Pope Francis નું અવસાન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
પોપ ફ્રાન્સિસ (Pope Francis)નું ઇસ્ટર સોમવાર, 21 એપ્રિલ, 2025 ના રોજ 88 વર્ષની વયે વેટિકનના કાસા સાન્તા માર્ટા સ્થિત તેમના નિવાસસ્થાન પર નિધન થયું...

ફેફસાના ચેપ સામે લડત હાર્યા પોપ ફ્રાન્સિસ...

ફેફસાના ચેપ સામે લડત હાર્યા પોપ ફ્રાન્સિસ...
પોપ ફ્રાન્સિસ (Pope Francis)નું નિધન થયું છે, તેમણે 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પોપ ફ્રાન્સિસ (Pope Francis)ને તાજેતરમાં રોમના જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ફેફસાના જટિલ ચેપથી પીડિત હતા, જેના કારણે તેમના કિડનીમાં પણ ખરાબીના શરૂઆતના તબક્કાઓ જોવા મળ્યા હતા. આ પહેલા, 2021 માં તેઓ રોમના આ જ જેમેલી હોસ્પિટલમાં 10 દિવસ સુધી દાખલ રહ્યા હતા.
સાન્તા માર્ટા નિવાસસ્થાન પર નિધન...
જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "પોપ ફ્રાન્સિસ (Pope Francis)નું ઇસ્ટર સોમવાર, 21 એપ્રિલ, 2025 ના રોજ 88 વર્ષની વયે વેટિકનના કાસા સાન્તા માર્ટા સ્થિત તેમના નિવાસસ્થાન પર નિધન થયું હતું."
9 દિવસનો રાજકીય શોક જાહેર...
વેટિકન સિટી – ઇસ્ટર સોમવાર, 21 એપ્રિલ 2025 ના રોજ પોપ ફ્રાન્સિસે 88 વર્ષની વયે પોતાના નિવાસસ્થાન Casa Santa Marta માં અંતિમ શ્વાસ લીધા બાદ સમગ્ર વિશ્વમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વેટિકન સિટીએ પોપના અવસાનની પુષ્ટિ કરતાં તાત્કાલિક 9 દિવસના શોકની જાહેરાત કરી છે, જેને "નવોમ ડિયેસ" કહેવામાં આવે છે – એક પ્રાચીન ક્રિસ્ટિયન પરંપરા, જેમાં પોપના અવસાન બાદ સતત નવ દિવસ સુધી શોકપ્રદ વિધી-વિધાનો આયોજન થાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?