અમરેલીનો કથિત લેટરકાંડ, યુવતીનું સરઘસ કઢાય તેટલો ગંભીર ગુનો..?
કોંગ્રેસે પાટીદાર સમાજને પત્ર લખ્યો તો ભાજપે માત્ર રિકન્સ્ટ્રક્શન કર્યું હોવાનો બચાવ કર્યો

અમરેલીનો કથિત લેટરકાંડ, યુવતીનું સરઘસ કઢાય તેટલો ગંભીર ગુનો..?

અમરેલીનો કથિત લેટરકાંડ, યુવતીનું સરઘસ કઢાય તેટલો ગંભીર ગુનો..?
અમરેલી જિલ્લાના કથિત લેટરકાંડમાં રાજકારણ ગરમાયું છે. આ કેસમાં પટેલ સમાજની યુવતીનું સરઘસ કાઢવાના મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પાટીદાર સમાજને સંબોધીને ખુલ્લો પત્ર લખ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાનો અહમ સંતોષવા માટે પોલીસે કાયદા વિરોધી કૃત્ય કર્યું છે. જો કે આ મામલે ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે કહ્યું છે કે દીકરીને સાથે રાખીને પોલીસે માત્ર રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને કોંગ્રેસ કાયદાકીય પ્રક્રિયાને વરઘોડાનું નામ આપી ખોટી રાજનીતિ કરે છે . જો કે મહત્વની વાત એ છે કે લેટર વાયરલ કાંડમાં એવો તો કેવો ગંભીર ગુનો છે કે પોલીસને એવું લાગ્યું કે રીકન્સ્ટ્રક્શન કરવું પડશે અને તેમાં યુવતીનું સરઘસ કાઢવું પડે તે સમજાતું નથી.
મામલો એવો છે કે થોડાક દિવસ અગાઉ અમરેલીના ધારાસભ્ય કૌશીક વેકરીયા વિરુદ્ધ કથિત લેટર બનાવીને સોશિયલ મીડિયાના ગ્રુપોમાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ લેટર વાયરલ થતાં જ અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાઇ ગયું હતું અને ત્યારબાદ આ મામલા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે ફરિયાદ બાદ મુખ્ય આરોપી પૂર્વ ભાજપ હોદ્દેદાર મનિષ વઘાસીયા અને એક યુવતી સહિત 4 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.
બીજી તરફ અમરેલી સાયબર ક્રાઇમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપી સાથે પ્રથમવાર મુખ્ય આરોપી મનીષ વઘાસિયાની ઓફીસે પહોંચી હતી. અને આરોપી યુવતી સહિતના આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે આ લેટર અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના નામે નકલી લેટરપેડ બનાવી અને નકલી સહી-સિક્કો કરી તૈયાર કરાયો હતો.
દરમિયાન પોલીસ દ્વારા કરાયેલા રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહીને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે. . જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા મુખ્યમંત્રી અને ખોડલ ધામના નરેશ પટેલને સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે અમરેલી જિલ્લામાં લેટરકાંડ મામલે પટેલ સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું છે. પટેલ સમાજની દીકરી એક ઓપરેટર તરીકે કામ કરતી હતી, જેણે પોતાના માલિકના કહેવા પર લેટર ટાઇપ કર્યો હતો. આ દીકરીનો ઇરાદો કોઇને બદનામ કરવાનો નહોતો. દીકરીને આરોપી બનાવીને રાત્રે 12 વાગ્યે અમરેલી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને બીજા દિવસે રિ કન્સ્ટ્રકશનના નામે તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
તેમણે આગળ પત્રમાં ઉલ્લેખ કર્યો કે, ભાજપ નેતાના અહમ સંતોષવા આ દીકરીનું સરઘસ કાઢી આ કૃત્ય કરાયું હતું. આ દીકરી સાથે અન્યાય કરવામાં આવ્યો છે. અમરેલીમાં ઘણા ફરાર આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે, જે આરોપીઓને પકડવામાં આવતા નથી.
બીજી તરફ અમરેલીમાં પાટીદાર યુવતીના વરઘોડા મામલે ભાજપ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતનું નિવેદન પણ સામે આવ્યું છે તેમાં તેમણે કહ્યું હતું કે દીકરીને સાથે રાખી પોલીસે માત્ર રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને કોંગ્રેસ કાયદાકીય પ્રક્રિયાને વરઘોડાનું નામ આપી ખોટી રાજનીતિ કરે છે. ગુજરાતની દીકરી વિશે અભદ્ર ટિપ્પણી કરી કોંગ્રેસ તેના રાજકીય રોટલા શેકવાનું બંધ કરે તેમ શ્રદ્ધા રાજપૂતે કહ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?