કોણ છે સુશીલા કાર્કી? જેને કર્યા Gen Z એ પસંદ
નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ, Gen-Z દ્વારા દેશના વચગાળાના વડાપ્રધાન તરીકે પસંદગી
સુશીલા કાર્કી
સુશીલા કાર્કી
નેપાળના ઇતિહાસમાં 1960થી 1990 નો સમયગાળો 'પંચાયત શાસન' તરીકે ઓળખાય છે, જ્યારે રાજકીય પક્ષો પર પ્રતિબંધ મૂકીને રાજાનું શાસન સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન ઘણા નેપાળી હસ્તીઓએ જેલમાં સમય પસાર કરવો પડ્યો હતો.જેમાં સુશીલા કાર્કી પણ સામેલ હતા. Gen Z એ તાજેતરમાં લોકશાહીને ફરીથી સ્થાપિત કરવા અને નવી ચૂંટણીઓ કરાવવાની જવાબદારી 73 વર્ષીય સુશીલા કાર્કીને સોંપી છે. કાર્કીને વચગાળાના વડાપ્રધાન તરીકે પસંદ કરવા પાછળ તેમનો ન્યાયિક અને રાજકીય ઈતિહાસ મુખ્ય કારણ છે.
સુશીલા કાર્કીને Gen Zનું સમર્થન
સપ્ટેમ્બર 2025માં નેપાળમાં હિંસા ફાટી નીકળી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને નવી સરકારની રચનાની જરૂરિયાત ઊભી થઈ છે. Gen Z દ્વારા આંદોલનની આગેવાની લેવામાં આવી છે અને તેઓ માને છે કે, શાંતિપૂર્ણ લોકશાહી પુનઃ સ્થાપિત કરવા માટે સુશીલા કાર્કી યોગ્ય વ્યક્તિ છે. નેપાળી Gen Z દ્વારા તેમને આપવામાં આવેલા આ સમર્થન અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેઓ નેપાળના ભવિષ્યને આકાર આપી રહ્યા છે.
વકીલાતથી મુખ્ય ન્યાયાધીશ સુધીની સફર
સુશીલા કાર્કીએ 1978માં ત્રિભુવન યુનિવર્સિટી, નેપાળમાંથી કાયદાની ડિગ્રી મેળવી અને 1979 માં વકીલાત શરૂ કરી. તે પહેલાં, તેમણે 1975માં વારાણસીની BHUમાંથી રાજકીય વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી પણ પ્રાપ્ત કરી હતી. BHU માં તેમનો અભ્યાસકાળ તેમના જીવનમાં એક મહત્વનો ભાગ ભજવે છે.

દબાણના કારણે આ પ્રસ્તાવ પાછો ખેંચ્યો
2016માં, તેઓ નેપાળના સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા, જે એક ઐતિહાસિક ઘટના હતી. મુખ્ય ન્યાયાધીશ તરીકે, તેમણે ઘણા કડક નિર્ણયો લીધા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ મજબૂત વલણ અપનાવ્યું. તેમણે 2012માં ભ્રષ્ટાચારના આરોપસર એક મંત્રીને જેલમાં મોકલ્યા હતા. જોકે, 2017માં તેમની સામે મહાભિયોગનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેમાં તેમના પર પક્ષપાત અને કાર્યકારી શક્તિઓમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ હતો. જોકે, જનતાના દબાણના કારણે આ પ્રસ્તાવ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
હાઇજેકર પતિ અને ભારત કનેક્શન
સુશીલા કાર્કીનું અંગત જીવન પણ નેપાળના રાજકીય ઇતિહાસ સાથે જોડાયેલું છે. તેમના પતિ દુર્ગા સુબેદી, જે તેમના ભૂતપૂર્વ શિક્ષક પણ હતા, નેપાળી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. 1973માં, તેમણે અને તેમના સાથીઓએ નેપાળ એરલાઇન્સના એક વિમાનનું અપહરણ કર્યું હતું અને તેને બિહારના ફારબીસગંજમાં ઉતાર્યું હતું.
40 લાખ રૂપિયા જીપી કોઇરાલાને સોંપ્યા
આ અપહરણનો હેતુ લોકશાહી સંઘર્ષ માટે ભંડોળ એકત્ર કરવાનો હતો, અને તેમાંથી મેળવેલા 40 લાખ રૂપિયા જીપી કોઇરાલાને સોંપવામાં આવ્યા હતા. દુર્ગા સુબેદી સાથે સુશીલા કાર્કીની મુલાકાત BHUમાં થઈ હતી અને તેઓ તેમના જીવનના દરેક સંકટમાં એક માર્ગદર્શક તરીકે રહ્યા છે. આ ઘટના સુશીલા કાર્કી અને ભારત વચ્ચેના ગાઢ સંબંધોને પણ દર્શાવે છે.
વચગાળાના વડાપ્રધાન તરીકેની ભૂમિકા
વચગાળાના વડાપ્રધાન તરીકેની જવાબદારી સ્વીકારતા પહેલા, સુશીલા કાર્કીએ એક હજાર સહીઓ સાથે લેખિત સમર્થનની માંગ કરી હતી, જેના જવાબમાં તેમને 2500થી વધુ સહીઓ મળી છે. કાઠમંડુના મેયર બાલેન શાહે પણ સોશિયલ મીડિયા પર તેમને સમર્થન આપ્યું છે. જોકે, તેમનો વડાપ્રધાન બનવાનો માર્ગ હજી લાંબો છે.

કાર્યમાં તેઓ કેટલા સફળ થાય છે તે જોવું રસપ્રદ
તેમને સૌપ્રથમ સેના પ્રમુખ જનરલ અશોક રાજ સિગડેલને મળવું પડશે અને પછી રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની મંજૂરી મેળવવી પડશે, ત્યારબાદ જ તેઓ વડાપ્રધાન પદના શપથ લઈ શકશે. વિશ્વની નજર હવે સુશીલા કાર્કી પર છે, જેમને નવી ચૂંટણીઓ કરાવવાની અને નેપાળમાં લોકશાહી પુનઃસ્થાપિત કરવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ કાર્યમાં તેઓ કેટલા સફળ થાય છે તે જોવું રસપ્રદ રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફઝલ શકુર ખાનને અજાણ્યા લોકો કથિત રીતે લઈ ગયા હોવાના અહેવાલ.

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.