રશિયામાં હિમ-પ્રલય: ચોથા માળ સુધી જામ્યો બરફ
કમચટકામાં ૬૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો; મકાનો અને રસ્તાઓ બરફના પહાડો નીચે દટાયા.

રશિયામાં હિમ-પ્રલય

રશિયામાં હિમ-પ્રલય
રશિયાના પૂર્વ છેડે આવેલા કમચટકા દ્વીપકલ્પમાં જાન્યુઆરી 2026માં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 50થી 60 વર્ષના એટલે કે 6 દાયકાના તમામ રેકોર્ડ તોડી નાખનાર પ્રચંડ હિમવર્ષાને કારણે જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે.
પેસિફિક ચક્રવાતોની હારમાળાએ આ પ્રદેશને ‘સ્નો એપોકેલિપ્સ’ એટલે કે બરફીલી કયામતમાં ફેરવી દીધો છે, જ્યાં રહેણાંક વિસ્તારો પાંચ-પાંચ મીટર ઊંચા બરફના થર નીચે દટાઈ ગયા છે.
ડિસેમ્બર 2025માં સામાન્ય કરતા ત્રણ ગણો બરફ પડ્યા બાદ જાન્યુઆરીમાં સ્થિતિ વધુ વણસી છે. અહીં હિમવર્ષા એટલી ભયાનક છે કે બહુમાળી ઈમારતોના ચોથા માળ સુધી બરફના પહાડો સર્જાયા છે. રસ્તાઓ અદ્રશ્ય થઈ ગયા છે અને વાહનો બરફમાં એવી રીતે દટાયા છે કે તેમને શોધવા મુશ્કેલ બન્યા છે.
સ્થાનિક લોકોએ પોતાના ઘરની બહાર નીકળવા માટે બરફમાં સુરંગો (ટનલ) ખોદવી પડી રહી છે. કમનસીબે, છત પરથી બરફ પડવાને કારણે બે વૃદ્ધોના મોત થતા સમગ્ર વિસ્તારમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
હિમવર્ષાને કારણે પરિવહન સેવાઓ ઠપ્પ થતા જીવનજરૂરી ચીજવસ્તુઓની ભારે અછત સર્જાઈ છે. દૂધ, બ્રેડ અને ઈંડા જેવી જીવનજરૂરી વસ્તુઓ માટે લોકો વલખા મારી રહ્યા છે. શાળાઓ અને વ્યાપારિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે અને લોકોને ઘરમાં જ રહેવાની કડક સૂચના અપાઈ છે.
હવામાનશાસ્ત્રીઓના મતે 146 વર્ષના ઇતિહાસમાં આવી લો-પ્રેશર સિસ્ટમ અગાઉ ક્યારેય જોવા મળી નથી. હાલમાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે, પરંતુ બરફના પહાડો હટાવવામાં હજુ અઠવાડિયાઓનો સમય લાગે તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?