ટ્રમ્પ દ્વારા 12 દેશો પર પ્રતિબંધ
7 દેશો પર આંશિક પ્રતિબંધ રાખવામાં આવ્યું

7 દેશો પર આંશિક પ્રતિબંધ રાખવામાં આવ્યું

7 દેશો પર આંશિક પ્રતિબંધ રાખવામાં આવ્યું
અમેરિકામાંથી આજ થી 12 દેશના નાગરિકોને નો-એન્ટ્રી : 7 દેશો પર આંશિક પ્રતિબંધ રાખવામાં આવ્યું છે. ટ્રમ્પએ કહ્યું : દેશને આતંકવાદથી બચાવવા માટે આ નિર્ણય લીધો છે. અમેરિકા સરકાર દ્વારા જાહેર કરેલ લિસ્ટ માંથી પાકિસ્તાનની બાદ બાકી કરી દેવામાં આવી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ 4 જૂનએ આ અંગેનો આદેશ જાહેર કર્યો હતો. આજ થી એટલે કે 9 જુનથી અમલમાં આવશે. આજ થી 7 દેશોના નાગરિકો પર આંશિક પ્રતિબંધ લાદવામાં આવશે. આ પ્રતિબંધએ ઈમિગ્રેશન અને નોન-ઈમિગ્રેશન વિઝા બંને પર લાગુ થશે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકન લોકોના જીવનની સલામતી અને રક્ષણનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પએ 4 જૂન કહ્યું હતું કે.
“આતંકવાદી હુમલા કરવાનો, રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો, નફરત ફેલાવવાનો અથવા ઇમિગ્રેશન કાયદાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરતા વિદેશી નાગરિકોથી યુનાઇટેડ સ્ટેટ્સનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ છે.”
સંપૂર્ણ પ્રતિબંધ અને આંશિક પ્રતિબંધ વચ્ચે શું તફાવત છે? :
US ડીપાર્ટમેન્ટ અનુસાર , સંપૂર્ણ પ્રતિબંધનો અર્થએ છે. કે દેશના મોટાભાગના નાગરિકોને US પ્રવેશવાથી સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે છે. આમાં ટુરિસ્ટ વિઝા, સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા અને ઇમિગ્રન્ટ વિઝા મેળવવા માંગતા લોકોનો પણ સમાવેશ કરવામાં આવે છે.
આંશિક પ્રતિબંધનો અર્થ એટલે કે તે દેશના નાગરિકોને માટે ચોક્કસ પ્રકારના વિઝા પ્રવેશ પર પ્રતિબંધિત કરવામાં આવે છે. પરતું અન્ય નાગરિક લોકો માટે નથી. એટલે તમે ઇમિગ્રન્ટ વિઝા નહીં મળે પણ તમે ટૂરિસ્ટ વિઝા મેળવી શકો છો. વિદ્યાર્થીઓને પરવાનગી મળશે પણ વર્ક વિઝા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
ટ્રમ્પે કહ્યું - વિઝા આપતી વખતે સાવધાની રાખો :
ટ્રમ્પે અન્ય દેશોના નાગરીકોને વિઝા આપતી વખતે સાવધાની રાખવા કહ્યું છે. ટ્રમ્પે કહ્યું-
“ઇમિગ્રેશન વિઝા પર આવતા લોકો કાયમી રહેવાસી બની જાય છે, તેથી તેમની તપાસ કરવી વધુ મહત્વપૂર્ણ હોય છે. સુરક્ષા ખતરો હોય તો પણ આ લોકોને બહાર કાઢવા મુશ્કેલ હોય છે. બીજી તરફ, નોન-ઇમિગ્રેશન વિઝા પર આવતા લોકોની તપાસ ઓછી થાય છે, તેથી એવા દેશોમાંથી આવતા લોકો પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે જ્યાં ઓળખ અને માહિતી શેરિંગ સંબંધિત વ્યવસ્થાઓ સારી નથી.”
2017માં 7 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો :
2017 માં ટ્રમ્પએ પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન ટ્રાવેલ પર પ્રતિબંધ લાધ્યો હતો. જેને ઘણી વાર મુસ્લિમ પ્રતિબંધ તરીકે ઓળખવામાં આવે છે. મોટેભાગે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોનો સમાવેશ થતો હતો. 2017ની જાન્યુઆરીમાં જારી કરાયેલ આદેશ અનુસાર, પ્રતિબંધમાં જે સાત દેશો પર અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેમાં ઈરાન, ઈરાક, લિબિયા, સોમાલિયા, સુદાન, સિરીયા અને યમન જેવા દેશોનો સમાવેશ થાય છે.
ત્યાર બાદ ફેરફારો કરવામાં આવ્યા હતા. સૌથી પહેલા ઈરાકને આ યાદીમાંથી હટાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ સુદાનને પણ દૂર કરવામાં આવ્યું હતું. તેની જગ્યાએ યાડને ઉમેરવામાં આવ્યું હતું. ત્યાર પછી ઉત્તર કોરિયા અને વેનેઝુએલા જેવા બિન- મુસ્લિમ દેશોને પણ સામેલ કરવામાં આવ્યું છે. જેથી તેને ધાર્મિક ભેદ ભાવ ન કહી શકાય.
ટ્રમ્પે કહ્યું – આતંકવાદને રોકવા માટે પ્રતિબંધ જરૂરી છે.
ટ્રમ્પે આતંકવાદને રોકવા માટે આ પ્રતિબંધ જરૂરી ગણ્યા છે. વિદેશી સરકારો પાસેથી સહયોગ મેળવી શકાય છે. ઇમિગ્રેશન કાયદા લાગુ કરી શકાય અને રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશનીતિ અને આતંકવાદ સામેના કાર્યને આગળ ધપાવી શકાય છે. અફઘાનિસ્તાન તાલિબાન દ્વારા નિયંત્રિત છે, જે એક આતંકવાદી જૂથ છે અને પાસપોર્ટ અથવા નાગરિક દસ્તાવેજો જારી કરવા માટે કોઈ સક્ષમ અથવા સહાયક સરકાર નથી. ઉપરાંત ત્યાં કોઈ યોગ્ય ચકાસણી પદ્ધતિઓ નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?