બ્રાઝીલમાં પ્લેન ક્રેશ, 10ના મોત
દક્ષિણ બ્રાઝિલના ગ્રામાડોમાં એક કોમર્શિયલ વિસ્તારમાં એક નાનું પ્લેન ક્રેશ થયું

બ્રાઝીલમાં પ્લેન ક્રેશ, 10ના મોત

બ્રાઝીલમાં પ્લેન ક્રેશ, 10ના મોત
બ્રાઝિલના ગ્રામાડો શહેરમાં વિમાન દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે.દક્ષિણ બ્રાઝિલના ગ્રામાડોમાં શહેરના એક કોમર્શિયલ વિસ્તારમાં એક નાનું પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. અકસ્માતને પગલે સ્થળ પર આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ, પ્લેન સૌથી પહેલા એક બિલ્ડિંગની ચીમની સાથે અથડાયું હતું. આ પછી તે બીજા માળે પટકાયું અને પછી ફર્નિચરની દુકાન પર પડ્યું. એવું માનવામાં આવે છે કે દુર્ઘટના દરમિયાન કેટલાક લોકો પ્લેન ક્રેશની અસરમાં આવ્યા હતા, જેના કારણે તેઓ ઘાયલ થયા હતા.
રાજ્ય સિવિલ પોલીસના આંતરિક પોલીસ વિભાગના ડિરેક્ટર ક્લેબર ડોસ સાન્તોસ લિમાએ એએફપીને જણાવ્યું હતું કે, "સિવિલ ડિફેન્સે નવ મૃત્યુની પુષ્ટિ કરી છે, પ્લેનમાં કોઈ બચ્યું નથી."
અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે પાઇપર શેયેન 400 ટર્બોપ્રોપ એરક્રાફ્ટ હતું. અધિકારીઓએ એ પુષ્ટિ કરી નથી કે વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા અને કેટલા ક્રૂ મેમ્બર હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 15 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગનાને ક્રેશને કારણે લાગેલી આગના ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી.
વિમાને અન્ય પ્રવાસી શહેર કેનેલાથી ઉડાન ભરી હતી. ગ્રામાડો બ્રાઝિલનું એક લોકપ્રિય પ્રવાસી શહેર છે, જ્યાં નાતાલના અવસર પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તાજેતરમાં પૂરના કારણે ગ્રામાડોને પણ ઘણું નુકસાન થયું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?