AAPના ધારાસ્ભ્ય પોલીસ પકડમાંથી ફરાર
AAPના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા હરિયાણામાં પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યા
AAPના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા
AAPના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા
AAP માટે એક મોટી રાજકીય અને કાયદાકીય કટોકટી સર્જાઈ છે, કારણ કે તેમના પંજાબના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યા છે. મંગળવારે સવારે હરિયાણાના કરનાલથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, પોલીસ જ્યારે તેમને પોલીસ સ્ટેશન લઈ જઈ રહી હતી, ત્યારે પઠાણમાજરા અને તેમના સાથીઓએ અત્યંત જોખમી કૃત્ય આચર્યું હતું. તેમણે પોલીસકર્મીઓ પર ગોળીબાર કર્યો અને તેમની કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો.
પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત
આ ઘટનામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ છે. આ ઘટના બાદ પોલીસતંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે અને ફરાર AAPના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાનો પીછો કરવામાં આવી રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પઠાણમાજરા અને તેમના સાથીઓ એક સ્કોર્પિયો અને એક ફોર્ચ્યુનર ગાડીમાં નાસી છૂટ્યા હતા.
ધારાસભ્યને પકડવા માટે સઘન શોધખોળ
પોલીસે તરત જ કાર્યવાહી કરીને ફોર્ચ્યુનર કાર કબ્જે કરી છે, પરંતુ સ્કોર્પિયોમાં બેસીને ફરાર થયેલા ધારાસભ્યને પકડવા માટે સઘન શોધખોળ ચાલી રહી છે. તેમની ધરપકડ પંજાબના પટિયાલા જિલ્લાના સનૌર મતવિસ્તારના ધારાસભ્ય તરીકે કરવામાં આવી હતી. માહિતી મુજબ, આ ધરપકડ એક જૂના કેસમાં બળાત્કાર હેઠળ કરવામાં આવી છે. આ ગંભીર આરોપના કારણે પણ આ ઘટનાનું રાજકીય મહત્વ વધી ગયું છે.
APની પ્રતિષ્ઠા પર પણ ઉભા થયા સવાલ
આ ઘટના ત્યારે બની છે જ્યારે એક દિવસ પહેલાં, સોમવારે, પંજાબ સરકારે જ ધારાસભ્ય પઠાણમાજરાની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. આ નિર્ણય પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે, પઠાણમાજરા છેલ્લા કેટલાક દિવસોથી પોતાની જ સરકાર વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા હતા. તેમણે તાજેતરમાં આવેલા પૂર માટે સિંચાઈ વિભાગના મુખ્ય અધિકારી કૃષ્ણ કુમારને સીધા જવાબદાર ઠેરવ્યા હતા. ધારાસભ્યની ધરપકડ અને ત્યારબાદ ફરાર થવાની આ ઘટનાથી પંજાબના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને AAPની પ્રતિષ્ઠા પર પણ સવાલ ઉભા થયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!