જાફર એક્સપ્રેસમાં ખૌફ કેવો હતો..? બચીને આવેલો મુસાફર હજું પણ થથરે છે.
પાકિસ્તાન સેનાના પ્રવક્તાના દાવા વચ્ચે જાફર ટ્રેનના બંધકો પર હજુ પણ સસ્પેન્સ

પાકિસ્તાન સેનાના પ્રવક્તાના દાવા વચ્ચે જાફર ટ્રેનના બંધકો પર હજુ પણ સસ્પેન્સ

પાકિસ્તાન સેનાના પ્રવક્તાના દાવા વચ્ચે જાફર ટ્રેનના બંધકો પર હજુ પણ સસ્પેન્સ
તે દ્રશ્ય ખૂબ જ ભયાનક હતું... ચારે બાજુ બધે લાશો પડી હતી. અમને ખબર પણ નહોતી કે અમે બચીશું કે નહીં. જે કોઈ તેની સામે મોં ખોલતું તેને ગોળી મારી દેવામાં આવતી. બોગીઓની અંદર પણ મૃતદેહો પડેલા હતા. અલ્લાહની દયાથી અમે બચી શક્યા. આ એક એવો વ્યક્તિ બોલી રહ્યો છે જે કોઈક રીતે પોતાનો જીવ બચાવવામાં અને હાઇજેક થયેલી ટ્રેનમાંથી છટકી જવામાં સફળ રહ્યો હતો. આ વ્યક્તિએ પાકિસ્તાની મીડિયાને જણાવ્યું કે જ્યારે તેને બંધક બનાવવામાં આવ્યો ત્યારે ટ્રેનની અંદરની પરિસ્થિતિ ભયાનક હતી. બધે લોહી હતું. ટ્રેનનું અપહરણ કરનારા બળવાખોરો બાળકો અને પુખ્ત વયના લોકો વચ્ચે ભેદ પણ નહોતા રાખતા. આ પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે કે ટ્રેનની અંદર મોટી સંખ્યામાં મૃતદેહો હતા.
તેઓએ બાળકો અને વૃદ્ધોને પણ છોડ્યા નહીં, તેઓ ખુલ્લેઆમ બધાને મારી રહ્યા હતા...
પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે તેણે બલૂચિસ્તાન બળવાખોરોના ચુંગાલમાંથી તમામ બંધકોને છોડાવી લીધા છે. દરમિયાન, બલુચિસ્તાનના બળવાખોરોનું કહેવું છે કે તેમની પાસે હજુ પણ 150 થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. બંધકોને મુક્ત કરાવવા માટે પાકિસ્તાની સેનાનું આ ઓપરેશન 24 કલાકથી વધુ સમય સુધી ચાલ્યું. પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફે ટીવી ચેનલ 'દુનિયા ન્યૂઝ'ને જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ ઘટનાસ્થળે હાજર તમામ 33 લડવૈયાઓને ઠાર માર્યા હતા. બુધવારે સાંજે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લીધા બાદ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું.
પાકિસ્તાન સેનાના પ્રવક્તાના દાવા વચ્ચે જાફર ટ્રેનના બંધકો પર હજુ પણ સસ્પેન્સ છે. એક તરફ પાકિસ્તાન સેના કહી રહી છે કે બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. દરમિયાન, BLA દાવો કરે છે કે 154 થી વધુ પાકિસ્તાની નાગરિકો હજુ પણ તેમની કસ્ટડીમાં છે. તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાએ બંધકોને છોડાવવા માટે 16 વાર પ્રયાસ કર્યા હતા. આ દરમિયાન, તેમના 63 સૈનિકો ઘાયલ થયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?