ધારાસભ્ય ભગવાન બારડ આચારસંહિતાનો ભંગ કરતા હોવાની આપના નેતાની ફરિયાદ
આપ નેતા પ્રવીણ રામે વીડિયો જાહેર કરીને ફરિયાદ કરતા ચકચાર

આપ નેતા પ્રવીણ રામે વીડિયો જાહેર કરીને ફરિયાદ કરતા ચકચાર

આપ નેતા પ્રવીણ રામે વીડિયો જાહેર કરીને ફરિયાદ કરતા ચકચાર
તાલાલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના અમુક આગેવાનો અને ભાજપના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા સતાનો દુરુપયોગ કરીને આચારસંહિતા લાગી હોવા છતાં પણ સભાઓ કરવામાં આવી રહી છે તેવો આરોપ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે લગાવ્યો છે.
પ્રવીણ રામે આ બાબતનો વીડિયો જાહેર કરતાં આરોપ લગાવ્યો હતો કે ગઈકાલે સાંજે 6 વાગ્યા બાદ પર્ચાર બંધ થવાની આચારસંહિતા લાગી હોવા છતાં રાતે 9 વાગે બોરવાવ ખાતે ભાજપના અમુક લોકો અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા લોકોને સંબોધન કરીને નિયમોનો ધજાગરા ઉડાડવામાં આવ્યા
બોરવાવ સભામાં તંત્રના જવાબદાર અધિકારીઓએ આવીને આચારસંહિતા હોવાના કારણે સભાને સંબોધન ના કરી શકાય એવી સમજણ આપી હોવા છતાં ધારાસભ્ય એ અધિકારીઓ સામે દબાણ ઊભું કરવા ખોટી દલીલ કરતા જોવા મળ્યા અને ત્યારબાદ ચિત્રાવડ ખાતે ફરી 10:30 વાગે નિયમોના ધજાગરા ઉડાડી સભા કરી
જો સતા પક્ષના લોકો જ નિયમોનું પાલન ના કરતા હોય તો લોકો પાસે નિયમોનું પાલન કરવાની અપેક્ષા જ કેમ રાખવી?? તેવો આરોપ લગાવતાં પ્રવીણ રામે કહ્યું કે તાલાલાના જવાબદાર તંત્રે આ બાબતે જિલ્લાના જવાબદાર તંત્રને કાલની ઘટના બાબતે રિપોર્ટ કર્યો એવા સમાચાર મળી રહ્યા છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?