ટ્રમ્પના આગ્રહ પર PM મોદીએ કર્યો ફોન, ઓપરેશન સિંદૂર અને આતંકવાદ મુદ્દે 35 મિનિટ કરી ચર્ચા
ટ્રમ્પના આગ્રહ પર PM મોદીએ ફોન પર વાતચીત કરી. જેમાં ઓપરેશન સિંદૂર અને આતંકવાદ મુદ્દે 35 મિનિટ ચર્ચા થઈ.

ટ્રમ્પ-મોદી

ટ્રમ્પ-મોદી
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી. આ વાતચીત લગભગ 35 મિનિટ સુધી ચાલી. વાતચીત ટ્રમ્પના આગ્રહ પર થઈ હતી. આ સંવાદ દરમિયાન ઓપરેશન સિંદૂર અને આતંકવાદ મુદ્દે વિશિષ્ટ ચર્ચા કરવામાં આવી હતી.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ માહિતી આપી કે, PM મોદીએ ટ્રમ્પને ઓપરેશન સિંદૂર વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને સ્પષ્ટતા કરી હતી કે, આ મામલે કોઈપણ વેપાર સંબંધિત ચર્ચા થઈ નથી.
મોદીએ કહ્યું કે, ભારતે પાકિસ્તાનના અનુરોધ પર યુદ્ધવિરામનો અમલ કર્યો છે પરંતુ ક્યારેય કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી અને ભવિષ્યમાં પણ નહીં સ્વીકારે.
આ સાથે PM મોદીએ કહ્યું કેસ હવે ભારત આતંકવાદને ‘પ્રોક્સી યુદ્ધ’ તરીકે નહીં પણ સીધા યુદ્ધના કૃત્ય તરીકે જોશે. આ સંવાદ પૂર્વનિયોજિત રીતે G7 સમિટ દરમિયાન થવાનો હતો, પરંતુ 17 મેના રોજ ટ્રમ્પને તાત્કાલિક અમેરિકા પરત જવું પડતાં આ મુલાકાત થઈ શકી નહિ. બાદમાં ટ્રમ્પની વિનંતી પર આ ફોન પર વાતચીત થઈ.
ગત 22 એપ્રિલના પેહલગામ આતંકવાદી હુમલા પછી ટ્રમ્પે PM મોદીને ફોન કરીને સંવેદના વ્યક્ત કરી હતી. ત્યારબાદ 18 જૂનની આ પ્રથમ વાતચીત હતી, જેમાં બંને નેતાઓએ ઓપરેશન સિંદૂરની વિગતો અને આતંકવાદ સામે સહયોગ અંગે ચર્ચા કરી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?