રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.4ની તીવ્રતા નોંધાઈ
રશિયામાં સવારે 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવતાં સાયરન વગાડાઈ અને સુનામી એલર્ટ જાહેર કરાયું.
રશિયામાં ભયાનક ધરતીકંપ
રશિયામાં ભયાનક ધરતીકંપ
રશિયાના પૂર્વીય કિનારા પર ફરી એકવાર શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે સવારે 7.4ની તીવ્રતાનો આ ભૂકંપ સમુદ્રમાં આવ્યો હોવાના અહેવાલ છે. આંચકો એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારોમાં સાયરન વગાડીને લોકોને સંભવિત સુનામીના જોખમ અંગે એલર્ટ કરવામાં આવ્યા છે.
જોકે, હજુ સુધી આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી.
વારંવાર ભૂકંપનું કારણ અને સુનામીનું જોખમ
આ ભૂકંપનું કેન્દ્ર રશિયાના પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કીથી લગભગ ૭૦ માઈલ પૂર્વમાં હતું. ઉલ્લેખનીય છે કે, આ જ વિસ્તારમાં જુલાઈ મહિનામાં પણ 8.8ની તીવ્રતાનો એક અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે જાપાન, અમેરિકા સહિત પ્રશાંત મહાસાગરના અનેક દેશોમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી.
આ જ કારણોસર, હાલના ભૂકંપ બાદ પણ અધિકારીઓ સુનામીની શક્યતા પર સતત નજર રાખી રહ્યા છે.
કામચાટકા દ્વીપકલ્પ: ભૂકંપનો ભયાનક ઇતિહાસ
કામચાટકા દ્વીપકલ્પ ભૂકંપ માટે જાણીતો છે. અમેરિકન જીઓલોજિકલ સર્વે અનુસાર, જુલાઈમાં આવેલો 8.8ની તીવ્રતાનો ભૂકંપ 14 વર્ષમાં વિશ્વનો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો અને ઇતિહાસમાં નોંધાયેલા છઠ્ઠા સૌથી શક્તિશાળી ભૂકંપમાંનો એક હતો. તે 2011માં જાપાનમાં આવેલા 9.1ની તીવ્રતાના ભૂકંપ પછીનો સૌથી મોટો ભૂકંપ હતો, જેણે વિનાશક સુનામી લાવી હતી. આ સિવાય, 1952માં પણ આ વિસ્તારમાં 9ની તીવ્રતાનો એક મોટો ભૂકંપ આવ્યો હતો.
આ ભૂતકાળના બનાવો દર્શાવે છે કે આ ક્ષેત્ર અત્યંત સંવેદનશીલ છે અને ભવિષ્યમાં પણ ભૂકંપનું જોખમ યથાવત રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફઝલ શકુર ખાનને અજાણ્યા લોકો કથિત રીતે લઈ ગયા હોવાના અહેવાલ.

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.