ખુરશી મને છોડતી નથી કહેનારા કોંગ્રેસના નેતા આજે ખુરશી શોધતા હતા
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોએ તહેલકો મચાવ્યો

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોએ તહેલકો મચાવ્યો

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોએ તહેલકો મચાવ્યો
અમદાવાદમાં એઆઇસીસીનું અધિવેશન ચાલી રહ્યું છે અને અધિવેશન પૂર્વે યોજાયેલી પ્રાર્થના સભામાં ખુરશીઓની મારામારી જોવા મળી હતી. ભાજપ આઇટી સેલના વડા અમિત માલવીયાએ ટ્વીટ કરીને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને તો બીજી તરફ આ જ પ્રાર્થના સભામાં રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ગુજરાતના પૂર્વ પ્રભારી એવા અશોક ગેહલોતને બેસવા માટે કોઇ ખુરશી મળી ન હતી અને તેઓ ખુરશી શોધતાં જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
એક યુઝરે આ વીડિયો વાયરલ કર્યો છે જેમાં જણાવાયું છે કે હું ખુરશી છોડવા માંગુ છું પણ ખુરશી મને છોડતી નથી. સમય કેવો બદલાય છે અને કેટલો જલદી બદલાય છે. આજે પ્રાર્થના સ્થળે પૂર્વ મુખીયાજીને ખુરશી જ ના મળી બેસવા માટે. તેથી ઘમંડ કોઇ પણ ચીજનો ના કરવો જોઇએ....
આ વીડિયોએ કોંગ્રેસના રાજકારણમાં તહેલકો મચાવ્યો છે. ઉલ્લેખનિય છે કે અશોક ગેહલોત એક સમયે બોલ્યા હતા કે હું ખુરશી છોડવા માંગુ છું પણ ખુરશી મને છોડતી નથી. તેમનું આ વાક્ય સોશિયલ મીડિયામાં આજે વાયરલ થયું હતું. અશોક ગેહલોતને બેસવા માટે ખુરશી ના મળતાં કોંગ્રેસના કાર્યકરોએ આખરે તેમના માટે ખુરશી મંગાવી હતી.
ઉલ્લેખનિય છે કે સવારે ભાજપના નેતા અમિત માલવિયાએ 35 સેકન્ડનો વીડિયો શેર કર્યો હતો. રાહુલના ટ્વીટના જવાબમાં તેમણે લખ્યું - પહેલા ખડગે જીનું સન્માન કરતા શીખો. માલવિયાએ લખ્યું, 'તેઓ (ખડગે) કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેમની ખુરશીને દુર રાખવાનો અર્થ શું છે? આ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોંગ્રેસ દલિત વિરોધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!