કેન્દ્રની પાક વિમા યોજનાથી ગુજરાતના ખેડૂતો વંચિત?
કેન્દ્ર સરકારની ભલામણ હોવા છતાં PMFBY યોજના ગુજરાતમાં અમલમાં નહી હોવાનો કોંગ્રસનો આક્ષેપ

AI જનરેટેડ

AI જનરેટેડ
Political uproar over crop insurance scheme in Gujarat: ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY) અમલમાં ન હોવાના મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો છે કે, સમગ્ર દેશમાં ખેડૂતોને કેન્દ્રની પાક વીમા યોજનાનો લાભ મળી રહ્યો છે. જ્યારે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં આ યોજના અમલમાં નથી. તેમણે આ મુદ્દે રાજ્ય સરકાર પાસેથી સ્પષ્ટતા અને ખેડૂતો માટે ન્યાયની માંગ કરી છે.
કેન્દ્ર સરકારના પત્રનો કર્યો ઉલ્લેખ
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, કેન્દ્રીય કૃષિ મંત્રીએ 25 નવેમ્બર, 2025ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી રાજ્યમાં PMFBY યોજના અમલમાં લાવવા વિનંતી કરી હતી. પત્રમાં કુદરતી આફતો, કમોસમી વરસાદ અને પાકના નુકસાન સમયે ખેડૂતોને મળતા લાભોની વિગત પણ દર્શાવવામાં આવી હતી. તેમ છતાં રાજ્ય સરકારે અત્યાર સુધી આ યોજના અમલમાં મૂકી નથી.
સંસદમાં ઉઠાવેલા પ્રશ્નનો જવાબ
કોંગ્રેસના જણાવ્યા મુજબ રાજ્યસભામાં ગત વર્ષે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેના જવાબમાં કેન્દ્ર સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે PMFBY યોજના સ્વીકારી ન હોવાથી કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને વળતર આપી શકતી નથી. કોંગ્રેસે આ જવાબને રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિ સામેનો પુરાવો ગણાવ્યો છે.
વર્ષ 2019-20 થી પાક વિમા યોજના બંધ
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, કેન્દ્રની ભાજપ સરકારના કૃષિ મંત્રીએ ગુજરાત સરકારને પત્ર લખીને જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારે 2019-20થી ખેડૂતોની પાક વિમા યોજના (PMFBY) બંધ કરી દીધી છે. તેથી કુદરતી આફતના સમયે ગુજરાતનાં ખેડૂતોને કોઈ લાભ કેન્દ્ર સરકાર તરફથી મળ્યો નથી. શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીના પત્રોની નકલ પ્રેસ મીડિયાને રજૂ કરી હતી.
આ પત્રમાં સ્પષ્ટ રીતે શક્તિસિંહ ગોહિલને જણાવ્યું છે કે, તમે તા. 5-12-2025ના રોજ રાજ્યસભામાં ઝીરો અવર્સમાં મુદ્દો ઉઠાવીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે. તેને કેન્દ્ર સરકારે વળતર આપવું જોઈએ. પરંતુ ગુજરાતની સરકારે ખેડૂતોની કેન્દ્રની પાક વિમા યોજના (PMFBY)નો 2019-20થી અસ્વીકાર કર્યો હોવાથી ગુજરાતના ખેડૂતોને કેન્દ્ર સરકાર કોઈ વળતર આપી શકે તેમ નથી.
વધુમાં પત્રમાં લખ્યું છે કે, ખરેખર કેન્દ્રની ખેડૂતોની પાક વિમા યોજના (PMFBY) ખુબ જ ઉપયોગી યોજના છે. જેમાં વાવણીથી લઈને તૈયાર પાકને કોઈ પણ નુકસાન થાય તો ખેડૂતોને પૂરેપૂરુ વળતર મળી શકે છે. ગુજરાતની ભાજપ સરકારે કેન્દ્રની ભાજપની સરકારની ખેડૂત પાક વિમા યોજનાનો અસ્વીકાર કરેલ હોવાથી ગુજરાતના ખેડૂતોને અતિશય નુકસાન વેઠવું પડે છે.
ખેડૂતોને પૂરતું વળતર ન મળ્યાનો આક્ષેપ
તેમણે વધુમાં જણાવ્યું કે, કેન્દ્રના કૃષિ મંત્રીએ તા. 25-11-2025ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવેલું કે દેશના લગભગ તમામ રાજ્યો કેન્દ્રની ખેડૂત પાક વિમા યોજના (PMFBY)નો લાભ લઇ રહ્યા છે. કમોસમી વરસાદ, કુદરતી આફતો અને અતિવૃષ્ટિના સમયે ખેડૂતોને ખૂબ જ લાભ વિમાથી મળે છે. માટે ગુજરાત સરકાર તાત્કાલિક ખેડૂત પાક વિમા યોજના શરૂ કરે. તેમ છતાં આજ સુધી ગુજરાતમાં યોજના શરૂ કરવામાં આવી નથી. આ વિમા યોજના ગુજરાત સરકારે સ્વીકારી હોત તો ગયા વર્ષે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. તેમને પૂરે પૂરું વળતર મળી શક્યું હોત. આ યોજના ન હોવાથી ખેડૂતોને પારાવાર નુકસાન સામે માત્ર મર્યાદિત હેક્ટર માટે સાવ નજીવી રકમ ગુજરાત સરકાર તરફથી મળી હતી. જે બિયારણ અને વાવેતરના ખર્ચ જેટલી પણ ન હોતી.
અલ નીનોની અસર વચ્ચે યોજના અમલમાં લાવવાની માંગ
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ચિંતા વ્યક્ત કરી છે કે, ચાલુ સિઝનમાં વરસાદની અનિશ્ચિતતા અને અલ નીનો જેવી પરિસ્થિતિને કારણે ખેડૂતોને ફરી નુકસાન થવાની શક્યતા છે. તેથી ખેડૂતોના હિતમાં PMFBY યોજના તાત્કાલિક અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસે સરકાર સમક્ષ મૂકી ચાર મુખ્ય માંગણીઓ
કોંગ્રેસે રાજ્ય સરકાર સમક્ષ કેટલીક મુખ્ય માંગણીઓ રજૂ કરી છે.
-કેન્દ્રની ભલામણ છતાં યોજના અમલમાં કેમ ન લાવવામાં આવી તેનો ખુલાસો કરવામાં આવે.
-ગત વર્ષે નુકસાન પામેલા ખેડૂતોને સંપૂર્ણ વળતર આપવામાં આવે.
-PMFBY યોજના તાત્કાલિક ગુજરાતમાં અમલમાં મૂકવામાં આવે.
-કેન્દ્રીય કૃષિ મંત્રીના પત્રમાં દર્શાવાયેલા લાભો છતાં યોજના કેમ અમલમાં ન આવી તે અંગે સરકાર સ્પષ્ટ જવાબ આપે.
સરકારના જવાબ પર સૌની નજર
પાક વીમા યોજનાને લઈને કોંગ્રેસે ઉઠાવેલા સવાલો બાદ હવે રાજ્ય સરકાર શું જવાબ આપે છે તેના પર ખેડૂતો અને રાજકીય વર્તુળોની નજર છે. આગામી દિવસોમાં આ મુદ્દે સરકારનું વલણ અને કોઈ નવી જાહેરાત થાય છે કે નહીં તે મહત્વપૂર્ણ રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?