US માં ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ, 9 લોકોના મોત...
વરસાદને કારણે નદીઓ ભરાઈ, રસ્તાઓ પાણીમાં ગરકાવ...

US માં મોટી હોનારત...

US માં મોટી હોનારત...
એક તરફ અમેરિકા (US)ના ઘણા વિસ્તારોમાં ભારે ઠંડી પડી રહી છે, તો બીજી તરફ ભારે વરસાદે લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. હવામાનમાં પલટાને કારણે ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. માર્યા ગયેલા લોકોમાંથી આઠ કેન્ટુકીના હતા. પરિસ્થિતિ એવી છે કે ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ ગઈ છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. હવામાનમાં આવેલા બદલાવને કારણે જનજીવન પર ભારે અસર પડી છે.
લોકોને સાવધાની રાખવા અપીલ કરવામાં આવી...
કેન્ટુકીના ગવર્નર એન્ડી બેશિયરે જણાવ્યું હતું કે પૂરમાં ફસાયેલા સેંકડો લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. બેશિયરે જણાવ્યું હતું કે, ઘણા મૃત્યુ કાર પાણીમાં ફસાઈ જવાથી થયા હતા, જેમાં એક માતા અને તેના 7 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું, "તો મિત્રો, હવે રસ્તા પર ન આવો અને સુરક્ષિત રહો." "આ શોધ અને બચાવનો તબક્કો છે.
ઘરોને નુકસાન...
અલાબામા હવામાન સેવાએ જણાવ્યું હતું કે, તેણે હેલ કાઉન્ટીમાં વાવાઝોડાની પુષ્ટિ કરી છે. તોફાનથી કેટલાક મોબાઇલ ઘરો નાશ પામ્યા હતા અથવા નુકસાન થયું હતું. વૃક્ષો પડી ગયા છે અને વીજળીના તારોને અસર થઈ છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, ઉત્તરીય શહેર ટસ્કમ્બિયામાં, છત અને ઇમારતોને ભારે નુકસાન થયું હતું, અધિકારીઓએ લોકોને આ વિસ્તારથી દૂર રહેવા કહ્યું હતું.
કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી...
ટેનેસીના ઓબિયન કાઉન્ટીના કેટલાક ભાગોમાં ડેમ તૂટ્યા બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. નેશનલ વેધર સર્વિસ અનુસાર, ઉત્તર ડાકોટાના મોટાભાગના વિસ્તારોમાં શૂન્યથી 50 ડિગ્રી નીચે (માઇનસ 45.6) ખતરનાક રીતે ઠંડા પવન ફૂંકાય તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?