પાકિસ્તાનમાં આતંકવાદીઓને 'સિક્રેટ કિલર' નો ભય
પાંચ વર્ષમાં 26થી વધુ આતંકવાદીઓના રહસ્યમય મોતથી પાકિસ્તાનમાં ડરનો માહોલ

AI જનરેટેડ

AI જનરેટેડ
પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાનને પાકિસ્તાનમાં એક અજાણ્યા હુમલાખોરે ગોળી મારીને મારી નાખ્યો છે. આતંકવાદીને અજાણ્યા વ્યક્તિએ ગોળી મારી હતી. મુઝફ્ફરાબાદમાં હમઝા તેની ઓફિસમાં હતો ત્યારે અજાણ્યા હુમલાખોરી ગોળી મારી હતી. હમઝા બુરહાન 2019ના પુલવામા આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ પૈકીનો એક હતો અને તેણે પાકિસ્તાનમાં શિક્ષક હોવાનો દાવો કર્યો હતો. વર્ષ 2019ના પુલવામા હુમલામાં 40 થી વધુ સૈનિકો શહીદ થયા હતા. પુલવામા હુમલો 14 ફેબ્રુઆરી, 2019ના રોજ થયો હતો. જ્યારે આતંકવાદીઓએ સેનાના કાફલાને નિશાન બનાવ્યો હતો.
હમઝાના મોત બાદ, પાકિસ્તાનમાં ફરી એકવાર "ગુપ્ત હત્યારાઓ"નો વિષય ફરી ચર્ચામાં આવ્યો છે. હકીકતમાં 2019 થી પડોશી દેશમાં અનેક આતંકવાદી નેતાઓ સમાન ઘટનાઓમાં માર્યા ગયા છે. એવું જાણવા મળ્યું છે કે બધા અજાણ્યા હુમલાખોરો દ્વારા માર્યા ગયા હતા. અજાણ્યા હુમલાખોરોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં 25 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.
હાફિઝ સઈદના નજીકના સાથીનું મોત થયું
આતંકવાદીઓની હત્યાની ઘટનાની યાદીમાં છેલ્લું નામ હમઝા બુરહાનનું છે. એપ્રિલ-2026માં હાફિઝ સઈદના એક નજીકના સાથીની હત્યા કરવામાં આવી હતી. લશ્કર-એ-તૈયબાના મુખ્ય વ્યક્તિ અને હાફિઝ સઈદના નજીકના સાથી શેખ યુસુફ આફ્રિદીનું અજાણ્યા બંદૂકધારીઓએ કરેલાં હુમલામાં મોત થયું હતું. ઇસ્લામાબાદથી લગભગ 250 કિલોમીટર દૂર ખૈબર પખ્તુનખ્વાના લાંડી કોટલમાં આ ઘટના બની હતી.
એવું બહાર આવ્યું છે કે, સશસ્ત્ર હુમલાખોરોએ શેખ યુસુફ આફ્રિદી પર ગોળીબાર કર્યો હતો. જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના પ્રાદેશિક માળખામાં શેખ યુસુફ આફ્રિદીની મુખ્ય ભૂમિકા ભજવી હતી.
એક વર્ષ પહેલાં 18 મે, 2025 ના રોજ અજાણ્યા હુમલાખોરોએ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સૈફુલ્લાહ ખાલિદની હત્યા કરી હતી. ખાલિદ લાંબા સમયથી નેપાળથી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવતો હતો. જોકે, તેની હત્યા સમયે તે સિંધ પ્રાંતમાં રઝાઉલ્લાહ હેઠળ છુપાયો હતો. ખાલિદ ભારત પર ત્રણ મોટા હુમલાઓમાં સામેલ હતો.
આ યાદીમાં હમઝા બુરહાન, આફ્રિદી અથવા સૈફુલ્લાહ એકમાત્ર નામ નથી. વર્ષ 2021 થી નવી દિલ્હીની "વોન્ટેડ યાદી" પરના ઘણા આતંકવાદીઓ પાકિસ્તાનના વિવિધ ભાગોમાં માર્યા ગયા છે. નોંધનીય છે કે આ બધા આતંકવાદીઓ અજાણ્યા હુમલાખોરો દ્વારા માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હતા. આતંકવાદીઓની સતત હત્યાથી પાકિસ્તાન સ્થિત મુખ્ય આતંકવાદી જૂથોમાં ભયનો માહોલ છે.
