ઉત્તર કોરિયામાં ધર્મ પાળવા બદલ કેમ મળે છે મોત?
જાણો કેમ કિમ જોંગ ઉનના દેશમાં ભગવાનની પ્રાર્થના કરવી ગુનો છે અને કેવી મળે છે ભયાનક સજા

કોરિયામાં ધર્મ પર પ્રતિબંધ

કોરિયામાં ધર્મ પર પ્રતિબંધ
ઉત્તર કોરિયામાં ધર્મ પાળવો કેમ છે મોટો ગુનો?
દુનિયાના મોટાભાગના દેશોમાં ધાર્મિક આસ્થા અને પ્રાર્થનાના સ્થળોને સંસ્કૃતિના પતીક ગણવામાં આવે છે, પરંતુ ઉત્તર કોરિયામાં સ્થિતિ તેનાથી તદ્દન વિપરીત છે. આ એક એવો દેશ છે જ્યાં કોઈ પણ ધર્મનું પાલન કરવું એ કાયદેસરનો ગુનો માનવામાં આવે છે. ઉત્તર કોરિયા સત્તાવાર રીતે એક નાસ્તિક દેશ છે અને અહીં કોઈ પણ પ્રકારના મંદિર, મસ્જિદ કે ચર્ચને સ્થાન નથી.
ધર્મ પર પ્રતિબંધ પાછળનું મુખ્ય કારણ :
ઉત્તર કોરિયાની સરકારની વિચારધારા મુજબ ધર્મ એ લોકોની વફાદારીને વિભાજિત કરતું માધ્યમ છે. શાસકોનું માનવું છે કે જો નાગરિકો કોઈ અદ્રશ્ય શક્તિ કે ભગવાનમાં માનવા લાગશે, તો તેમની શાસક પ્રત્યેની નિષ્ઠા ડગી જશે. બાળપણથી જ બાળકોને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તેઓ ધર્મને વિદેશી ખ્યાલ અને ભ્રમિત કરનારું સાધન માને.
ધાર્મિક આસ્થા બદલ ભયાનક સજા :
અહીં ધાર્મિક માન્યતા રાખવી એ રાજ્ય વિરોધી ગુનો ગણાય છે. જો કોઈ નાગરિક પાસે બાઈબલ, કુરાન કે અન્ય ધાર્મિક પુસ્તક મળી આવે અથવા તે ગુપ્ત રીતે પ્રાર્થના કરતા પકડાય, તો તેને અત્યંત કઠોર સજા કરવામાં આવે છે. આવા લોકોને જેલવાસ, અમાનવીય મજૂરી કેમ્પમાં મોકલવા અથવા ગંભીર કિસ્સાઓમાં જાહેરમાં ફાંસીની સજા પણ આપવામાં આવે છે.
દુનિયાને બતાવવા માટેનો ડોળ :
રાજધાની પ્યોંગયાંગમાં થોડાક ચર્ચ કે મંદિરો દેખાય છે, પરંતુ માનવાધિકાર સંગઠનો તેને માત્ર દેખાડો માને છે. વિદેશી પ્રવાસીઓ સામે ધાર્મિક સ્વતંત્રતાનો ડોળ કરવા માટે આ સ્થળો રખાયા છે, જ્યાં સામાન્ય નાગરિકોને જવાની સદંતર મનાઈ છે.
કિમ પરિવારની પૂજા જ સર્વોપરી :
ઉત્તર કોરિયામાં ધર્મના સ્થાને માત્ર શાસક કિમ પરિવારની જ ભક્તિ કરવી ફરજિયાત છે. વર્તમાન નેતા કિમ જોંગ-ઉન અને તેમના પૂર્વજો પ્રત્યે વફાદારી દર્શાવવી એ દરેક નાગરિકની પ્રાથમિક ફરજ છે. ઘરોમાં પણ ભગવાનની તસવીરના બદલે આ શાસકોના ફોટા રાખવા અનિવાર્ય છે. સખત જાસૂસી નેટવર્કને કારણે લોકો પોતાના ઘરમાં પણ છૂપી રીતે પ્રાર્થના કરતા ડરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?