કેનેડામાં બે ભારતીય યુવકોના મોતઃ એકને ગોળી મારી, બીજાનું તળાવમાં ડૂબી જતાં મોત
એડમોન્ટનમાં પંજાબના 40 વર્ષના ઈન્દ્રપાલસિંહ નામના યુવકની ગોળી મારી હત્યા કરાઈ

હરિયાણાના 23 વર્ષિય સાહિલનો ટોરેન્ટોના તળાવમાંથી શંકાસ્પદ રીતે મૃતદેહ મળ્યો હતો

હરિયાણાના 23 વર્ષિય સાહિલનો ટોરેન્ટોના તળાવમાંથી શંકાસ્પદ રીતે મૃતદેહ મળ્યો હતો
વિદેશમાં સ્થાયી થઈને કારકિર્દી બનાવવા જતાં ભારતીય યુવકોના સપનાં રોળાઈ રહ્યા હોય તેવી ઘટનાઓ બહાર આવી રહી છે. કેનેડામાં વધુ બે ભારતીય યુવકોના મોત થયા છે. પંજાબના એક યુવકની તેના ઘરની બહાર ચાર ગોળીઓ મારી હત્યા કરી દેવામાં આવી છે. જ્યારે એક યુવકનું શંકાસ્પદ રીતે ટોરેન્ટોના તળાવમાં ડૂબી જતાં મોત થયુ છે.
કેનેડામાં એક સપ્તાહમાં જ બે ભારતીય યુવકોના મોતની ઘટના સામે આવી છે. કેનેડાના એડમોન્ટનમાં રહેતાં પંજાબના 40 વર્ષિય ઈન્દ્રપાલસિંહની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. ઈન્દ્રપાલસિંહ લુધિયાણા જિલ્લાના જંડ ગામના રહેવાસી હતા. તે કેનેડામાં ઉબર ટેક્સી ચલાવતો હતો. સવારે ઘરની બહાર પોતાની ટેક્સી પાર્ક કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક એક વ્યક્તિએ આવીને તેના પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. ગોળી વાગવાથી ઈન્દ્રપાલસિંહનું ઘટનાસ્થળે મોત થયું હતું.
ઈન્દ્રપાલસિંહ વર્ષ-2022માં કેનેડા ગયો હતો. જ્યારે નવેમ્બર-2024થી એડમોન્ટનમાં પરિવાર સાથે રહેતો હતો. ઈન્દ્રપાલની પત્ની ગર્ભવતી છે. તેણે વર્ક પરમિટ પર પત્નીને બોલાવી હતી. પત્ની અને 8 વર્ષની દીકરી સાથે રહેતો હતો. તેના પિતાનું થોડા સમય પહેલા કેનેડામાં મોત થયુ હતું. કેનેડા આવ્યા પહેલા ઈન્દ્રપાલ વર્ષ 2011થી હોંગકોંગમાં રહેતો હતો.
ઈન્દ્રપાલના પરિવારની મદદ માટે ઓનલાઈન ફંડ પણ ભેગું કરવામાં આવી રહ્યું છે. ઈન્દ્રપાલની પત્નીએ જણાવ્યું કે, તેઓ બંને ગ્રોસરી શોપિંગ માટે ગયા હતા. દીકરીને સ્કૂલેથી લઈ આવી ઈન્દ્રપાલ કામ પર ગયો હતો. ઈન્દ્રપાલને કોઈનાથી ખતરો હોય કે કોઈ ધમકી મળી હોય તેવું સામે આવ્યું નથી. જ્યારે ઈન્દ્રપાલ કાર લઈને ઘરે આવ્યો ત્યારે તેને તેણે ઘરની બારીમાંથી જોયો હતો અને પછી અચાનક ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. ફાયરિંગ ક્યાંથી થયું તે કંઈ ખબર પડી ન હતી. ઈન્દ્રપાલની હત્યા કોઈ વ્યક્તિગત દુશ્મની કે ગેંગવોર સાથે જોડાયેલી હોવાની સ્થાનિક પોલીસે આશંકા વ્યક્ત કરી છે.
જ્યારે અન્ય એક ઘટનામાં ગુમ થયેલા હરિયાણાના 23 વર્ષિય સાહિલ નામના યુવકનો ટોરેન્ટોના લેકમાં તરતો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારે તેનું અપહરણ કરી હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી છે. સાહિલના પિતાનું કહેવું છે કે સાહિલને તરતા આવડતું હતું એટલે તે પાણીમાં ડૂબી જાય તે વાત માની શકાય તેવી નથી. પૂર્વ સૈનિક હરીશકુમારે પ્લોટ વેચી 40 લાખ રૂપિયા ખર્ચી દીકરાને સ્ટડી માટે કેનેડા મોકલ્યો હતો. ગુમ થયાના લગભગ 15 દિવસ પહેલા સાહિલ કેનેડા પહોંચ્યો હતો. તેણે ટોરેન્ટોની હંબર કોલેજમાં વેબ ડિઝાઈનિંગના કોર્સમાં એડમિશન લીધું હતું અને મે-2025 સ્ટડી શરૂ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કોલેજની આસપાસના CCTV ફૂટેજમાં સાહિલ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તેની સાથે શું થયું તે એક રહસ્ય બની રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?