વિસાવદર બેઠકના AAPના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા સામે 21 ફોજદારી કેસ
ગોપાલ ઈટાલિયા પાસે એકપણ કાર નથીઃ માત્ર 30 હજારની કિંમતનું બાઈક હોવાનું સોગંદનામુ

ઉમેદવારી પત્ર ભરાયા બાદ ગોપાલ ઈટાલિયાની મિલકત અને ગુનાની વિગતો સામે આવી

ઉમેદવારી પત્ર ભરાયા બાદ ગોપાલ ઈટાલિયાની મિલકત અને ગુનાની વિગતો સામે આવી
વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાએ શનિવારે ફોર્મ ભર્યુ હતુ. ઉમેદવારી નોંધાવ્યા બાદ ગોપાલ ઈટાલિયાની મિલકતો અને ગુનાની વિગતો સામે આવી છે. ગોપાલ ઈટાલિયાએ ચૂંટણી પંચ સમક્ષ કરેલા સોગંદનામા મુજબ તેમની પાસે એકપણ કાર નથી. માત્ર રૂપિયા 30 હજારની કિંમતનું બાઈક છે. જ્યારે 21 જેટલા ફોજદારી ગુના તેમની સામે નોંધાયા હોવાનું સોગંદનામુ કર્યુ છે.
જૂનાગઢની વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ટેકેદારો સાથે પ્રાંત કચેરીએ ફોર્મ ભર્યું હતુ. સરદાર ચોક ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ મુખ્યમંત્રી આતિષી, ધારાસભ્ય ચૈતર વસાવા, સુધીર વાઘાણી, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં રેલી યોજી ફોર્મ ભર્યુ હતુ.
ગોપાલ ઈટાલિયાએ ઉમેદવારી નોંધાવ્યા બાદ મિલકતોની માહિતી સામે આવી છે. ગોપાલ ઈટાલિયાએ પોતાની 14.18 લાખની મિલકત જાહેર કરી છે. જેમાં તેમની પાસે એક બાઈક, સોનું સહિતની સંપત્તિ છે. આ ઉપરાંત તેમની સામે અલગ-અલગ 21 ફોજદારી કેસ થયા હોવાનું સોગંદનામુ કર્યુ છે. આ કેસમાંથી એકપણ ગુનામાં દોષિત ઠર્યા નહી હોવાનું જણાવ્યુ છે.
બદનક્ષીના બે, ધાર્મિક લાગણીના બે, જાહેરનામાના આઠ, પેપર લીક કાંડના વિરોધમાં ભાજપના પ્રદેશ કાર્યાલયે ગેરકાયદે મંડળી રચી ટોળું કરી એક સંપ થઈ ગુનો કર્યો, ચેપ્ટર કેસ, સરકારી અનાજ કૌભાંડ ખુલ્લું પાડવા બાબતે ફરજમાં રૂકાવટ, ધમકી આપવી, પરવાના વગર હથિયાર જેવું સાધન વાપર્યુ હોય તેવો વિડીયો બનાવી વાયરલ થયેલ, પોલીસ બંદોબસ્ત માટે ઉશ્કેરણી, ગેરકાયદે પ્રવેશ ફરજ રૂકાવટ, ખોટી ઓળખાણ આપવી સહિતના ગુના તેમની સામે નોંધાયેલા છે.
ગોપાલ ઈટાલિયાએ ઉમેદવારી ફોર્મમાં દર્શાવેલી માહિતીમાં રસપ્રદ વિગત સામે આવી છે કે, તેમની પાસે એકપણ કાર નથી. માત્ર 30 હજારની કિંમતનું એક બાઈક છે. આ ઉપરાંત જમીન કે મકાન નહી હોવાનું સોગંદનામામાં દર્શાવ્યુ છે.
વર્ષ 2022માં ગોપાલ ઇટાલિયા પાસે 5 લાખ રૂપિયા હતા
ગોપાલ ઇટાલિયા વર્ષ 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તે સમયે તેમણે રજૂ કરેલા સોગંદનામામાં તેમની પાસે ફક્ત 5 લાખ રૂપિયા હોવાની ચૂંટણી પંચને માહિતી આપી હતી. જ્યારે તેમની સામે અપશબ્દોનો ઉપયોગ, હવામાં ગોળીબાર વગેરે જેવા અંદાજે 17 કેસ નોંધાયેલા હોવાની કબૂલાત કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.