ટ્રમ્પ કેનેડા પર ૩૫ ટકા ટેરિફ લાદશે, કારણ જણાવીને આપી ધમકી
ટ્રમ્પે કેનેડાની ફેન્ટેનિલ સપ્લાયને કારણે 1 ઓગસ્ટથી તમામ આયાત પર 35% શુલ્ક લાગુ કરવાની ઘોષણા કરી

ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, 1 ઓગસ્ટથી કેનેડાથી થતી તમામ આયાત પર 35 ટકા ટેરિફ લાદવામાં આવશે. તેમણે આને કેનેડા દ્વારા ફેન્ટાનાઈલ ડ્રગનો પુરવઠો ઘટાડવામાં નિષ્ફળતાના પરિણામે વર્ણવ્યું છે.
ટ્રમ્પે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેને લખેલા પત્રમાં કહ્યું હતું કે જો કેનેડા બદલો લેશે, તો ટેરિફ વધુ વધી શકે છે. તેમણે આ પત્ર તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કર્યો છે.
જોકે, વાટાઘાટોનો અવકાશ રાખતા તેમણે કહ્યું હતું કે, જો કેનેડા ફેન્ટાનાઈલની દાણચોરી રોકવામાં મદદ કરે છે, તો કદાચ આપણે આ પત્રમાં ફેરફારો પર વિચાર કરી શકીએ છીએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, બંને દેશો વચ્ચેના સંબંધોના આધારે ટેરિફ વધારી અથવા ઘટાડી શકાય છે.
રાષ્ટ્રપતિની ટિપ્પણી એવા પુરાવા હોવા છતાં આવી છે જે દર્શાવે છે કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં દાણચોરી કરાયેલા મોટાભાગના ફેન્ટાનાઈલ કેનેડા સાથેની ઉત્તરીય સરહદથી નહિ, પરંતુ મેક્સિકો સાથેની દક્ષિણ સરહદથી પ્રવેશ કરે છે.
ટ્રમ્પે તાજેતરમાં ઘણા દેશો પર નવા ટેરિફ લાદ્યા છે, જેનાથી વેપાર યુદ્ધનો વ્યાપ વધ્યો છે. કેનેડા ઉપરાંત, ટ્રમ્પે તાજેતરમાં જાપાન અને દક્ષિણ કોરિયા પર નવા ટેરિફ લાદ્યા છે. આ સાથે જ તેમણે આયાતી તાંબા પર 50 ટકા ટેરિફની જાહેરાત કરી છે.
ગુરુવારે NBC ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં, ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે, અન્ય દેશો ટૂંક સમયમાં 15થી 20 ટકા સુધીના વ્યાપક ટેરિફનો સામનો કરી શકે છે.
અમેરિકાએ અગાઉ ઘણા કેનેડિયન માલ પર 25 ટકાનો ટેરિફ લાદ્યો હતો, જોકે, 2020ના યુનાઇટેડ સ્ટેટ્સ-મેક્સિકો-કેનેડા કરાર (USMCA)ની શરતો હેઠળ ઘણી વસ્તુઓને બાદમાં મુક્તિ આપવામાં આવી હતી. નવા ટેરિફ લાગુ થયા પછી આ મુક્તિઓ યથાવત્ રહેશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.
વડાપ્રધાન કાર્ની તરફથી હાલમાં કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?

નમાજ ચાલી રહી હતી અને અચાનક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ! 16નાં મોત, 50થી વધુ ઘાયલ

લંડનથી ઢાકા જતી ફ્લાઇટમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ! વાત એટલી વણસી કે મુક્કા-લાત સુધી પહોંચી ગઈ.