મેક્સિકોમાં ફેક્ટરી પર વિમાન ક્રેશ- 10ના મોત
પ્રાઇવેટ જેટનો ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ નિષ્ફળ, ફેક્ટરી પર ક્રેશ થયા બાદ આગથી હાહાકાર

ફેક્ટરી પર વિમાન ક્રેશ

ફેક્ટરી પર વિમાન ક્રેશ
મેક્સિકોમાં સોમવારના રોજ એક નાનું પ્રાઇવેટ વિમાન ઈમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે એક ઔદ્યોગિક વિસ્તારમાં તૂટી પડ્યું હતું, જેના કારણે તેમાં સવાર ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા છે. આ ભયાનક દુર્ઘટનાના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના પગલે આસપાસના વિસ્તારમાંથી મોટા પાયે લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
અહેવાલ મુજબ, આ દુર્ઘટના સાન મેટેઓ એટેન્કોમાં બની હતી, જે મેક્સિકો સિટીથી લગભગ 50 કિલોમીટર પશ્ચિમમાં અને ટોલુકા એરપોર્ટથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલું છે. આ પ્રાઇવેટ જેટ મેક્સિકોના પેસિફિક કિનારે આવેલા રિસોર્ટ શહેર એકાપુલ્કોથી રવાના થયું હતું.
મેક્સિકો સ્ટેટ સિવિલ પ્રોટેક્શનના કો-ઓર્ડિનેટર એડ્રિયન હર્નાન્ડેઝે માહિતી આપી હતી કે વિમાનમાં 8 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સહિત કુલ 10 લોકો સવાર હતા. જોકે, ક્રેશના ઘણા કલાકો પછી પણ કાટમાળમાંથી માત્ર 7 મૃતદેહો જ મળી શક્યા હતા, જેના કારણે મૃત્યુઆંક અંગે સંપૂર્ણ વિગતો મેળવવાની કામગીરી ચાલુ છે.
પાયલટે નજીકના એક સોકર મેદાન પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પ્લેન મેદાન સુધી પહોંચવાને બદલે એક ધંધાકીય બિલ્ડિંગની મેટલ છત સાથે અથડાયું હતું, જેના કારણે મોટો ધડાકો થયો અને ભીષણ આગ ફાટી નીકળી હતી.
સાન મેટેઓ એટેન્કોના મેયર અના મુનિઝે જણાવ્યું કે આગની તીવ્રતા એટલી વધારે હતી કે ઇમરજન્સી ટીમોએ આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામ કરવું પડ્યું હતું અને આસપાસની ઇમારતોમાંથી આશરે 130 લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરવું પડ્યું હતું. બચાવકર્તાઓ અને તપાસકર્તાઓ હજી પણ કાટમાળમાં તપાસ કરી રહ્યા છે, જેથી વિમાનને લેન્ડિંગ પહેલાં જ શા માટે જીવલેણ રીતે નીચે ઉતરવું પડ્યું, તેનું કારણ જાણી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?