India Pakistan War વચ્ચે અમેરિકાનું મોટું નિવેદન આવ્યું સામે, જાણો વિદેશ મંત્રીના પ્રવક્તાએ શું કહ્યું...
અમેરિકાએ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અંગે પ્રતિક્રિયા આપી છે...

અમેરિકાની કડક ચેતવણી, પાકિસ્તાન આતંકવાદ છોડે

અમેરિકાની કડક ચેતવણી, પાકિસ્તાન આતંકવાદ છોડે
India Pakistan War : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાને ગુરુવારે રાત્રે ભારત પર અનેક મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો, જો કે ભારતે તેના તમામ ડ્રોન અને મિસાઇલોને તોડી પાડ્યા હતા. હવે આ ભારત-પાક વચ્ચેના તણાવ પર અમેરિકાનું પણ નિવેદન આવ્યું છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા ટેમી બ્રુસે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને આડે હાથ લીધું છે.
તાત્કાલિક તણાવ ઘટાડવાની માંગ...
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, "આજે સવારે વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાનના PM શહેબાઝ શરીફ અને ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે વાત કરી હતી. બંને વાતચીતમાં વિદેશ મંત્રીએ તાત્કાલિક તણાવ ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને હિંસા ખતમ કરવા હાકલ કરી હતી. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત માટે અમેરિકાનું સમર્થન વ્યક્ત કર્યું હતું અને સંચાર સુધારવાના સતત પ્રયાસોને પ્રોત્સાહિત કર્યા હતા."
પાકિસ્તાન પર નિશાન...
'શું અમેરિકા અને ભારતનો એ દ્રષ્ટિકોણ છે કે પાકિસ્તાન આતંકવાદી જૂથોને સમર્થન આપી રહ્યું છે?' આ સવાલના જવાબમાં અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, "આજના વિશ્વમાં આ એક એવી વાત છે જે અમે દાયકાઓથી કહી રહ્યા છીએ. આ એ ગતિશીલતા છે જે અમે મધ્ય પૂર્વમાં જીવનને અસ્તવ્યસ્ત કરતી જોઈ છે અને સ્પષ્ટપણે કાશ્મીરમાં જે થયું તે ભયાનક છે અને અમે બધાએ અમારી સંવેદનાઓ મોકલી છે. દુનિયાએ તે પ્રકારની હિંસાના સ્વરૂપને નકારી કાઢ્યું છે..."
અમેરિકા ઈચ્છે છે તણાવ ન વધે...
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, "વિદેશ મંત્રી રુબિયોનું મુખ્ય ધ્યાન એ વાત પર છે કે આ તણાવ વધુ ન વધે. આ દાયકાઓથી એક મુદ્દો રહ્યો છે અને આતંકવાદી હુમલા બાદ છેલ્લા કેટલાક અઠવાડિયામાં અમે જે જોયું છે, તેનાથી તે વધુ નિરાશાજનક છે. આ વધુ ન વધે અને વાતચીત થવી જોઈએ, મૌન ન હોવું જોઈએ અને છેલ્લા બે દિવસમાં બંને દેશોના વિવિધ નેતાઓ સાથેની વાતચીતમાં અમેરિકા આ મુદ્દા પર કેન્દ્રિત રહ્યું છે."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?