કચ્છમાં પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ
મુંદ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખે સ્ટીંગ ઓપરેશન કરી ભાજપના નેતાઓને ખુલ્લા પાડ્યાં

કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ખુલાસો કર્યોઃ 3.50 થી 7 લાખ સુધીની કરી હતી ઓફર

કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ખુલાસો કર્યોઃ 3.50 થી 7 લાખ સુધીની કરી હતી ઓફર
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને શામ, દામ, દંડ ભેદની નીતિથી ભાજપના નેતાઓ ફોર્મ પરત ખેંચાવી રહ્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. મુંદ્રા તાલુકા પંચાયતની મોટી ભુજપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા ભાજપના નેતાએ રૂપિયા 3.50 લાખથી 7 લાખ સુધીની ઓફર કર્યાનો ઘટસ્ફોટ થયો છે. મુંદ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખે સ્ટીંગ ઓપરેશન કરી ભાજપના નેતાઓને ખુલ્લા પાડ્યા છે. જ્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પત્રકાર પરિષદ કરીને સમગ્ર કાંડનો ખુલાસો કર્યો છે.
મુન્દ્રા તાલુકા પંચાયતની મોટી ભુજપુર બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. આ બેઠકના કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાનો ભાજપના નેતાઓએ ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. ભુજમાં પત્રકાર પરિષદ કરીને કોંગ્રેસે સમગ્ર બાબતનો ખુલાસો કર્યો છે. પત્રકાર પરિષદમાં કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન જાહેર કર્યું હતુ. કોંગ્રેસના ઉમેદવાર રતન શાખરાને ફોર્મ પરત ખેંચવા માટે રૂપિયા 3.50 લાખથી લઈને 7 લાખ સુધીની ઓફર કરવામાં આવી હતી.
કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણીમાંથી હટી જવા કરેલી ઓફરનું મુંદ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખે સ્ટીંગ ઓપરેશન કરી લીધુ હતુ. આ સ્ટીંગ ઓપરેશનમાં કોંગ્રેસના ઉમેદવારને ઓફર કરતાં ભાજપના ઉમેદવાર નારણ શાખરા અને માણેક ગેલવા કેમેરામાં કેદ થયા છે. કોંગ્રેસના ઉમેદવારે ઓફર નકારી દેતાં ભાજપના નેતાઓ રવાના થઈ ગયા હતા. સ્ટીંગ ઓપરેશન રજૂ કર્યા બાદ મુંદ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ શાખરા અને કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, આ સ્ટીંગ ઓપરેશનથી ભાજપની શામ, દામ, દંડ, ભેદની નીતિનો ખુલાસો થયો છે. સમગ્ર કૌભાંડ અંગે કચ્છ તેમજ ગુજરાતની જનતાને જાણ થાય તે માટે સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. આ મામલે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવશે. સમગ્ર કૌભાંડ અંગે તપાસ કરી ભાજપના નેતાઓ સામે કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?