ટ્રમ્પે ભારત સાથે ઐતિહાસિક વેપાર કરાર જાહેર કર્યો
દક્ષિણ-પૂર્વ એશિયાના નિકાસ દબદબાને રોકવામાં નિષ્ફળ રહ્યા, અમેરિકા એ ટેરિફમાં મોટો ઘટાડો

મોદી- ટ્રમ્પ

મોદી- ટ્રમ્પ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફ દક્ષિણ-પૂર્વ એશિયાના નિકાસ પાવરહાઉસ દેશોને રોકવામાં અને અમેરિકાની વેપાર ખાધ ઘટાડવામાં નિષ્ફળ રહ્યા છે. આ નિષ્ફળતા બાદ હવે વોશિંગ્ટન પોતાની રણનીતિ બદલી રહ્યું છે, જેના ભાગરૂપે ભારત અને અમેરિકા વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ અઠવાડિયે બન્ને દેશો દસ્તાવેજી પ્રક્રિયાઓ આગળ વધારશે તેવી અપેક્ષા છે. આ નવો વળાંક એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકાને સમજાયું છે કે, માત્ર ટેરિફ લાદવાથી વેપાર સંતુલન જળવાતું નથી, ઉલટાનું અનેક પ્રદેશો સાથેના સંબંધોમાં તણાવ પેદા થયો છે.
અમેરિકા સાથેના વેપારમાં મોટો નફો
દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો જેમ કે મલેશિયા, થાઈલેન્ડ અને વિયેતનામ પર ગત એપ્રિલમાં ભારે ડ્યુટી લાદવામાં આવી હોવા છતાં, ગત વર્ષે આ દેશોએ અમેરિકા સાથેના વેપારમાં મોટો નફો નોંધાવ્યો છે. નિક્કીના અહેવાલ મુજબ, આ દેશોએ અમેરિકામાં નિકાસ કરવાનું ચાલુ રાખ્યું છે અને તેમની નિકાસ આયાત કરતા વધુ રહી છે. બીજી તરફ, આ દેશોની ચીન સાથેની વેપાર ખાધ વધી છે, જે ચીનની પ્રચંડ નિકાસ ક્ષમતા દર્શાવે છે. ટ્રમ્પના શાસનમાં વૈશ્વિક વેપારની સ્થિતિ સતત અસ્થિર રહી છે અને નિષ્ણાતોમાં હજુ પણ વેપાર ખાધના લાંબા ગાળાના પરિણામો અંગે મતભેદ છે.
વ્યાપારી સંબંધોમાં સુધારો કરવો એ તેમની પ્રાથમિકતા
વિયેતનામની અમેરિકા સાથેની વેપાર ખાધ ચીન કરતા પણ વધી ગઈ છે, જેના કારણે અમેરિકાએ હવે રાજદ્વારી ફેરફારો કરવાનું શરૂ કર્યું છે. ટ્રમ્પ પ્રશાસને વિયેતનામમાં નવા એમ્બેસેડર તરીકે જેનિફર વિક્સ મેકનામારાને નોમિનેટ કર્યા છે, જે વેપાર અસંતુલનને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. અગાઉના એમ્બેસેડર માર્ક નેપરને નાતાલ પહેલા જ અચાનક પરત બોલાવી લેવામાં આવ્યા હતા. મેકનામારાએ પણ સ્પષ્ટ કર્યું છે કે, વિયેતનામ સાથેના વ્યાપારી સંબંધોમાં સુધારો કરવો એ તેમની પ્રાથમિકતા રહેશે.
કરારથી બન્ને દેશો વચ્ચેના વેપાર ઘર્ષણમાં ઘટાડો થશે
આ બદલાતા વાતાવરણમાં ભારત માટે મોટા સમાચાર આવ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે થયેલા નવા કરાર મુજબ, ભારતીય સામાન પરનો ટેરિફ 50% થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, અમેરિકાએ ભારત પર રશિયન ક્રૂડ ઓઈલની ખરીદીને કારણે જે વધારાની પેનલ્ટી લગાવી હતી તે દૂર કરી દીધી છે. બદલામાં ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડવા અને અમેરિકા પાસેથી ઊર્જા, ટેકનોલોજી અને કૃષિ ઉત્પાદનોની ખરીદી વધારવાની ખાતરી આપી છે. આ કરારથી બન્ને દેશો વચ્ચેના વેપાર ઘર્ષણમાં ઘટાડો થશે અને 'મેડ ઈન ઇન્ડિયા' ઉત્પાદનો માટે અમેરિકાના બજારો વધુ સરળ બનશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?