મૌલાના કાશિફ અલી: હાફિઝ સઈદના બીજા એક નજીકના સાથી અને લશ્કર-એ-તૈયબાની રાજકીય પાંખના નેતા મૌલાના કાશિફ અલીની પણ અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી હતી. ફેબ્રુઆરી 2025માં પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, કાશિફ અલી મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદનો સાળો હતો. હુમલાખોરોએ કાશિફ અલીને સ્વાબીમાં તેના ઘરના દરવાજા પર ગોળી મારીને મોટરસાયકલ પર ભાગી ગયા હતા.
મુફ્તી શાહ મીર: પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ગુપ્ત એજન્ટ મુફ્તી શાહ મીરની માર્ચ 2025માં બલુચિસ્તાનના તુર્બતમાં બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુફ્તી શાહ મીર પર ભારતીય ઉદ્યોગપતિ અને પૂર્વ નૌકાદળ અધિકારી કુલભૂષણ જાધવનું ઈરાનથી અપહરણ કરવામાં ISIને મદદ કરવાનો આરોપ હતો. તે ISIની મદદથી હથિયારો અને ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલો હતો.
મૌલાના હમીદુલ હક હક્કાની: 57 વર્ષીય મૌલાના હમીદુલ હક હક્કાનીનું 28 ફેબ્રુઆરી, 2025ના રોજ ખૈબર પખ્તુનખ્વામાં મદરેસામાં શુક્રવારની નમાજ પછી લોકો ભેગા થયા હતા ત્યારે એક આત્મઘાતી બોમ્બરે પોતાને ઉડાવી દીધો હતો, જેમાં તેનું મોત થયું હતું. મૌલાના હમીદુલ હક હક્કાની દાર ઉલ ઉલૂમ હક્કાનીયા મદરેસાના વડા હતા. આ મદરેસા લાંબા સમયથી તાલિબાન સાથે સંકળાયેલી છે. કારણ કે જૂથના સ્થાપક મુલ્લા ઓમર સહિત તેના ઘણા સભ્યોએ ત્યાં તાલીમ લીધી હતી.
મુફ્તી અબ્દુલ બાકી નૂરઝાઈ: 16 માર્ચ, 2025ના રોજ પાકિસ્તાનના ક્વેટામાં અજાણ્યા હુમલાખોરોએ જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (JUI) ના એક વરિષ્ઠ નેતાની ગોળી મારીને હત્યા કરી હતી. તેમનું ઓળખ મુફ્તી અબ્દુલ બાકી નૂરઝાઈ તરીકે થયું હતું. મુફ્તી અબ્દુલ બાકી એક મસ્જિદ જઈ રહ્યા હતા ત્યારે તેમને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી.
મેજર દાનિયાલ: માર્ચ 2024માં, પાકિસ્તાની સેનાના અધિકારી મેજર દાનિયાલની પેશાવરમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. તે 2016માં બારામુલ્લામાં સૈન્ય કાફલા પર થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ હતો. મેજર દાનિયાલે ભારતીય સૈન્ય કાફલા પર હુમલો કરનારા આતંકવાદીઓને મદદ પૂરી પાડી હતી અને તેને ISI ની નજીક માનવામાં આવતો હતો.
અબુ કતલ: ફૈઝલ નદીમ ઉર્ફે અબુ કતલ, ભારતનો દુશ્મન માનવામાં આવતો હતો અને તેને જેલમ જિલ્લામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અબુ કતલ હાફિઝ સઈદનો ભત્રીજો અને રિયાસી આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. NIA દ્વારા તેને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.
અદનાન અહેમદ: ડિસેમ્બર 2023 માં કરાચીમાં અદનાન અહેમદનું મોત થયું હતું. અદનાન હાફિઝ સઈદનો નજીકનો સાથી અને લશ્કરનો ટોચનો આતંકવાદી હતો. તેને પણ અજાણ્યા હુમલાખોરો દ્વારા મારી નાખવામાં આવ્યો હતો. અદનાન પર પંપોરમાં CRPF કાફલા પર હુમલો કરવાનો આરોપ હતો.
