વધુ એક 'લેટરકાંડ', મોઢવાડિયાને નામે વાયરલ થયો પત્ર
અર્જુન મોઢવાડિયાના નમે મુખ્યમંત્રીને સંબોધિને ફિક્સપે મુદ્ગે પત્ર વાયરલ, કરવી પડી સ્પષ્ટતા

હવે અર્જુન મોઢવાડિયાને નામે લેટરકાંડ

હવે અર્જુન મોઢવાડિયાને નામે લેટરકાંડ
ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર 'લેટર બોમ્બ' ફૂટ્યો છે, જેણે નવો વિવાદ સર્જ્યો છે. આ વખતે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના નામે એક પત્ર વાયરલ થયો છે, જેમાં મુખ્યમંત્રીને ફિક્સ પેના મુદ્દે પુનર્વિચાર કરવા અપીલ કરવામાં આવી છે. જોકે, અર્જુન મોઢવાડિયાએ આ પત્રને 'ફેક' ગણાવીને આવા કોઈ પત્ર લખ્યા હોવાનો ઇનકાર કર્યો છે. આ ઘટનાએ અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે: શું આવા પત્રો ખરેખર વાયરલ થાય છે, કે પછી કોઈ પોતાના મનની ભાવનાઓ વ્યક્ત કરવા માટે 'વાયરલ' થવાની આડનો ઉપયોગ કરી રહ્યું છે? અને સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે, આ રીતે સમસ્યાઓ સામે આવે છે છતાં સરકારને તે શા માટે દેખાતી નથી?

વાયરલ થયેલા પત્રમાં રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3 અને વર્ગ-4 ના તમામ સંવર્ગોમાં સીધી ભરતીથી થતી ફિક્સ પગાર આધારિત નિમણૂંકો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે:
"રાજય સરકાર દ્વારા વર્ગ-૩ અને વર્ગ-૦૪ના તમામ સંવર્ગમાંની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણુંકો ફીક્સ પગારના અજમાયાશી તરીકે કરવામાં આવે છે. પરંતુ, હાલની ફિકસ પગારની નીતીનો અંદાજિત ૨૦ વર્ષનો સમય જેટલો વ્યતિત થયેલ હોય વધતી મોંઘવારી, કચેરીની જવાબદારીઓ, વર્તમાન જીવનશૈલી, કર્મચારીની સામાજિક આર્થિક અને પારિવારિક જવાબદારીઓ જેવી જીવનલક્ષી બાબતોને ધ્યાને લઈ હાલની પરિસ્થિતએ ફિકસ આધારીત કર્મચારીઓને ફિક્સ વેતનમાં પતિ-પત્નિ કે બાળકોના જીવન જરૂરી ખર્ચ અને તેમના અભ્યાસ વગેરે ખર્ચને ફિક્સ વેતનમાં પહોંચી શકાતું નથી. તે અંગે વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓ અવારનવાર રજુઆતો કરવામાં આવે છે જેની નોંધ લઇ અત્રેથી અત્રેના કાર્યવિસ્તારમાં આવતા કર્મચારી વતી હાલ ચાલી રહેલી ફિક્સ પગારની નીતીની પુનઃ સમીક્ષા કરવામાં આવે."
આ પત્રમાં ફિક્સ પગારની નીતિને કારણે કર્મચારીઓને થતી આર્થિક મુશ્કેલીઓ અને વધતી મોંઘવારીમાં જીવનનિર્વાહ ચલાવવામાં પડતી હાલાકીનો વિસ્તૃત ઉલ્લેખ છે, જે એક ગંભીર સામાજિક-આર્થિક મુદ્દો છે.
પત્ર 'ફેક' કે પછી દબાયેલી લાગણીઓનો પડઘો?અર્જુન મોઢવાડિયાએ આ પત્રને ફેક ગણાવતા જણાવ્યું છે કે, તેમના દ્વારા આવો કોઈ પત્ર લખવામાં આવ્યો નથી. જોકે, વારંવાર આવા પત્રો વાયરલ થવા એ એક ચિંતાનો વિષય છે. આ ઘટના સૂચવે છે કે, કદાચ કેટલાક લોકો 'વાયરલ' થવાની આડમાં પોતાની દબાયેલી ભાવનાઓ, ફરિયાદો અને માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે નેતાઓ દ્વારા આવા પત્રોને નકલી ગણાવીને ફગાવી દેવામાં આવે છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે, શું આ માત્ર રાજકીય દાવપેચ છે કે ખરેખર કોઈ ત્રીજો પક્ષ આવા પત્રો દ્વારા અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે?

આ પ્રકારના 'લેટર બોમ્બ' ભલે ફેક હોય કે વાસ્તવિક, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે, તે સમાજમાં પ્રવર્તતી સમસ્યાઓ અને લોકોની નારાજગીને ઉજાગર કરે છે. ખાસ કરીને ફિક્સ પેનો મુદ્દો લાંબા સમયથી કર્મચારીઓમાં અસંતોષનું કારણ રહ્યો છે. જ્યારે આવા પત્રો દ્વારા કે અન્ય કોઈ માધ્યમથી આ સમસ્યાઓ સરકાર સમક્ષ આવે છે, ત્યારે સરકાર દ્વારા તેની નોંધ શા માટે લેવામાં આવતી નથી? શું સરકાર આવા મુદ્દાઓને માત્ર 'વાયરલ' અથવા 'નકલી' કહીને નકારી કાઢે છે, અને તેના મૂળમાં રહેલી વાસ્તવિક સમસ્યાઓને અવગણે છે?

આ ઘટના દર્શાવે છે કે, સરકારે માત્ર પત્રોના 'વાયરલ' થવા પર જ ધ્યાન આપવાને બદલે, તે પત્રો દ્વારા ઉઠાવવામાં આવતા મુદ્દાઓની ગંભીરતાને સમજવી જોઈએ. ફિક્સ પે જેવા મુદ્દાઓ પર પુનર્વિચાર કરવો અને કર્મચારીઓની સમસ્યાઓનું નિરાકરણ લાવવું એ સરકાર માટે અત્યંત આવશ્યક છે, અન્યથા આવા 'લેટર બોમ્બ' ફૂટતા રહેશે અને પ્રજામાં અસંતોષ વધતો રહેશે. શું સરકાર આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને યોગ્ય પગલાં ભરશે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?