અમૂલ ડેરીઃ 13 બેઠક માટે 53 ઉમેદવારોનું નામાંકન
ઠાસરા બેઠક પર રામસિંહ પરમારના પૌત્રવધુ બિનહરીફઃ 30 ઓગસ્ટે હરીફ ઉમેદવારો જાહેર થશે
અમૂલ ડેરી
અમૂલ ડેરી
અમૂલ ડેરીના નિયામક મંડળની 13 બેઠકોની ચૂંટણી અંતર્ગત 53 ઉમેદવારોએ 121 ફોર્મ ભર્યા છે. આવતીકાલે એટલે કે 30 ઓગસ્ટે હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવનાર હોવાથી હરીફ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. ઠાસરા બેઠક ઉપર એકમાત્ર પ્રિયાબેન કૃણાલસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી હોવાથી બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. તેઓ અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન રામસિંહ પરમારના પૌત્રવધુ છે.
અમૂલ ડેરીના નિયામક મંડળની 13 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. 12 બ્લોક પ્રતિનિધિ અને એક વ્યક્તિ સભાસદ માટેની બેઠક જાહેર કરવામાં આવી છે. 12 બેઠકો પૈકી પેટલાદ અને ઠાસરા મહિલા અનામત જાહેર કરવામાં આવી છે. ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના 12 બ્લોકની ચૂંટણી માટે કુલ 53 ઉમેદવારોએ 121 ફોર્મ ભર્યા છે. તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાયા બાદ ઉમેદવારો 30 ઓગસ્ટ સુધી ફોર્મ પરત ખેંચી શકશે. 30 ઓગસ્ટે હરીફ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે.
ઠાસરા બ્લોકમાં ભાજપની પેનલના પ્રિયાબેન કૃણાલસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી હતી. ઠાસરા બ્લોકમાં અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હોવાથી પ્રિયાબેન પરમારને બિનહરીફ જાહેર કરવામાં આવશે. જ્યારે વ્યક્તિ સભાસદની બેઠકમાં માત્ર બે ઉમેદવાર રણજીતભાઈ કાંતિભાઈ પટેલ અને વિજયભાઈ ફુલાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે. તેથી બંને ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે.
અન્ય 11 બ્લોકની વાત કરીએ તો, આણંદ બ્લોકમાં 8, ખંભાત બ્લોકમાં 5, બોરસદ બ્લોકમાં 3, પેટલાદ બ્લોકમાં 3, બાલાસિનોર બ્લોકમાં 4, કઠલાલ બ્લોકમાં 6, કપડવંજ બ્લોકમાં 7, મહેમદાવાદ બ્લોકમાં 4, માતર બ્લોકમાં 3, નડિયાદ બ્લોકમાં 7 અને વિરપુર બ્લોકમાં 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 12 બ્લોક તેમજ એક વ્યક્તિગત વિભાગની ચૂંટણી અંતર્ગત 1210 મતદારો નોંધાયા છે. જેમાં સૌથી વધુ 112 મતદારો કપડવંજ બ્લોકમાં અને સૌથી ઓછા 89 મતદારો પેટલાદ બ્લોકમાં નોંધાયા છે. 13 મી બેઠક તરીકે વ્યક્તિગત સભાસદ વિભાગમાં 23 મતદારો નોંધાયા છે. પેટલાદ અને ઠાસરા બ્લોક મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવ્યા છે. 30 ઓગસ્ટે હરીફ ઉમેદવારોની આખરી યાદી જાહેર થયા બાદ 10 સપ્ટેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 12 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યાથી મત ગણતરી યોજાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!