શાહિદ લતીફ: પઠાણકોટ એરબેઝ હુમલાના માસ્ટરમાઇન્ડ અને જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર શાહિદ લતીફની ઓક્ટોબર 2023માં પાકિસ્તાનના સિયાલકોટમાં એક મસ્જિદમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લતીફ 2016માં પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. તે પાકિસ્તાનથી સ્ટેશન પર હુમલો કરનારા ચાર આતંકવાદીઓને સૂચનાઓ આપી રહ્યો હતો.
રહીમુલ્લાહ તારીક: મૌલાના રહીમુલ્લાહ તારીકની નવેમ્બર 2023માં કરાચીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૌલાના રહીમુલ્લાહ જૈશના વડા મસૂદ અઝહરના નજીકના સહયોગી હતા અને વારંવાર ભારત વિરોધી ભાષણો આપતા હતા. કરાચીના ઓરંગી ટાઉનમાં ભારત વિરોધી રેલી દરમિયાન અજાણ્યા હુમલાખોરો દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે તેને ટાર્ગેટ કિલિંગ ગણાવ્યું હતું.
અકરમ ગાઝી: લશ્કર-એ-તૈયબાના ભૂતપૂર્વ કમાન્ડર અકરમ ખાન, ઉર્ફે અકરમ ગાઝી, 10 નવેમ્બર, 2023ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અકરમે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. તેમણે 2018 થી 2020 સુધી લશ્કર માટે ભરતીનું કામ સંભાળ્યું. અકરમ લશ્કરના ટોચના કમાન્ડરોમાંનો એક હતો અને લાંબા સમયથી ભારત વિરોધી કાવતરાઓમાં સામેલ હતો. પાકિસ્તાનના બાજૌરમાં અજાણ્યા હુમલાખોરોએ તેની ગોળી મારીને હત્યા કરી હતી.
ખ્વાજા શાહિદ: જમ્મુમાં સુંજવાન આર્મી કેમ્પ પર હુમલાનો માસ્ટરમાઇન્ડ ખ્વાજા શાહિદ 6 નવેમ્બર, 2023 ના રોજ પીઓકેમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. ખ્વાજા શાહિદનો શિરચ્છેદ કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો, અને થોડા દિવસો પહેલા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. શાહિદ લશ્કરનો કમાન્ડર હતો. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની નીલમ ખીણના રહેવાસી ખ્વાજા શાહિદ ઉર્ફે મિયાં મુજાહિદનું પણ અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.
મૌલાના ઝિયાઉર રહેમાન: લશ્કરના આતંકવાદી મૌલાના ઝિયાઉર રહેમાનની અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી હતી. તે કરાચીના ગુલિસ્તાન-એ-જોહરમાં મૌલવી તરીકે રહેતો હતો. જોકે, તેનું મિશન યુવાનોને શસ્ત્રો ઉપાડવા અને ભારત સામે જેહાદ કરવા માટે ઉશ્કેરવાનું હતું. સપ્ટેમ્બર 2023 માં, કરાચીમાં બે બાઇક સવાર હુમલાખોરોએ તેની ગોળી મારીને હત્યા કરી હતી.
બશીર અહેમદ: હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી બશીર અહેમદ પીર ઉર્ફે ઇમ્તિયાઝ આલમની ફેબ્રુઆરી 2023 માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારત સરકારે બશીરને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો. પાકિસ્તાનના રાવલપિંડીમાં અજાણ્યા હુમલાખોરોએ તેના પર ગોળીબાર કર્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું. જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના બાબરપોરાનો રહેવાસી બશીર ભારતમાં વોન્ટેડ હતો.
ઝહૂર ઇબ્રાહિમ: જૈશના આતંકવાદી ઝહૂર ઇબ્રાહિમ, જેને મિસ્ત્રી ઝહૂર ઇબ્રાહિમ તરીકે પણ ઓળખવામાં આવે છે. માર્ચ 2022 માં કરાચીમાં માર્યો ગયો હતો. તે 1999 ના કંદહાર હાઇજેક અને મુસાફર રુપિન કાત્યાલની હત્યામાં સામેલ હતો. બે સશસ્ત્ર મોટરસાયકલ સવારોએ ઝહૂરને નજીકથી ગોળી મારીને હત્યા કરી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.
