ઈરાનમાં ખામેનેઈ યુગનો અંત: ભીષણ યુદ્ધની શરૂઆત
અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં સુપ્રીમ લીડર સહિત ટોચના કમાન્ડરોનો સફાયો, ઈરાનનો વળતો પ્રહાર

આયતુલ્લા અલી ખામેનેઈ

આયતુલ્લા અલી ખામેનેઈ
મધ્ય પૂર્વના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય કાર્યવાહી સામે આવી છે. અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત ઓપરેશનમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધની જ્વાળાઓ ભભૂકી ઉઠી છે. ઈરાન સરકાર દ્વારા આ ઘટના બાદ દેશમાં 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ સૈન્ય સ્તરે બદલો લેવાની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે.
ઈરાનનો દાવો: અમેરિકન સૈન્ય મથકો પર મિસાઈલ હુમલા
ખામેનેઈના નિધન બાદ ઈરાને અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાની સ્ટેટ મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાને વળતા પ્રહારમાં અમેરિકાના 14 જેટલા સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. આ હુમલાઓમાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હોવાની આશંકા છે. એટલું જ નહીં, દુબઈ સ્થિત અમેરિકન ગુપ્તચર સંસ્થા CIA ની એક મહત્વની ફેસિલિટીને પણ મિસાઈલ સ્ટ્રાઈક દ્વારા નષ્ટ કરવામાં આવી હોવાનો દાવો ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે.
નેતૃત્વનો સફાયો: પરિવાર અને મંત્રીઓના મોત
આ વ્યૂહાત્મક હુમલામાં ઈરાનને માત્ર રાજકીય જ નહીં પરંતુ વ્યક્તિગત સ્તરે પણ મોટો ફટકો પડ્યો છે. ખામેનેઈની સાથે તેમના પરિવારના સભ્યો જેવા કે તેમની પુત્રી, પૌત્રી, જમાઈ મોહતબા ખામેનેઈ અને પુત્રવધૂ ઝહરા હદાદ અદેલનું પણ અવસાન થયું છે. આ ઉપરાંત, ઈરાનની સૈન્ય કમાન સંભાળતા 40 થી વધુ વરિષ્ઠ અધિકારીઓ આ ઓપરેશનમાં માર્યા ગયા છે.
ઠાર મરાયેલા મુખ્ય સૈન્ય અને સુરક્ષા અધિકારીઓ :
આ હુમલામાં ઈરાનની સંરક્ષણ પંક્તિના પાયા સમાન અધિકારીઓનો સફાયો થયો છે:
અમીર નાસિરઝાદેહ: ઈરાનના સંરક્ષણ મંત્રી અને મિસાઈલ ટેકનોલોજીના માસ્ટરમાઈન્ડ ગણાતા નાસિરઝાદેહનું તેમના મુખ્યાલય પર થયેલા હુમલામાં મોત થયું છે.
મોહમ્મદ બઘેરી: સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ અને વ્યૂહાત્મક આયોજનના વડા પણ આ હુમલાનો શિકાર બન્યા છે.
ઈસ્માઈલ કાની: કુદ્સ ફોર્સના ચીફ અને પશ્ચિમી દેશો સામે પ્રોક્સી વોરના મુખ્ય સંચાલક કાની ડ્રોન સ્ટ્રાઈકમાં માર્યા ગયા છે.
મોહમ્મદ પકપૂર: IRGC ના ગ્રાઉન્ડ ફોર્સના કમાન્ડરના નિધનથી ઈરાની ભૂમિદળમાં નેતૃત્વનું મોટું સંકટ સર્જાયું છે.
અલી શમખાની: પરમાણુ વાટાઘાટોમાં મુખ્ય ભૂમિકા ભજવનારા અને સુરક્ષા પરિષદના વડા શમખાની પણ તેહરાન પાસેના હુમલામાં શહીદ થયા છે.
વૈશ્વિક અસરો અને અનિશ્ચિતતા :
આ ઘટનાક્રમ બાદ ઈઝરાયેલ દ્વારા ઈરાન પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. ઈરાનની સૈન્ય અને વહીવટી કમાન સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ છે. મધ્ય પૂર્વની આ સ્થિતિ હવે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જશે કે કેમ તે અંગે વૈશ્વિક સમુદાયમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?