ભાજપના બે કોર્પોરેટરોને આક્ષેપ કરવો મોંઘો પડ્યો!
સુરત AAPના નેતા પાયલ સાકરિયા સામે તોડપાણીનો આક્ષેપ કરવા બદલ FIR કરવા કોર્ટનો હુકમ

SMCના વિપક્ષ નેતા સામે BJPના કોર્પોરેટરો અશોક ધામી અને કનુ ગેંડિયાએ આક્ષેપ કર્યો હતો

SMCના વિપક્ષ નેતા સામે BJPના કોર્પોરેટરો અશોક ધામી અને કનુ ગેંડિયાએ આક્ષેપ કર્યો હતો
સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરિયા સામે તોડપાણીનો આક્ષેપ કરવો ભાજપના બે કોર્પોરેટરોને મોંઘો પડી ગયો છે. વિપક્ષ નેતા સામે રૂપિયા 11 લાખના તોડપાણીનો આક્ષેપ કરનાર ભાજપના બે કોર્પોરેટરો અશોક ધામી અને કનુ ગેંડિયા સામે ફરિયાદ નોંધવા સુરત કોર્ટે હુકમ કર્યો છે.
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં 26 એપ્રિલ, 2024ના રોજ ભાજપના કોર્પોરેટરો અશોક ધામી અને કનુ ગેંડિયાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ‘વિરોધ પક્ષની નેતા બની ત્યારથી તોડપાણી કરે છે અને અમારી પાસેથી 11 લાખ લઇ ગઈ હતી. ભીંસ પડી તો પાછા આપી દીધા. શરમ આવવી જોઈએ.’
ત્યારબાદ ભાજપના કોર્પોરેટરોએ સામાન્ય સભામાં ‘11 લાખ, 11 લાખ’ ના નારા પણ લગાવ્યા હતા. પોતાને ખોટી રીતે બદનામ કરવા મુદ્દે પાયલ સાકરીયાએ ભાજપના કોર્પોરેટરો અશોક ધામી અને કનુ ગેંડિયા સામે બદનક્ષીનો દાવો કર્યો હતો. આ કેસ સંદર્ભે સુરતની કોર્ટે વિપક્ષના નેતા ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર બંને કોર્પોરેટરો સામે ફોજદારી કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે.
પાયલ સાકરિયાએ કહ્યું કે, સામાન્ય સભામાં તેમણે 11 લાખ 11 લાખના નારા લગાવ્યા હતા. રૂપિયાની તોડપાણી કરતા હોવાનું કહેતા મને આ અપમાન લાગ્યું અને બંને કોર્પોરેટર સામે મેં બદનક્ષીનો દાવો કર્યો હતો. અમે વિપક્ષ તરીકે અવાજ ઉઠાવીએ છીએ ત્યારે અમને ચૂપ કરવા પાયાવિહોણા આક્ષેપ કરવામાં આવે છે. સુરતના લોકો અત્યારે ખાડીપૂરની સમસ્યાથી પરેશાન છે. મચ્છરોના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. ત્યારે સરકાર ડ્રોનથી મચ્છર શોધવાનું કહેતાં બુદ્ધિના પ્રદર્શન જેવી લાગી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?