વૈભવ સૂર્યવંશીએ સાઉથ આફ્રિકા સામે ફટકારી સદી
14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ તોડ્યો અહમદ શેહઝાદનો રેકોર્ડ, સાઉથ આફ્રિકા સામે ફટકારી સદી

વૈભવ સૂર્યવંશી

વૈભવ સૂર્યવંશી
ભારતીય અંડર-19 ટીમના 14 વર્ષીય કેપ્ટન વૈભવ સૂર્યવંશીએ દક્ષિણ આફ્રિકા સામેની અંતિમ યુથ વનડેમાં શાનદાર સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. બેનોનીમાં રમાયેલી આ મેચમાં ભારતીય યુવા ખેલાડીઓએ દક્ષિણ આફ્રિકાના બોલરોની લય બગાડી નાખી હતી. વૈભવ અને એરોન જૉર્જની જોડીએ પ્રથમ વિકેટ માટે 227 રનની મજબૂત ભાગીદારી કરીને ભારતને વિશાળ સ્કોર તરફ આગળ વધાર્યું હતું.
વિશ્વ વિક્રમોની વણઝાર :
વૈભવ સૂર્યવંશીએ માત્ર 63 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેની આ આક્રમક ઇનિંગમાં 10 ગગનચુંબી છગ્ગા અને 9 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેણે કુલ 74 બોલમાં 127 રન બનાવીને વિશ્વ ક્રિકેટમાં પોતાની ધાક જમાવી છે. આ સદી સાથે જ વૈભવ પાંચ અલગ-અલગ દેશોમાં સદી ફટકારનાર વિશ્વનો સૌથી નાની ઉંમરનો બેટ્સમેન બની ગયો છે. અગાઉ તે ભારત, યુએઈ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં પણ સદી ફટકારી ચૂક્યો છે.
પાકિસ્તાની ખેલાડીનો રેકોર્ડ તોડ્યો :
માત્ર 14 વર્ષની ઉંમરે ટીમની કપ્તાની કરી રહેલા વૈભવે યુથ વનડે ક્રિકેટમાં સૌથી નાની ઉંમરના કેપ્ટન બનવાનો વિશ્વ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. આ બાબતે તેણે પાકિસ્તાનના અહમદ શેહઝાદનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે 15 વર્ષની ઉંમરે કપ્તાની કરી હતી. વૈભવની સાથે બીજા ઓપનર એરોન જૉર્જે પણ 118 રનની શાનદાર પારી રમીને કેપ્ટનને પૂરો સાથ આપ્યો હતો.
ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત :
વૈભવની આ ઇનિંગે સાબિત કરી દીધું છે કે ભારતીય યુથ ક્રિકેટમાં ટેલેન્ટની કોઈ કમી નથી. આખી શ્રેણી દરમિયાન વૈભવનો સ્ટ્રાઈક રેટ અને શોટ સિલેક્શન ક્રિકેટ નિષ્ણાતો માટે ચર્ચાનો વિષય બન્યા છે. બીજી વનડેમાં પણ તેણે માત્ર 24 બોલમાં 68 રન ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા. બીસીસીઆઈનો તેને કેપ્ટન બનાવવાનો નિર્ણય સચોટ સાબિત થયો છે.

ગોળીબાર બાદ થયું કંઈક એવું કે આખું શહેર હચમચી ગયું!

ચીનના ‘શેડો ટ્રાન્સશિપમેન્ટ નેટવર્ક’માં ભારત સહિત 40થી વધુ દેશોના નામ

17 વર્ષીય અર્જુન અરવિંદ પર માતા-ભાઈની હત્યાનો આરોપ, ChatGPT સર્ચ હિસ્ટ્રીએ ખળભળાટ મચાવ્યો