મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો
નકલી પાસપોર્ટ કેસમાં ઓમાન પોલીસે સૌરભ ચંદ્રાકરની ધરપકડ કરી, પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ

આરોપી સૌરભ ચંદ્રાકરની ફાઈલ તસવીર

આરોપી સૌરભ ચંદ્રાકરની ફાઈલ તસવીર
Mastermind of Mahadev App arrested in Oman: મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસનો મુખ્ય આરોપી અને કથિત માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રાકરની ઓમાનમાં ઝડપાયો છે. ઇન્ટરપોલ દ્વારા જારી કરાયેલી રેડ નોટિસના આધારે રોયલ ઓમાન પોલીસે ધરપકડ કરી છે. તેના પર બનાવટી ઇન્ડોનેશિયન પાસપોર્ટના આધારે ઓમાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો આરોપ છે.
અલ-ખૌદ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો
ધરપકડ બાદ સૌરભ ચંદ્રાકરને મસ્કત સ્થિત અલ-ખૌદ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. ભારત સરકારે તેના પ્રત્યાર્પણ માટે જરૂરી કાનૂની પ્રક્રિયા શરૂ કરી છે અને ઓમાની સત્તાવાળાઓ સાથે સતત સંકલન કરી રહ્યું છે. આ દરમિયાન ચંદ્રાકરે પોતાના બચાવ માટે કાનૂની ટીમની પણ નિમણૂક કરી છે. બીજી તરફ, ઓમાનની તપાસ એજન્સીઓ બનાવટી પાસપોર્ટના ઉપયોગ અને ગેરકાયદેસર પ્રવેશ અંગે અલગથી તપાસ કરી રહી છે.
જ્યૂસની દુકાનથી સટ્ટાબાજી નેટવર્ક સુધીનો સફર
છત્તીસગઢના ભિલાઈના રહેવાસી સૌરભ ચંદ્રાકર શરૂઆતમાં જ્યૂસની દુકાન ચલાવતો હતો. વર્ષ 2017 માં તેણે ઓનલાઈન સટ્ટાબાજીના ધંધામાં પ્રવેશ કર્યો. 2019માં દુબઈ પહોંચ્યા બાદ પોતાના નેટવર્કનો ઝડપથી વિસ્તાર કર્યો. તપાસ એજન્સીઓના દાવા મુજબ તેણે ખાસ કરીને IPL દરમિયાન મોટા પાયે ઓનલાઈન સટ્ટાબાજીનું સંચાલન કર્યું હતું અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો દ્વારા વિશાળ સંપત્તિ એકત્ર કરી હતી.
EDએ હજારો કરોડની સંપત્તિ જપ્ત કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ અનુસાર, મહાદેવ એપ કેસમાં અત્યાર સુધી અંદાજે ₹4,336 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સૌરભ ચંદ્રાકર વર્ષ 2019થી ફરાર હતો. આશરે ₹5,000 કરોડના ઓનલાઈન સટ્ટાબાજી નેટવર્ક સાથે સંકળાયેલો હતો.
UAE છોડીને ઓમાન પહોંચ્યો હોવાનો દાવો
મીડિયા અહેવાલો મુજબ, કેસની કાર્યવાહી દરમિયાન સૌરભ ચંદ્રાકર સંયુક્ત આરબ અમીરાત (UAE) છોડીને ઓમાન પહોંચ્યો હતો. તપાસ એજન્સીઓનું માનવું છે કે બનાવટી પાસપોર્ટનો ઉપયોગ કરીને તેણે પોતાની ઓળખ છુપાવવાનો અને પ્રત્યાર્પણ પ્રક્રિયામાં વિલંબ કરવાનો પ્રયાસ કર્યો હોઈ શકે છે. ઓમાનના કાયદા મુજબ નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને દેશમાં પ્રવેશ કરવો ગંભીર ગુનો છે, જેમાં દોષિત ઠરવા પર ત્રણથી પાંચ વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
હવે પ્રત્યાર્પણ પ્રક્રિયા પર નજર
ભારતીય તપાસ એજન્સીઓ હવે ઓમાની સરકાર સાથે કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને સૌરભ ચંદ્રાકરને ભારત લાવવાના પ્રયાસોમાં છે. આગામી દિવસોમાં કોર્ટના નિર્ણય અને બંને દેશોની કાનૂની પ્રક્રિયા બાદ પ્રત્યાર્પણ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કૌભાંડ કેસના મુખ્ય આરોપીઓ
રવિ ઉપ્પલ તે આ એપનો સહ-માલિક અને બીજો મુખ્ય માસ્ટરમાઇન્ડ છે. તેને ડિસેમ્બર 2023માં દુબઈ (UAE) ખાતે ઇન્ટરપોલ નોટિસના આધારે અટકાયતમાં લેવાયો હતો, પરંતુ નવેમ્બર 2025ના અહેવાલો મુજબ તે ત્યાંથી ગુમ (લાપતા) થઈ ગયો છે. EDની તપાસ મુજબ, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને અન્ય વહીવટી અધિકારીઓને સટ્ટાબાજીનું રેકેટ સુરક્ષિત રાખવા માટે કરોડો રૂપિયાની પ્રોટેક્શન મની (લાંચ) આપવામાં આવી હોવાના ગંભીર આરોપો લાગેલા છે. આ કૌભાંડમાં હવાલા ઓપરેટરો અને સહયોગીઓ જેવા કે અનિલ દામાણી, સુનીલ દામાણી, ચંદ્રભૂષણ વર્મા (ASI), સતીશ ચંદ્રાકર, નિતિન ટિબરેવાલ અને અમિત અગ્રવાલ ની ધરપકડ કરવામાં આવી છે.
બોલીવુડ કલાકારોની પણ પૂછપરછ કરાઈ હતી
દુબઈ કનેક્શન અને આલીશાન લાઈફસ્ટાઈલ
હવાલા નેટવર્ક અને મની લોન્ડરિંગ ચેનલો
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?