એક યુવા પત્રકાર ઉભો થયો કે શશિ થરુર ચોંકી ગયા..વાંચો કેમ
કોંગ્રેસના સાંસદ શશી થરૂર હાલમાં અમેરિકામાં એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે

કોંગ્રેસના સાંસદ શશી થરૂર હાલમાં અમેરિકામાં એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે

કોંગ્રેસના સાંસદ શશી થરૂર હાલમાં અમેરિકામાં એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે
કોંગ્રેસના સાંસદ શશી થરૂર હાલમાં અમેરિકામાં એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. આ દરમિયાન તેમના પુત્ર અને પ્રખ્યાત પત્રકાર ઇશાન થરૂરે એક કાર્યક્રમમાં પોતાના પિતાને ખૂબ જ ગંભીર અને આકરા પ્રશ્ન પૂછીને બધાનું ધ્યાન ખેંચ્યું. કાર્યક્રમ દરમિયાન ઇશાને પૂછ્યું કે શું કોઈ દેશે પહેલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી અંગે કોઈ પુરાવા માંગ્યા છે? ઇશાને પાકિસ્તાનની સતત ઇનકાર કરવાની રણનીતિ પર પણ પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે પણ આવા હુમલા થાય છે, ત્યારે પડોશી દેશ જવાબદારીથી ખસી જાય છે.
આ પણ વાંચો--- શશિ થરુરના નિવેદનથી કોંગ્રેસમાં ખળભળાટ..પીએમ મોદી તો...
શશી થરૂરે પણ તેમના પુત્રના પ્રશ્નનો પરિપક્વતાથી જવાબ આપ્યો. તેમણે કહ્યું, "જો પાકિસ્તાન વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા ન હોત, તો ભારતનો જવાબ આટલો મજબૂત ન હોત." તેમણે એમ પણ કહ્યું કે અત્યાર સુધી કોઈ પણ દેશે તેમના પ્રતિનિધિમંડળ પાસેથી પુરાવા માંગ્યા નથી.
તમને જણાવી દઇએ કે ઇશાન થરૂર કોંગ્રેસના સાંસદ શશી થરૂરના પુત્ર છે. તેઓ વોશિંગ્ટન ડીસીના વરિષ્ઠ પત્રકાર છે. તેઓ વોશિંગ્ટન પોસ્ટમાં ગ્લોબલ અફેર્સ કોલમિસ્ટ છે. તેમનો જન્મ 1984માં સિંગાપોરમાં થયો હતો, જ્યારે તેમના પિતા શશી થરૂર સંયુક્ત રાષ્ટ્રમાં કામ કરતા હતા. ઈશાનના જોડિયા ભાઈનું નામ કનિષ્ક થરૂર છે. તે એક લેખક અને વાર્તાકાર છે. તેણે યેલ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને જાતિ પર ડિગ્રી મેળવી છે.
આ પણ વાંચો--- ઓપરેશન સિંદૂર : શશિ થરુર, ઔવેસી, સહિતના આ નેતાઓ વિદેશ જઇ પાકની પોલ ખોલશે
જુઓ આ વીડિયો
https://www.instagram.com/reel/DKjEcjEIa3P/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?