દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ઝટકો
મહેસાણા સેશન્સ કોર્ટનો સજા ઉપર સ્ટે આપવાનો ઈન્કાર, ડેરીની ચૂંટણી લડવાની આશા પર પાણી

વિપુલ ચૌધરીએ કન્વિક્શન મોકૂફ રાખવા મહેસાણા સેશન્સ કોર્ટમાં કરી હતી અરજી

વિપુલ ચૌધરીએ કન્વિક્શન મોકૂફ રાખવા મહેસાણા સેશન્સ કોર્ટમાં કરી હતી અરજી
મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને મહેસાણા સેશન્સ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. વિપુલ ચૌધરી હવે આગામી સમયમાં યોજાનાર દૂધસાગર ડેરીની ચૂંટણી નહી લડી શકે. સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને 7 વર્ષની સજા ફટકારી હતી. આ સજા ઉપર સ્ટે મૂકવા માટે વિપુલ ચૌધરીએ સેશન્સ કોર્ટમાં કરેલી અરજી ફગાવી દેવામાં આવી છે. આ કેસના કારણે મહેસાણા સહિત ગુજરાતના દૂધિયા રાજકારણમાં ઉભરો આવ્યો છે.
મહેસાણાની દૂધસાગર ડેરીની આગામી સમયમાં ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં વર્તમાન ચેરમેન અશોક ચૌધરી સામે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની પેનલ વચ્ચે ચૂંટણી થનાર છે. દૂધસાગર ડેરીમાં સત્તા મેળવવા માટે વિપુલ ચૌધરીએ તેમજ સત્તા જાળવી રાખવા માટે અશોક ચૌધરીએ કમર કસી છે.
દૂધસાગર ડેરીની ચૂંટણી જાહેર થાય તે પહેલાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી માટે માઠાં સમાચાર મળી રહ્યા છે. તેઓ દૂધસાગર ડેરીના નિયામક મંડળની આગામી ચૂંટણી નહી લડી શકે. મહેસાણા સેશન્સ કોર્ટે વિપુલ ચૌધરીની સજા પર સ્ટે માટેની અરજી ફગાવી દીધી છે. સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને 7 વર્ષની સજા થઈ છે.
બે વર્ષથી વધુની સજા થઈ હોય તેવી વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં. તેથી વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીની ચૂંટણી લડવા માટે સજા ઉપર સ્ટે મૂકવા મહેસાણા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સાગરદાણ કેસમાં થયેલું કન્વિક્શન મોકૂફ રાખવા માટે તેમણે કરેલી અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. તેથી વિપુલ ચૌધરીની દૂધસાગર ડેરીના નિયામક મંડળની ચૂંટણી લડવાની મહેચ્છા ઉપર પાણી ફરી વળ્યું છે.
શું છે સાગરદાણ કૌભાંડનો મામલો?
મહેસાણાની દૂધસાગર ડેરીએ વર્ષ 2013માં 22.50 કરોડ રૂપિયાનું સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલાવ્યું હતું. જેના સંદર્ભે વર્ષ 2014માં વિપુલ ચૌધરી સહિત 22 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી હતી. પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી. આ કેસના 22 આરોપી પૈકી ત્રણ આરોપીના મૃત્યુ થયા હતા. જ્યારે 19 આરોપીઓ પૈકી 15 આરોપીઓને દોષિત ઠેરવી કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી. વિપુલ ચૌધરી, પૂર્વ MD નિશિથ બક્ષી, પૂર્વ એક્ઝિ. ડિરેક્ટર પી.આર.પટેલ, પૂર્વ એકાઉન્ટ હેડ રશ્મિકાંત મોદી, પૂર્વ વાઇસ ચેરમેન જલાબેન રબારી સહિત 15 આરોપીને સજા ફટકારી હતી.
શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને પણ સમન્સ ઈસ્યુ થયા હતા
સાગરદાણ કૌભાંડમાં વિપુલ ચૌધરી સામે મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ ઈસ્યુ કરાયા હતા. શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાએ વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા. વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રને સાગરદાણ મોકલ્યું. તે અરસામાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ ભલામણ પત્ર લખ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!