PM મોદીની 2026ની મોરીસ્યસની પ્રથમ વિદેશ યાત્રા
મલેશિયામાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત; ભારત-મલેશિયાના સંબંધોમાં આવશે નવી મજબૂતી

એરપોર્ટ પર ભાવુક સ્વાગત

એરપોર્ટ પર ભાવુક સ્વાગત
ભારતની વધતી જતી વૈશ્વિક શક્તિ અને 'એક્ટ ઈસ્ટ' પોલિસીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2026ની પોતાની પ્રથમ વિદેશ યાત્રા માટે મલેશિયાની પસંદગી કરી છે. કુઆલાલંપુર ખાતે વડાપ્રધાનનું જે પ્રકારે ઉમળકાભેર સ્વાગત થયું, તેણે બંને દેશો વચ્ચેના ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધોની નવી દિશા નક્કી કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના સત્તાવાર પ્રવાસે મલેશિયાની રાજધાની કુઆલાલંપુર પહોંચ્યા છે. વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ પ્રોટોકોલ તોડીને પોતે એરપોર્ટ પર હાજર રહ્યા હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ક્ષણનો ફોટો શેર કરતા લખ્યું કે, "હું કુઆલાલંપુર પહોંચી ગયો છું. એરપોર્ટ પર મારા મિત્ર વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ દ્વારા કરાયેલા હાર્દિક સ્વાગત બદલ હું તેમનો ખૂબ આભારી છું."
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પીએમ મોદી આસિયાન (ASEAN) સમિટમાં મલેશિયા જઈ શક્યા નહોતા, પરંતુ તેમણે અનવર ઇબ્રાહિમને વચન આપ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં મુલાકાત લેશે. વર્ષ 2026ની આ પ્રથમ યાત્રા સાથે પીએમ મોદીએ પોતાનું એ વચન પૂર્ણ કર્યું છે.
ભારતીય સમુદાયને સંબોધન: સ્વાદ, સંગીત અને સંસ્કૃતિનો સંગમમલેશિયામાં વસતા ભારતીય મૂળના લોકોએ વડાપ્રધાનનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું હતું. આ તકે પીએમ મોદીએ ભાવુક સંબોધન કરતા જણાવ્યું હતું કે, "તમે લોકોએ રોટી ચણાઈને મલબાર પરોઠા સાથે જોડી દીધી છે." તેમણે ભારત અને મલેશિયાના સાંસ્કૃતિક જોડાણ પર ભાર મૂકતા કહ્યું કે:
સમાન સ્વાદ: કુઆલાલંપુર હોય કે કોચી, બંને જગ્યાએ મસાલા, ચા અને નારિયેળનો સ્વાદ સમાન છે, જે આપણા લોહીના સંબંધોને જોડે છે.
ભાષાકીય સામ્યતા: પીએમએ નોંધ્યું કે મલય ભાષા અને ભારતીય ભાષાઓમાં અનેક શબ્દો સમાન છે, જે દર્શાવે છે કે આપણે એકબીજાને કેટલા ઊંડાણથી સમજીએ છીએ.
કળા અને સંગીત: વડાપ્રધાને મલેશિયામાં ભારતીય ફિલ્મોની લોકપ્રિયતા વિશે વાત કરી. તેમણે વડાપ્રધાન અનવર ઇબ્રાહિમના ગાયન કૌશલ્યની પ્રશંસા કરતા કહ્યું કે, ઇબ્રાહિમને મહાન નેતા એમ.જી. રામચંદ્રન (MGR) ના તમિલ ગીતો ખૂબ પસંદ છે અને તેમનો જૂના હિન્દી ગીતનો વીડિયો ભારતમાં વાયરલ થયો હતો.
વ્યાપારી સંબંધો પર વાત કરતા મોદીએ કહ્યું કે, અગાઉ દુનિયા ભારતને માત્ર એક મોટા બજાર તરીકે જોતી હતી, પરંતુ હવે ભારત વિશ્વનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર બની ગયું છે. યુકે, યુએઈ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન જેવા દેશો ભારત સાથે વેપાર કરવા આતુર છે. તેમણે 2001ના ગુજરાત ભૂકંપ સમયે મલેશિયાના ભારતીય સમુદાયે આપેલી મદદને યાદ કરીને આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે આઝાદ હિંદ ફોજમાં મલેશિયાના ભારતીયોના બલિદાનને પણ નમન કર્યા હતા.
ઝાકિર નાઈકનો મુદ્દો અને આર્થિક સહયોગઆ પ્રવાસ માત્ર સાંસ્કૃતિક જ નહીં, પણ રણનીતિક રીતે પણ મહત્વનો છે. વિદેશ મંત્રાલયના સચિવ પી. કુમરને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, 10 વર્ષથી મલેશિયામાં આશરો લઈ રહેલા વિવાદાસ્પદ ધર્મપ્રચારક અને ભાગેડુ ઝાકિર નાઈક ના પ્રત્યાર્પણ અંગે ભારત ફરીથી ભારપૂર્વક રજૂઆત કરશે.
વધુમાં, 8 ફેબ્રુઆરીના રોજ કુઆલાલંપુરમાં ભારત-મલેશિયા CEO ફોરમની 10મી બેઠક યોજાશે. પીએમ મોદી મલેશિયાના ટોચના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી ભારતની વિકાસયાત્રામાં ભાગીદાર બનવા માટે પ્રોત્સાહિત કરશે.
વડાપ્રધાન મોદીની આ યાત્રા દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારતના પ્રભાવને વધારનારી સાબિત થશે. વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ સાથેની તેમની અંગત મિત્રતા બંને દેશો વચ્ચેના વ્યાપારિક અને રક્ષણાત્મક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે તેવી અપેક્ષા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?