"BJPમાં છે મોટા પપ્પા, ફરિયાદ લેતી નથી પોલીસ!"
'મોટા પપ્પા BJPમાં છે એટલે પોલીસ ફરિયાદ નહીં લે': ક્રિસ્ટીના પટેલનો વિડીયો વાયરલ
ક્રિસ્ટીના પટેલનો વિડીયો વાયરલ
ક્રિસ્ટીના પટેલનો વિડીયો વાયરલ
મોટા પપ્પા BJPમાં છે, એટલે પોલીસ ફરિયાદ નથી લેતી': પાટીદાર દીકરીએ રડતા રડતા સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી વ્યથા
મૂળ રાજકોટની અને હાલ મુંબઈમાં રહેતી ડિજિટલ ક્રિએટર ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરીને રાજકોટમાં રહેતી તેની વિધવા માતાને ન્યાય અપાવવા માટે અપીલ કરી છે. તેણે રડતા રડતા જણાવ્યું કે તેના પરિવારજનો દ્વારા તેની માતાને સતત હેરાન કરવામાં આવી રહી છે અને તેના કાકા ભાજપના આગેવાન હોવાથી પોલીસ ફરિયાદ લેતી નથી.
શું છે સમગ્ર મામલો? ક્રિસ્ટીનાની માતા અંજુબેન પરેશભાઈ અમૃતિયાએ રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરીને તેમના દિયર અને ભત્રીજા સહિતના પરિવારજનો પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ અરજીમાં આનંદ દિનેશ અમૃતિયા, દિનેશ અમૃતભાઈ અમૃતિયા, બિપિન અમૃતિયા અને અશોક અમૃતિયાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ક્રિસ્ટીનાના આક્ષેપો ક્રિસ્ટીનાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં જણાવ્યું કે તેના પિતાના અવસાન બાદ તેમના પરિવારજનોએ તેમની બધી મિલકત પચાવી પાડી છે. આટલું જ નહીં, તેના મોટા પપ્પા બિપિન અમૃતિયા અને અન્ય સભ્યોએ તેની માતા પર હુમલો પણ કર્યો હતો. તેણે જણાવ્યું કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ છે, પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી.

રાજકીય દબાણનો આરોપ ક્રિસ્ટીનાનો મુખ્ય આક્ષેપ છે કે તેના મોટા પપ્પા ભાજપમાં હોવાના કારણે પોલીસ તેમની ફરિયાદ નોંધતી નથી. તેણે સવાલ ઉઠાવતા કહ્યું કે, "રાજકારણમાં હોય તો શું કોઈનો જીવ પણ લઈ શકો છો?" તેણે વધુમાં જણાવ્યું કે તેના પિતાનું અચાનક અવસાન થયું હોવાથી તેને હવે શંકા છે કે તેમની હત્યા કરવામાં આવી હશે. તેણે ગુજરાત પોલીસને વિનંતી કરી છે કે તેની માતાની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.
આ કિસ્સાએ પાટીદાર સમાજમાં પણ ચર્ચા જગાવી છે, કારણ કે એક તરફ સમાજ બહેન-દીકરીઓની સુરક્ષા માટે સંમેલનો યોજી રહ્યો છે, ત્યારે બીજી તરફ આ જ સમાજની એક મહિલા પોતાના ન્યાય માટે સંઘર્ષ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?