AIMIM મહારાષ્ટ્રમાં 14 બેઠકો પર લડશે ચૂંટણી
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન અને 23 નવેમ્બરે પરિણામ થશે જાહેર
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન અને 23 નવેમ્બરે પરિણામ થશે જાહેર
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન અને 23 નવેમ્બરે પરિણામ થશે જાહેર
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે માત્ર એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને રાજ્યમાં ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) રાજ્યની 14 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પાર્ટીએ દ્વારા નોમિનેશનના છેલ્લા દિવસે 29 ઓક્ટોબરે આની જાહેરાત કરીને તમામ પાર્ટીઓને ચોકાવ્યા છે.
AIMIM પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેના સત્તાવાર હેન્ડલ પર પાર્ટી વતી પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. પોસ્ટ અનુસાર, પાર્ટીએ ઔરંગાબાદ પૂર્વ સીટથી સૈયદ ઈમ્તિયાઝ જલીલ, ઔરંગાબાદ સેન્ટ્રલથી નાસિર સિદ્દીકી, ધુલે સીટથી ફારૂક શાહ અનવર, માલેગાંવ સેન્ટ્રલથી મુફ્તી ઈસ્માઈલ કાસમી, ભીવાડી પશ્ચિમ સીટથી વારિસ પઠાણ, ભાયખલા સીટથી ફૈયાઝ અહેમદને ઉમેદવાર બનાવ્યા છે. ખાન, મુંબ્રા કલવા સીટથી સૈફ પઠાણ, વર્સોવા સીટથી રઈસ લશ્કરિયા, સોલાપુર સીટથી ફારૂક શાબ્દી, મિરાજ [SC] સીટથી મહેશ કાંબલે, મુર્તિજાપુર [SC] સીટથી સમ્રાટ સુરવાડે, નાંદેડ દક્ષિણ સીટથી સૈયદ મોઈન, બબીતા કનાડે કુર્લા [SC] બેઠક પરથી, મોહમ્મદ યુસુફ કારંજા મનોરા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે રાજ્યમાં એક જ તબક્કામાં યોજાઈ રહેલી ચૂંટણીમાં 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. સોમવારે, ભારતીય જનતા પાર્ટી (BJP) એ ચાર મતવિસ્તારોની સૂચિ જાહેર કરી છે, જે તે રાજ્યમાં તેના સાથી પક્ષો સાથે તેના ક્વોટામાંથી શેર કરી રહી છે. તેમાં કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (A)ના પ્રમુખ રામદાસ આઠવલેની પાર્ટીનું નામ પણ સામેલ છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે આ અંગે એક પત્ર જારી કર્યો છે. ભાજપ દ્વારા જારી કરાયેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે, "ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્ર રાજ્ય એકમના અનુરોધ પર રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાના નિર્ણય મુજબ, સહયોગી પક્ષોના ઉમેદવારો વિધાનસભા ચૂંટણી લડશે."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?