આતંકી ઘટનાઓ સાથે ટ્રમ્પને પડકાર, જગત જમાદાર દંડો ઉછાળશે..?
ટ્રમ્પની શપથવિધી પહેલા જ આ ઘટનાઓ ભવિષ્યની નવાજૂની સુચવે છે. આ કાર્યકાળ ટ્રમ્પ માટે અઘરો રહેવાનો છે તે વાત નક્કી છે.

આતંકી ઘટનાઓ સાથે ટ્રમ્પને પડકાર, જગત જમાદાર દંડો ઉછાળશે..?

આતંકી ઘટનાઓ સાથે ટ્રમ્પને પડકાર, જગત જમાદાર દંડો ઉછાળશે..?
હાકોટા પડકારા કરતા ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીત્યા પછી પણ આમ કરી દઇશ, તેમ કરી દઇશ તેમ બોલી બોલીને વિશ્વનું ટેંશન વધારી રહ્યા છે પણ વીતેલા 24 કલાકમાં અમેરિકામાં જે બનાવો બન્યા તે જોતાં ટ્રમ્પ પણ ટેંશનમાં આવી ગયા હશે. 20 જાન્યુઆરીએ ટ્રમ્પ શપથ લે તે પહેલાં જ આતંકવાદીઓએ ટ્રમ્પને પરચો આપવાનું શરુ કર્યું છે ત્યારે જગત જમાદારનો દંડો શું કરશે તેની પર આખી દુનિયાની નજર છે.
લોકો નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હતાત્યારે ન્યુ ઓર્લિયન્સની સ્ટ્રીટ પર વહેલી સવારે 3 વાગે એક ટ્રક આવે છે અને તે લોકોને કચડી નાખે છે. હુમલાખોર એટલે ઝનૂની હતો કે તેણે લોકોને કચડ્યા બાદ મશીનગનથી અંધાધૂંધ ગોળીબાર પણ કરી દીધો. તપાસમાં બહાર આવ્યું કે હુમલાખોર જબ્બાર 13 વર્ષ અમેરિકાની સેનામાં હતો અને તેને ફરજ દરમિયાન અફઘાનિસ્તાન મોકલવવામાં આવ્યો હતો તેવું પણ તપાસમાં ખુલ્યું છે. એવું તો શું થયું કે દેશ માટે સેનામાં જોડાનારે આખરે આ કૃત્ય કરીને દેશ વિરોધી બની ગયો તે સવાલ સૌના મનમાં છે. જે ટ્રક દ્વારા તેણે લોકોને કચડ્યા તેમાંથી આઇએસઆઇએસનો ઝંડો મળ્યો જેનો બતલબ તમે સમજી શકો છો.
ત્યારબાદ લાસવેગાસમાં ટ્રમ્પની હોટલની બહાર ટેસ્લાની કારમાં વિસ્ફોટ થયો. અમેરિકાની ચૂંટણીમાં મસ્ક બહું સક્રિય હતા અને ટ્રમ્પના બહુ મોટા સમર્થક પણ છે ત્યારે વિસ્ફોટમાં ટેસ્લાની કારનો ઉપયોગ થયો એ પણ કંઇક સૂચવે છે. હજું તો આ સમાચાર આવ્યા જ હતા ત્યાં બીજા સમાચાર આવ્યા કે ન્યૂયોર્કની નાઇટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર થયો છે. ત્રણેય ઘટનાઓમાં 26 લોકોના મોત થયા
ટ્રમ્પની શપથવિધી પહેલા જ આ ઘટનાઓ ભવિષ્યની નવાજૂની સુચવે છે. આ કાર્યકાળ ટ્રમ્પ માટે અઘરો રહેવાનો છે તે વાત નક્કી છે. ટ્રમ્પ આતંકવાદને અટકાવવા શું કરશે તેની પર દુનિયાની નજર છે. એક વાત તો ચોક્કસ છે કે અમેરિકા પર જે વીતશે તે સમગ્ર વિશ્વને સહન કરવું પડશે. જગતનો જમાદાર દંડો ઉછાળશે તે નક્કી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?