વિસનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવી દીધો
શું સરકારી હોસ્પિટલના કર્મચારી ભાજપના એજન્ટ ?

Registering as patient one gets BJP Membership in Gujarat's Mehsana

Registering as patient one gets BJP Membership in Gujarat's Mehsana
ગાંધીનગર: મહેસાણા જિલ્લાની વિસનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા ગયેલા દર્દીને ભાજપના સભ્ય બનાવી દીધા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. સિવિલમાં ઈન્જેક્શન લેવા ગયેલા દર્દી પાસેથી મોબાઈલ નંબર લઈ ઓટીપી માગતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
દર્દીના પતિએ હોસ્પિટલમાં હોબાળો કરી આરએમઓને જાણ કરતાં સિવિલ હોસ્પિટલના કર્મચારીનો માફી માગતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં માધ્યમિક શાળાના બાળકો બાદ મહેસાણા જિલ્લામાં દર્દીને ભાજપના સભ્ય બનાવતાં મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
વિસનગર તાલુકાના ઈયાસરા ગામના વિકુભા દરબાર તેમની પત્નીને કુતરૂ કરડ્યુ હોવાથી ઈન્જેક્શન લેવા માટે વિસનગરની સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન કર્યા બાદ ઈન્જેક્શન લેતા પહેલાં કર્મચારીએ મોબાઈલ નંબર અને ઓટીપી માગ્યો હતો. ત્યારબાદ મોબાઈલમાં ભાજપના સભ્ય બન્યાનો એસએમએસ આવતાં તેઓ ચોંકી ગયા હતા.
તેથી વિકુભાએ આરએમઓની ઓફિસમાં જઈ હોબાળો કર્યો હતો. તેઓને પૂછ્યા વગર ભાજપના સભ્ય બનાવી દેતા કર્મચારીઓનો ઉધડો લીધો હતો. જો કે, મામલો વધારે વણસતા કર્મચારીએ વિકુભાની માફી માગી હતી. વિકુભાએ કર્મચારીની માફી માગતો અને આરએમઓની ઓફિસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
જેના કારણે ભાજપ અને વિસનગર સિવિલ હોસ્પિટલના કર્મચારીઓની ભાજપના સદસ્ય બનાવવાની પોલ ઉઘાડી પડી ગઈ હતી. આ મામલે સિવિલ હોસ્પિટલના આરએમઓ પણ જવાબ આપવા બાબતે ભાગતા નજરે ચડ્યા હતા.
વિસનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પારુલ પટેલે એવી સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ જ ફરિયાદ અમારી સામે આવી નથી, મેં કોઈ જ વિડીયો જોયો નથી. વિડીયોમાં દેખાતા કર્મચારી કાયમી કર્મચારી નથી. અહીં કોઈ ભાજપની સદસ્યતાની કામગીરી થતી નથી.
ભાવનગરમાં સોદાબાજી કરતાં નગરસેવકનો વીડિયો વાયરલ
ભાવનગરમાં પૂર્વ અને પશ્ચિમ વિધાનસભામાં બે લાખ સદસ્યો બનાવવા માટે હોદ્દેદારોને ટાર્ગેટ આપવામાં આવ્યા છે. નગરસેવકથી લઈને સાંસદ સુધી તમામ હોદ્દેદારોને વ્યક્તિગત ટાર્ગેટ આપવામાં આવ્યા છે. ભાજપના સભ્ય બનવા માટે લોકો તૈયાર નહી થતાં સોદાબાજી શરૂ થઈ છે. બીએમસીના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન યુવરાજસિંહ ગોહિલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેઓ 100 સભ્ય બનાવો અને 500 રૂપિયા મારી પાસેથી લઈ જાઓ તેવી સોદાબાજી કરતાં સાંભળવા મળતા મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ભાજપના વિરોધી જૂથ દ્વારા આ વીડિયો વાયરલ કરાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
કોને કેટલો લક્ષ્યાંક અપાયો?
ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હોદ્દેદારોને સદસ્યતા અભિયાન અંતર્ગત ભાજપના સભ્ય બનાવવા માટે લક્ષ્યાંક આપવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપે સંસદસભ્યને 10 હજાર, ધારાસભ્યને 5 હજાર, નગરસેવકને 2 હજાર, વોર્ડ પ્રમુખને 1 હજાર અને સંગઠન સભ્યને 500 સભ્ય બનાવવાનો લક્ષ્યાંક આપ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં બાળકોને ભાજપના સભ્ય બનાવાયા હતા
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પાસે વાલીઓના મોબાઈલ મંગાવી ભાજપના સભ્ય બનાવાયા હતા. સમગ્ર મામલો સામે આવતા જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ પાઠવી પ્રિન્સિપાલનો ખુલાસો માગી વર્ગ-2 ના અધિકારીને ખાતાકીય તપાસ સોંપી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?

ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપની હેટ્રિક, પણ બેઠકો 41થી ઘટીને 38! કોંગ્રેસે વધારી તાકાત, જ્યારે AAPનું ખાતું પણ ન ખૂલ્યું!