Sudan : Darfur માં હોસ્પિટલ પર ભીષણ હુમલો, WHO દ્વારા 70 લોકોના મોતનો દાવો
Sudan Al Fashir શહેરની એક હોસ્પિટલ પર હુમલો...

WHO એ કર્યો 70 લોકોના મોતનો દાવો...

WHO એ કર્યો 70 લોકોના મોતનો દાવો...
સુદાનના અલ ફશીર (Al Fashir) શહેરમાં એક હોસ્પિટલ પર મોટા અને ભીષણ હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર આ હુમલામાં 70 લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. WHO ના વડાએ રવિવારે આ માહિતી આપી. WHO ના ડાયરેક્ટર જનરલ Tedros Adhanom Ghebreyesus એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ દ્વારા હોસ્પિટલ પર હુમલા બાદ મૃત્યુનો આ આંકડો રજૂ કર્યો હતો.
સુદાનના ઉત્તર ડાર્ફુર (Darfur) પ્રાંતની રાજધાનીમાં અધિકારીઓ અને અન્યોએ શનિવારે સમાન આંકડાઓની જાણ કરી હતી, પરંતુ Tedros Adhanom Ghebreyesus જાનહાનિ અંગે માહિતી આપનાર પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્ત્રોત છે. Tedros Adhanom Ghebreyesus એ લખ્યું, "સુદાનના અલ ફશીર (Al Fashir)માં સાઉદી હોસ્પિટલ પરના ભયાનક હુમલામાં 19 દર્દીઓ ઘાયલ થયા અને 70 લોકો માર્યા ગયા." .
કોણે અને શા માટે હુમલો કર્યો...
"હુમલા સમયે હોસ્પિટલ દર્દીઓથી ખીચોખીચ ભરેલી હતી," તેમણે કહ્યું કે હુમલો કોણે કર્યો હતો, પરંતુ સ્થાનિક સત્તાવાળાઓએ બળવાખોર રેપિડ સપોર્ટ ફોર્સ (RSF)ને જવાબદાર ઠેરવ્યા હતા. હુમલા સમયે, ઘણા ગંભીર દર્દીઓ પણ હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. તેમના પરિચારકો પણ હોસ્પિટલના પરિસરમાં હતા. જેમાંથી શરૂઆતમાં 70 લોકોના મોતનો દાવો કરવામાં આવ્યો છે. મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા છે. મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?