રાજકોટમાં વડાપ્રધાનના ફોટા ઉપર શાહી ફેંકાતા દોડધામ
પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની રેલી પહેલાં અજાણ્યા શખ્સના કૃત્યથી રાજકીય ગરમાવો

બહુમાળી ચોક નજીક લાગેલા બેનરને RMC તંત્રએ તાબડતોડ દૂર કર્યું, પોલીસે તપાસ હાથ ધરી

બહુમાળી ચોક નજીક લાગેલા બેનરને RMC તંત્રએ તાબડતોડ દૂર કર્યું, પોલીસે તપાસ હાથ ધરી
પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટની મુલાકાતે પહોંચે તે પહેલા બેનરનો વિવાદ થયો છે. જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે લગાવેલા બેનરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા ઉપર અજાણ્યા શખ્સે શાહી ફેંકતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. બહુમાળી ચોક નજીક બેનરમાં PM મોદીના ફોટા ઉપર શાહી ફેંકવામાં આવી છે. મહાનગરપાલિકાના તંત્રને જાણ થતાં તાત્કાલિક બેનર દૂર કરવામાં આવ્યું છે. જ્યારે પોલીસે શાહી ફેંકનાર અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે.
ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ રેસકોર્સ ખાતે કાર્યકર્તાઓને સંબોધન કરવાના છે. જેને લઈને ગ્રીનલેન્ડ ચોકડીથી રેસકોર્સ સુધી તેમના સ્વાગત માટે વિશાળ બેનરો લગાવવામાં આવ્યાં છે. બહુમાળી ચોક નજીક લગાવવામાં આવેલા એક બેનરમાં વડાપ્રધાન મોદીના ફોટામાં મોઢા ઉપર અજાણ્યા શખ્સે કાળી શાહી લગાવી દેતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
બેનરમાં PM મોદીની તસવીર પર શાહી ફેંકાઈ હોવાની જાણ થતાં મહાનગરપાલિકાની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બેનરને દૂર કરી દીધું હતું. જ્યારે વડાપ્રધાન મોદીના ફોટા ઉપર શાહી ફેંકનાર અજાણ્યા શખ્સ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. પરંતુ ફરિયાદ કરવામાં આવે તો પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે, જગદીશ વિશ્વકર્મા ખાસ વિમાન દ્વારા રાજકોટના હિરાસર એરપોર્ટ પહોંચશે, જ્યાંથી રાજકોટ મહાનગર, જિલ્લા તથા મોરબી જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવશે. બાદમાં એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોક સુધી રાજકોટ અને મોરબી જિલ્લાના કાર્યકરો કાર રેલીથી પ્રદેશ પ્રમુખનું નેતૃત્વ કરશે. આ રેલી ગ્રીનલેન્ડ ચોક પહોંચ્યા બાદ રાજકોટ શહેર યુવા ભાજપ દ્વારા 1 હજાર બાઈક સાથે પ્રદેશ પ્રમુખને આવકારી તેઓને બાઈક રેલીના આગેવાનીમાં રેસકોર્ષ સુધી લઈ જવામાં આવશે. ત્યાંથી તેઓ સીધા સભા સ્થળે રવાના થશે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સાંજે 5:30 વાગ્યાથી સભા યોજવામાં આવનાર છે.
રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખને આવકાર આપવા માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તેમાં 20 હજારથી વધુ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહે તેવી શકયતા છે. પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે. તેમના સત્કાર માટે રાજકોટ શહેર જિલ્લા અને મોરબી જિલ્લાના કાર્યકરો ઉપસ્થિત રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?