નેપાળમાં કેદીઓ જેલ તોડી ભાગ્યા, ગોળીબારમાં 2ના મોત
નેપાળમાં કેદીઓ જેલ તોડીને ભાગ્યા સેનાએ કર્યો ગોળીબાર, જેમાં 2 ભાગ્યા અને 10 ઈજાગ્રસ્ત
કેદીઓ જેલ તોડી ભાગ્યા
કેદીઓ જેલ તોડી ભાગ્યા
નેપાળમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ અને અસ્થિરતા વચ્ચે ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. રામેછાપ જિલ્લામાં 1 ઘટનામાં કેદીઓએ જેલ તોડી ભાગવાનો પ્રયાસ કર્યો. તેઓને રોકવા માટે નેપાળ સેનાએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં 2 કેદીઓના મોત થયા છે, જ્યારે અન્ય 10 લોકોને ઈજાઓ પહોંચી છે.
અનેક વિસ્તારોમાં હિંસક દેખાવ
આ ઘટના એ સમયે બની છે જ્યારે દેશભરમાં ‘Gen-Z રિવોલ્યુશન’ના નામે યુવા અને વિદ્યાર્થીઓના આગેવામાં વિગ્રહ ચાલી રહ્યો છે. દેશના અનેક વિસ્તારોમાં હિંસક દેખાવો થયા છે. ભીડે નેપાળની સંસદ, રાષ્ટ્રપતિના નિવાસ, સુપ્રીમ કોર્ટ તેમજ અનેક રાજકીય નેતાઓના ઘરોમાં તોડફોડ અને આગચંપી કરી છે.
ગોળીબાર ઘટના પછી વધુ રોષ
હિંસા પછી નેપાળમાં સેનાનું નિયંત્રણ લાવવામાં આવ્યું છે. આ ગોળીબાર ઘટના પછી લોકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે, દેશભરમાં પ્રજાસત્તાક મૂલ્યો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની માંગણી થઈ રહી છે.
15,000 કેદીઓ વિવિધ જેલમાંથી ભાગ્યા
જેલમાંથી ભાગેલા કેદીઓની સંખ્યા પણ ચોંકાવનારી છે. છેલ્લાં 2-3 દિવસમાં આશરે 15,000 કેદીઓ નેપાળના વિવિધ જેલમાંથી ભાગી ચૂક્યા છે. એમાંથી કાઠમંડુ જેલમાંથી ભાગેલા એક બાંગ્લાદેશી નાગરિક મોહમ્મદ અબુલ હસન ઢાલીને ભારતીય સરહદે SSB દ્વારા બિહાર-નેપાળ બોર્ડર પરથી પકડી લેવાયો છે. આ વ્યક્તિ ચોરીના કેસમાં 5 વર્ષથી નેપાળની જેલમાં કેદ હતો.
સરહદે પેટ્રોલિંગ વધાર્યું
SSBની 47મી બટાલિયને આ કેદીને બિહારના રક્સૌલ વિસ્તારમાં પકડી પાડ્યો હતો. કમાન્ડન્ટ સંજય પાંડે મુજબ, નેપાળમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરહદે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરના પ્રતિબંધ
આંદોલનકારીઓ સરકારે મૂકેલા 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરના પ્રતિબંધથી ગુસ્સામાં છે. લોકોના જણાવ્યા મુજબ, આ પ્રતિબંધ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો હુમલો છે. હાલના તણાવને કારણે નેપાળની સેના મંત્રીઓને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થળે લઈ જઈ રહી છે. કેટલાક ટોચના નેતાઓ પર હુમલાની પણ ઘટનાઓ સામે આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફઝલ શકુર ખાનને અજાણ્યા લોકો કથિત રીતે લઈ ગયા હોવાના અહેવાલ.

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.