પંચમહાલના જાંબુઘોડામાં 109 કરોડના મનરેગા કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીનો આક્ષેપ
PMના દાહોદ પ્રવાસ પહેલા વિપક્ષના નેતા અમિત ચાવડાના ગંભીર આક્ષેપથી રાજકીય ગરમાવો

મનરેગા યોજના હેઠળ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાથી વિજિલન્સ તપાસની કરી માંગ

મનરેગા યોજના હેઠળ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાથી વિજિલન્સ તપાસની કરી માંગ
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં મનરેગા યોજના હેઠળ મોટાપાયે ભ્રષ્ટાચાર થયાનો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે. વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ આરોપ મૂક્યો છે કે છેલ્લાં ચાર વર્ષમાં રાજ્યના સૌથી નાના તાલુકામાં 2731ની વસ્તી ધરાવતાં ગામમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાયુ છે. તેનો પર્દાફાશ કરવા છતાં સરકારે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.
અમિત ચાવડાએ જણાવ્યું કે, મનરેગા યોજના હેઠળ 60 ટકા રકમ મજૂરો માટે અને 40 ટકા મટિરિયલ માટે ઉપયોગ થવો જોઈએ. પરંતુ જાંબુઘોડા તાલુકામાં છેલ્લાં ચાર વર્ષમાં યોજનાનો દુરૂપયોગ થયો છે. તેમના જણાવ્યા પ્રમાણે માત્ર 22 ટકા રકમ મજૂરોને ચુકવવામાં આવી છે. જ્યારે બાકીના 78 ટકા રકમ મટિરિયલ ખર્ચમાં બતાવવામાં આવી છે. જાંબુઘોડા તાલુકામાં રૂપિયા 109 કરોડનું મટિરિયલ ખર્ચ દર્શાવાયુ છે, જે જિલ્લામાં થયેલા કુલ ખર્ચનો 50 ટકા ભાગ છે.
અમિત ચાવડાએ રોષ સાથે પ્રશ્ન કર્યો કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દાવો કરે છે કે ચોખ્ખી અને જવાબદાર સરકાર આપો છો. ત્યારે આવા ભ્રષ્ટાચારના મામલા વિકાસ કમિશનર અથવા દિશા બેઠકમાં કેમ ધ્યાન પર આવ્યા નહીં? દિશા બેઠક દર ત્રણ મહિને થાય છે છતાં આવા મોટાં આંકડાઓ છૂપાવાયા કેમ?
ચાવડાએ ઉમેર્યુ કે જે એજન્સીઓ મટિરિયલ સપ્લાય કરે છે. તેમાં ભાજપના નેતાઓ અને તેમના પરિવારજનો સંડોવાયેલા છે. ગિરિરાજ એજન્સી છે ભાજપના પંચમહાલ જિલ્લા પ્રમુખ મયંક દેસાઇ ચલાવે છે. બીજી એજન્સી તેમના પત્ની સાથે સંકળાયેલી છે. જ્યારે ત્રીજી એજન્સીમાં તેમનો પૂર્વ ડ્રાઈવર સંડોવાયેલો છે.
આંકડાકીય વિગતો આપતા તેમણે કહ્યું કે, જાંબુઘોડા ગામમાં મનરેગા હેઠળ કુલ 2040 કામો કરવામાં આવ્યા છે. જેમાં માત્ર 47 લાખ રૂપિયાનું લેબર પેમેન્ટ થયું છે. કામ ઓછું થયું છે. પરંતુ તેના વિરુદ્ધ મટિરિયલના મોટા બિલો રજૂ કરીને નાણાકીય ફાયદો લેવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને આડે હાથ લેતા કહ્યું કે તમારી સરકાર ખરેખર ચોખ્ખી અને જવાબદાર છે તો તાત્કાલિક વિજિલન્સ તપાસ શરૂ કરવી જોઈએ. તેમણે કૌભાંડમાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરી સજા કરી જેલના સળિયા પાછળ ધકેલવાની માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 26 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વિપક્ષના નેતા અમિત ચાવડાએ મનરેગા યોજના હેઠળ દાહોદ બાદ હવે પંચમહાલ જિલ્લામાં થયેલા મટિરિયલ કૌભાંડનો મામલો ઉઠાવ્યો છે. આ કૌભાંડમાં પણ ભાજપના નેતાઓ, તેમના પરિવારજનો અને મળતિયાઓ સંડોવાયેલા હોવાનો ગંભીર આક્ષેપ કરતાં રાજકીય ગરમાવો આવ્યો છે. તેવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પ્રવાસ દરમિયાન આ મામલે કેવો પ્રતિભાવ આપે છે તેના ઉપર સૌ કોઈની નજર મંડાઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!