રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં ભાજપના જિલ્લા પ્રમુખોની જાહેરાત...?
મળી રહેલા સમાચારો મુજબ ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં મતદાનની શક્યતા

મળી રહેલા સમાચારો મુજબ ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં મતદાનની શક્યતા

મળી રહેલા સમાચારો મુજબ ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં મતદાનની શક્યતા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. હાલ રાજ્ય ચૂંટણી પંચ આખરી તૈયારીઓને ઓપ આપી રહ્યું છે. સુત્રોએ દાવો કર્યો છે કે આ સપ્તાહના અંત સુધીમાં ચૂંટણી જાહેર થઇ થઈ શકે છે. મળી રહેલા સમાચારો મુજબ ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં મતદાનની શક્યતા છે અને 23 જાન્યુઆરી મતદાન મથકોને આખરી ઓપ અપાશે.
મળેલી માહિતી મુજબ ફેબ્રુઆરી મહિનામાં બીજા અઠવાડીયામાં સ્થાનિક સ્વારજની ચૂંટણી યોજાવાનો દાવો સૂત્રો કરી રહ્યા છે. અને તેના માટે રાજ્ય ચૂંટણી પંચ હાલ તૈયારીઓમાં લાગેલું છે. આ ચૂંટણીઓની સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અને 73 નગરપાલિકાીઓની સામાન્ય અને પેટા ચૂંટણી પણ યોજાશે તથા ખેડા જિલ્લા પંચાયતની પણ ચૂંટણી યોજાશે.
સુત્રોએ કહ્યુંકે રાજ્ય ચૂંટણી પંચ 23 જાન્યુઆરી સુધીમાં મતદાન મથકોને આખરી ઓપ આપશે અને 27 જાન્યુઆરી સુધીમાં સંવેદનશીલ, અતિ સંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરવામાં આવશે.
બીજી તરફ ગુજરાત ભાજપ દ્વારા સંગઠન પર્વ હેઠળ મહાનગરો અને જિલ્લા પ્રમુખોની વરણીનું કામ ચાલી રહ્યું છે પણ હજું સુધી પ્રમુખોની જાહેરાત કરાઇ નથી. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલાં જ ગુજરાત ભાજપ આ જાહેરાતો કરી દે તેવું મનાઇ રહ્યું છે. ભાજપ દ્વારા તમામ પ્રમુખોની જાહેરાત કરાયા બાદ જ સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તારીખની જાહેરાતો થઇ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?