પરમજીત સિંહ પંજવાર: ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (KCF) ના વડા અને આતંકવાદી પરમજીતસિંહ પંજવાર ઉર્ફે મલિક સરદારસિંહની અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. ખાલિસ્તાની આતંકવાદીની મે 2023 માં લાહોરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પરમજીત સવારે 6 વાગ્યાની આસપાસ તેના સમુદાયમાં ચાલી રહ્યો હતો ત્યારે મોટરસાઇકલ પર બે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો. સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. જુલાઈ 2020 માં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ ભારત સરકારે પરમજીત સિંહને આતંકવાદી જાહેર કર્યો હતો.
કારી એજાઝ આબિદ: જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરના સંબંધી કારી એજાઝ આબિદની પણ એપ્રિલ 2025 માં પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પેશાવરમાં એક મસ્જિદમાંથી બહાર નીકળતી વખતે આબિદને ગોળી મારી દેવામાં આવી હતી અને તેના એક સાથીને પણ આ હુમલામાં ગંભીર ઈજા થઈ હતી. તે જૈશ-એ-મોહમ્મદ માટે આતંકવાદીઓની ભરતી કરતો હતો.
દાઉદ મલિક: મસૂદ અઝહરના સાથી દાઉદ મલિકની પણ ઓક્ટોબર 2023 માં ઉત્તર વઝીરિસ્તાનમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. દાઉદ મલિક આતંકવાદી સંગઠન લશ્કર-એ-જબ્બારનો સ્થાપક હતો અને તેને અજાણ્યા માસ્ક પહેરેલા હુમલાખોરોએ નિશાન બનાવ્યો હતો.
આમિર સરફરાઝ: લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદના નજીકના સહયોગી આમિર સરફરાઝની પાકિસ્તાનના લાહોરમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. તે ઘરે હતો ત્યારે બે અજાણ્યા હુમલાખોરો આવ્યા. તેમણે ડોરબેલ વગાડી, અને આમિરે દરવાજો ખોલતાની સાથે જ હુમલાખોરોએ ગોળીબાર કર્યો.
એજાઝ અહેમદ અહંગર: "આતંકવાદીઓના પુસ્તક" તરીકે જાણીતા એજાઝ અહેમદ અહંગરની 22 ફેબ્રુઆરી, 2023 ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. તે ભારતમાં ઇસ્લામિક સ્ટેટ (IS) ને પુનર્જીવિત કરવા માંગતો હતો. એજાઝ આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે પણ સંપર્કમાં હતો.
સૈયદ ખાલિદ રઝા: 26 ફેબ્રુઆરી, 2023 ના રોજ, અલ બદ્રના ભૂતપૂર્વ કમાન્ડર સૈયદ ખાલિદ રઝાની પાકિસ્તાનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અલ બદ્ર એક કટ્ટરપંથી સંગઠન છે જે કાશ્મીરમાં આતંકવાદીઓને તાલીમ આપે છે. રઝાની કરાચીમાં તેના ઘરની બહાર એક અજાણ્યા હુમલાખોરે ગોળી મારીને હત્યા કરી હતી.
મોહમ્મદ રિયાઝ: રિયાઝ, જેને અબુ કાસિમ કાશ્મીરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે 2023 માં કાશ્મીરમાં પાંચ સૈનિકોની હત્યા કરી હતી. સપ્ટેમ્બર 2023 માં રાવલપિંડીમાં શુક્રવારની નમાજ અદા કરતી વખતે તેની હત્યા કરવામાં આવી હતી. અબુ એક ઇસ્લામિક ગેરિલા નેતા હોવાનું કહેવાય છે. જે છુપાઈને ભારતીય સૈનિકો પર હુમલો કરતો હતો. એક અજાણ્યા હત્યારાએ તેના શરીર પર ચાર ગોળીઓ મારી હતી.
સૈયદ નૂર શાલોબર: ભારતની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ આતંકવાદી અને કાશ્મીરમાં આતંકવાદી સૈયદ નૂર શાલોબર 4 માર્ચ, 2023 ના રોજ ખૈબર પખ્તુનખ્વામાં માર્યો ગયો હતો.
લાલ મોહમ્મદ: નકલી ભારતીય ચલણના વેપારમાં સામેલ શંકાસ્પદ ISI ઓપરેટિવ લાલ મોહમ્મદનો નેપાળના કાઠમંડુની બહાર 2022 માં પીછો કરીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફઝલ શકુર ખાનને અજાણ્યા લોકો કથિત રીતે લઈ ગયા હોવાના અહેવાલ.

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.