જેની ધમકી આપી એ જ ફરી ગયું, સિંધુ જળ સંધિ મામલે વિશ્વ બેંકનો પાકિસ્તાનને ઠેંગો...
પહેલગામ હુમલાના પગલે ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી છે, જેનાથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો...

જેના નામ પર રોતું હતું, એણે જ આંખ આડા કાન કર્યા...

જેના નામ પર રોતું હતું, એણે જ આંખ આડા કાન કર્યા...
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 202૫ના રોજ થયેલા આતંકવાદી હુમલાના તાત્કાલિક પ્રતિભાવરૂપે ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે. આ પગલાથી પાડોશી દેશમાં ખળભળાટ મચી ગયો છે અને તે આને યુદ્ધની સ્થિતિ ગણાવીને વિશ્વ બેંકમાં ફરિયાદ કરવાની વાત કરી રહ્યો છે. આ મામલે વિશ્વ બેંકે પણ પ્રતિક્રિયા આપી છે.
ન્યૂઝ એજન્સી અનુસાર, વિશ્વ બેંકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિશ્વ બેંક મર્યાદિત નિર્ધારિત કાર્યો માટે સંધિ પર હસ્તાક્ષર કરનાર છે અને અમે સંધિના સભ્ય દેશો દ્વારા લેવામાં આવેલા સંધિ સંબંધિત સાર્વભૌમ નિર્ણયો પર કોઈ અભિપ્રાય આપતા નથી.
હવે ભારત સંધિનું પાલન કરવા માટે બંધાયેલું નથી...
આ સંધિ સ્થગિત થયા બાદ દેશના લોકોના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, આનાથી પાકિસ્તાનને કેટલું નુકસાન થશે. બંને દેશો વચ્ચે સિંધુ જળ સંધિનો અર્થ શું છે અને પાકિસ્તાનને કેટલું નુકસાન સહન કરવું પડશે. આ અંગે ન્યૂઝ એજન્સીએ કેન્દ્રીય જળ આયોગના પૂર્વ પ્રમુખ કુશવિંદર વોહરા સાથે વાતચીત કરી. તેમણે જણાવ્યું હતું કે, સિંધુ જળ સંધિ સ્થગિત થયા બાદ અમે પાડોશી દેશ પાકિસ્તાનને માહિતી આપવા માટે બંધાયેલા નથી.
તેમણે ઉમેર્યું હતું કે, સિંધુ જળ સંધિ હેઠળ અત્યાર સુધી અમે કેટલીક બાબતોને લઈને બંધાયેલા હતા, પરંતુ આપણે સૌ પ્રથમ એ જાણવું પણ જરૂરી છે કે આ સંધિ હેઠળ કઈ કઈ નદીઓ છે. તેમણે જણાવ્યું કે, આ સંધિમાં છ નદીઓનો સમાવેશ થાય છે. રાવી, બિયાસ અને સતલજનું સંપૂર્ણ પાણી ભારત માટે છે. આ ઉપરાંત સિંધુ, જેલમ અને ચિનાબનું મોટાભાગનું પાણી પાકિસ્તાન માટે છે.
પાકિસ્તાનને કેટલું નુકસાન થશે?
તેમણે જણાવ્યું કે 1960 માં આ સંધિ થઈ હતી, જેમાં કેટલીક મર્યાદાઓ હતી, પરંતુ સંધિ સ્થગિત થયા બાદ હવે કોઈ બંધન નથી. હવે ડેટા શેર કરવાની જરૂર નહીં રહે. ભારત-પાક કમિશન વચ્ચે બેઠક નહીં થાય. આ ઉપરાંત પાકિસ્તાનથી પણ લોકો અહીં ચાલી રહેલા પ્રોજેક્ટ જોવા આવતા હતા, હવે તેની પણ કોઈ જરૂર રહેશે નહીં.
તેમણે વધુમાં કહ્યું કે, અમે જે પ્રોજેક્ટ બનાવતા હતા તેની માહિતી પણ તેમને આપવી પડતી હતી. પાકિસ્તાન હંમેશાની જેમ અમારા પ્રોજેક્ટમાં ખામીઓ કાઢતું હતું, પરંતુ હવે તે માહિતી આપવાની જરૂર નહીં રહે. ચોમાસા દરમિયાન ભારત સિંધુ નદી પ્રણાલીમાં પૂરની સ્થિતિ અંગે પાકિસ્તાનને કોઈ અપડેટ આપશે નહીં. મને લાગે છે કે, જ્યાં સુધી આ સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે ત્યાં સુધી પાકિસ્તાનને મુશ્કેલી પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?