ટ્રમ્પના અભિયાનને સ્વયંસેવકો બનાવી રહ્યા છે નિષ્ફળ, સાયરન વગાડીને કરે છે એલર્ટ
ઇમિગ્રેન્ટસને બચાવવા માટે હવે અમેરિકામાં સ્વૈચ્છીક ગૃપો બન્યા

ઇમિગ્રેન્ટસને બચાવવા માટે હવે અમેરિકામાં સ્વૈચ્છીક ગૃપો બન્યા

ઇમિગ્રેન્ટસને બચાવવા માટે હવે અમેરિકામાં સ્વૈચ્છીક ગૃપો બન્યા
ઇમિગ્રેન્ટસને બચાવવા માટે હવે અમેરિકામાં સ્વૈચ્છીક ગૃપો બન્યા છે. ગેરકાયદે વસાહતીના પકડવા જ્યારે પણ પોલીસ અને ઇમિગ્રેશન અધિકારીઓ આવે ત્યારે આ ગૃપો શરણાર્થીઓને મેગાફોનથી કે સાયરન વગાડીને ચેતવણી આપે છે તેવી ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
અમેરિકામાં રહેતા ગેરકાયદેસરના શરણાર્થીઓને શોધીને તેમના વતનમાં પરત મોકલવાનું અભિયાન અમેરિકા દ્વારા શરુ કરાયું છે. જો કે આ ઇમિગ્રેન્ટસને બચાવવા માટે પણ અમેરિકાના દરેક શહેરોમાં ખાસ ગૃપ બન્યા હોવાની માહિતી મળી રહી છે. દરેક શહેરોમાં આ ગૃપના સ્વયંકેસવકો ગેરકાયદેસરના શરણાર્થીઓને એલર્મેટ કરવા માટે મેગાફોનથી જાહેરાત કરતા હોવાનું અથવા ચેતવણી માટે સાયરન વગાડતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
અમેરિકન પોલીસ અને ઇમિગ્રેન્ટસ અધિકારીઓ જ્યારે પણ શરણાર્થીઓ જ્યાં રહેતા હોય ત્યાં જાય ત્યારે આવા ગૃપો શરણાર્થીઓને એલર્ટ કરી દે છે. દરેક નાના મોટા શહેરોમાં આવા ગૃપ બની ગયા હોવાનુ ધ્યાનમાં આવ્યું છે. આ પ્રકારના 60થી વધુ સંગઠનો ની છત્રછાયા હેઠળ સ્વયંસેવકો ઇમિગ્રેશન અધિકારીઓના અભિયાનને નિષ્ફળ બનાવી રહ્યા છે. આ ગૃપનું ધ્યેય એક જ છે કે ટ્રમ્પનું ઘરવાપસી કરાવાનું અભિયાન નિષ્ફળ જાય.આ અધિકારીઓ જ્યારે પણ શરણાર્થીઓના વિસ્તારમાં પ્રવેશે ત્યારે તેમની ગાડીઓને ઓળખીને સાયરન વગાડવામાં આવે છે અથવા તો મેગાફોનથી ચેતવણી આપવામાં આવે છે. જેથી અધિકારીઓને શરણાર્થીઓ મળતા નથી કારણ કે પળવારમાં તેઓ ત્યાંથી ગાયબ થઇ જાય છે.
આવા ગૃપો જીવલેણ પણ બની શકે છે તેવો અંદેશો ઇમિગ્રેશન અધિકારીઓને છે. ઇમિગ્રેશન અધિકારીઓ વોરંટ વગર કોઇના ઘરમાં પ્રવેશી શકતા નથી તેથી આવા ચેતવણીના સંદેશા મળતાં જ ગેરકાયદે શરણાર્થીઓ પોતપોતાના ઘરમાં ઘુસી જાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?