ગુજરાતમાં 'વિશ્વ સિંહ દિવસ'ની ઉજવણી
આજે 'વિશ્વ સિંહ દિવસ', ગુજરાતના ૧૧ જિલ્લાઓમાં ઉજવણી
વિશ્વ સિંહ દિવસ
વિશ્વ સિંહ દિવસ
વિશ્વભરમાં દર વર્ષે ૧૦ ઓગસ્ટના રોજ 'વિશ્વ સિંહ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાતમાં આ દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક થઈ રહી છે. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આ પ્રસંગે પોરબંદરના બરડા ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
સિંહ સંરક્ષણ માટે જાગૃતિ
વન વિભાગે જણાવ્યું કે, આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય 'જંગલના રાજા સિંહ' પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો અને તેમના સંવર્ધન-સંરક્ષણ માટે પ્રયાસો કરવાનો છે. સમગ્ર દેશમાં એશિયાઈ સિંહ એકમાત્ર ગુજરાતમાં જ જોવા મળે છે, જે રાજ્ય માટે ગૌરવની વાત છે. આ સિંહો સૌરાષ્ટ્ર વિસ્તારના આશરે ૧૧ જિલ્લાઓમાં કુદરતી વાતાવરણમાં મુક્ત રીતે વિહરે છે.
૧૧ જિલ્લાઓમાં ઉજવણી અને ગુજરાતની સિદ્ધિ
વન વિભાગના ઉપક્રમે, સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓ - જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ - માં પણ 'વિશ્વ સિંહ દિવસ'ની ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વન વિભાગે સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે.
વર્ષ ૨૦૧૩થી શરૂ થયેલી 'વિશ્વ સિંહ દિવસ'ની ઉજવણીને ગુજરાતમાં અનેક રેકોર્ડ્સ મળ્યા છે, જેમાં ૨૦૧૬માં વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા, ૨૦૧૭માં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ, ૨૦૧૯માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, અને ૨૦૨૨માં ફરીથી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે, જે સિંહ સંરક્ષણ પ્રત્યે ગુજરાતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ગોળીબાર બાદ થયું કંઈક એવું કે આખું શહેર હચમચી ગયું!

ચીનના ‘શેડો ટ્રાન્સશિપમેન્ટ નેટવર્ક’માં ભારત સહિત 40થી વધુ દેશોના નામ

17 વર્ષીય અર્જુન અરવિંદ પર માતા-ભાઈની હત્યાનો આરોપ, ChatGPT સર્ચ હિસ્ટ્રીએ ખળભળાટ મચાવ્યો