે વધુમાં પડકાર ફેંકતા કહ્યું કે, હું ગાંધીનગર, ભાવનગર અને ઉનામાં રહું છું, જો કોઈને અખતરો કરવો હોય તો આવી જજો.
જયરાજ આહીરની ધરપકડ
આ કેસમાં કાયદાકીય મોરચે મોટી સફળતા મળી છે. ભાવનગર રેન્જ IGની દેખરેખ હેઠળ કામ કરી રહેલી SIT દ્વારા જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. SIT દ્વારા જયરાજને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો, જ્યાં તેની સંડોવણીના મજબૂત પુરાવા મળતા તેની અટકાયત કરવામાં આવી હતી. આ અગાઉ પીડિત નવનીત બાલધિયાએ પણ SIT સમક્ષ હાજર થઈને આશરે 15 જેટલા મહત્વપૂર્ણ પુરાવાઓ રજૂ કર્યા હતા, જેના આધારે તપાસનો ધમધમાટ તેજ બન્યો હતો.
નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો થયો
આ સમગ્ર વિવાદની પાછળ એક વાયરલ વીડિયો અને પદનો ઉલ્લેખ જવાબદાર હોવાનું મનાય છે. ગત 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલીમાં માયાભાઈ આહીરના એક ભજન કાર્યક્રમમાં યોગેશભાઈ સાગરને "મેનેજિંગ ટ્રસ્ટી" તરીકે સંબોધવામાં આવ્યા હતા. બગદાણા આશ્રમના પૂર્વ સરપંચ અને સેવક નવનીત બાલધિયાએ આ બાબતે ફોન પર ટકોર કરી હતી કે આશ્રમમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. આ સામાન્ય વાતચીત બાદ માયાભાઈએ માફી માંગતો વીડિયો પણ મોકલ્યો હતો, પરંતુ ત્યારબાદ આ મામલો ઉગ્ર બન્યો અને નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો થયો હતો.
SITની તટસ્થ તપાસ પર સૌની મીટ
મંત્રી પરષોત્તમ સોલંકીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ ક્યારેય જ્ઞાતિનું રાજકારણ કરતા નથી, પરંતુ જ્યારે સમાજના વ્યક્તિ પર અન્યાય થાય ત્યારે તેઓ મૌન રહી શકતા નથી. તેમણે આ હુમલાને વખોડી કાઢતા ન્યાયની પ્રક્રિયા ઝડપી બને તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. હાલમાં જયરાજ આહીરની ધરપકડ બાદ આ મામલે અન્ય કેટલા લોકોની સંડોવણી ખુલે છે તે જોવું રહ્યું. SITની તટસ્થ તપાસ પર અત્યારે સૌની મીટ મંડાયેલી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!