ભારત હોત તો છાતી ઠોકીને જાહેર કરત, તો પછી લાહોરમાં બ્લાસ્ટ કોણે કરાવ્યા
લાહોરમાં હાફિજ સૈયદના ઘરથી 14 કિમી દુર જ સિરીયલ બ્લાસ્ટ, ડર્યા પાકિસ્તાની

લાહોરમાં હાફિજ સૈયદના ઘરથી 14 કિમી દુર જ સિરીયલ બ્લાસ્ટ, ડર્યા પાકિસ્તાની

લાહોરમાં હાફિજ સૈયદના ઘરથી 14 કિમી દુર જ સિરીયલ બ્લાસ્ટ, ડર્યા પાકિસ્તાની
આજે સવાર સવારમાં જ લાહોરમાં સિરીયલ બ્લાસ્ટ થતાં પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. લોકોમાં ભારે ડર જોવા મળી રહ્યો છે. લશ્કરે તૈયબાના ચીફ હાફિજ સૈયદના જોહર ટાઉન વિસ્તારમાં આવેલા ઘરથી 14 કિમી દુર બ્લાસ્ટ થયો છે. લાહોરમાં અત્યારે મોટા સાયરનો વાગી રહ્યા છે અને વોલ્ટન એરિયામાં 2 ડ્રોન દ્વારા એટેક કરાયો હોવાનું જાણવા મળે છે. જો કે આ ધડાકા કોણે કર્યા તે વિશે હજું સત્તાવાર રીતે કોઇ માહિતી મળી શકી નથી પણ ત્યાની મીડિયામાં જણાવાયું છે કે વોલ્ટન એરીયામાં સવારે 5થી 6 વચ્ચે ચ્રણથી ચાર મોટા ધડાકા થયા હતા અને વિસ્ફોટ એટલા જોરદાર હતા કે લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે અને હાલ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. અંદાજે 30થી 40 મિનીટ સુધી સિરીયલ બ્લાસ્ટ થયા હતા. હાલ સેના રસ્તા પર ઉતરી આવી છે.
જો કે ભારતે આવી કોઇ જ કાર્યવાહી કરી નથી ત્યારે આ બોંમ્બ ધડાકા કોણે કર્યા તે વિશે સવાલ પુછાઇ રહ્યો છે. ભારત જ્યારે પણ આ પ્રકારની કાર્યવાહી કરે છે ત્યારે છાતી ઠોકીને જાહેર પણ કરે છે તો આ ધડાકા કોણે કર્યા તે વિશે ઉત્કંઠા વદી ગઇ છે. 7મેના રોજ ભારતે એરસ્ટ્રાઇક કરીને 9 સ્થળોને ઉડાવ્યા હતા અને ત્યારબાદ પ્રેસકોન્ફરન્સ કરીને જાહેર પણ કર્યું હતું. જેથી પાકિસ્તાનની અંદર જ બેઠેલા તેના કોઇ દુશ્મને ધડાકા કરાવ્યા હોવાનું મનાઇ રહ્યું છે.
જ્યાં એક તરફ પાકિસ્તાની સેના ભારતીય સેનાના હુમલાનો સામનો કરી રહી છે. બીજી બાજુ, BLA તેમને બલુચિસ્તાનમાં મુશ્કેલી આપી રહ્યું છે. બુધવારે, BLA એ પાકિસ્તાની સેનાની એક કારને નિશાન બનાવી હતી જેમાં ઘણા સૈનિકોના મોતની આશંકા છે. પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી રહી છે. જ્યારે પાકિસ્તાન 22 એપ્રિલથી ભયમાં જીવી રહ્યું હતું, ત્યારે 7 મેના રોજ આ ભય તેની સૌથી ભયાનક રાતમાં ફેરવાઈ ગયો. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાન અને પીઓકેમાં અનેક હુમલા કર્યા અને 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. સેનાએ દાવો કર્યો હતો કે આ ઠેકાણાઓથી ભારત પર હુમલાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. ભારતના આ ઓપરેશનમાં, પાકિસ્તાનના લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા છે, જેના પછી ઘણા આતંકવાદી સંગઠનોની કમર તૂટી ગઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?