દક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશ, 85 લોકોનાં મોત
લેન્ડિંગ ગિયરમાં સમસ્યા આવતા રનવે પર દૂર સુધી લપસ્યું, એરપોર્ટની દિવાલ સાથે અથડાયું અને જોરદાર વિસ્ફોટ થયો

દક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશ, 85 લોકોનાં મોત

દક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશ, 85 લોકોનાં મોત
દક્ષિણ કોરિયાના બેંગકોકથી આવી રહેલી જેજુ એરની ફ્લાઈટ મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન રનવે પરથી સરકી ગઈ અને વાડ સાથે અથડાઈ. વિમાનમાં સવાર 181 લોકોમાંથી 85 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ જાણકારી યોનહાપ ન્યૂઝ એજન્સીએ આપી છે.
એજન્સીના જણાવ્યા અનુસાર, 'બોર્ડમાં 175 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા, પ્લેન મુઆન એરપોર્ટ પર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 85 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.સાઉથ-વેસ્ટ કોસ્ટલ એરપોર્ટ પર ભારતીય સમય મુજબ સવારે 5:37 વાગ્યે (સ્થાનિક સમય મુજબ 9:07 વાગ્યે) પ્લેન ક્રેશ થયું હતું, જે દક્ષિણ કોરિયાના સાઉથ જેઓલામાં છે.
મુઆન એરપોર્ટના ફાયર ઓફિસરે ન્યૂઝ એજન્સી રોયટર્સ સાથે વાત કરતા જણાવ્યું કે પ્લેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવી છે. વિમાનમાંથી અત્યાર સુધીમાં 2 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટના સ્થળ પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મોટાભાગના લોકો પ્લેનના પાછળના ભાગમાં હતા, તેમને ત્યાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. પ્લેનમાં મોટાભાગના મુસાફરો દક્ષિણ કોરિયાના હતા. આ સિવાય થાઈલેન્ડના 2 નાગરિકો પણ હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?