હવે માતા-પિતાને કેનેડા લઈ જવું સહેલું નહીં!
કેનેડાએ PGP સ્પોન્સરશિપ કરી બંધ ,હવે 'સુપર વિઝા' એકમાત્ર વિકલ્પ

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
Parents no longer get PR in Canada: કેનેડામાં વસતા લાખો ભારતીય પરિવારો માટે એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેનેડાની ફેડરલ સરકારે Parents and Grandparents Program (PGP) હેઠળ નવી સ્પોન્સરશિપ અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા આગામી સૂચના સુધી સ્થગિત કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.એટલે કે, હાલ માટે કેનેડામાં રહેતા નાગરિકો અથવા પરમેનન્ટ રેસિડેન્ટ્સ પોતાના માતા-પિતા અથવા દાદા-દાદીને PR માટે સ્પોન્સર કરવા નવી અરજી કરી શકશે નહીં. જોકે પહેલેથી દાખલ થયેલી અરજીઓની પ્રક્રિયા ચાલુ રહેશે.ભારતીય સમુદાય માટે આ નિર્ણય ખાસ મહત્વનો છે, કારણ કે દર વર્ષે હજારો ભારતીય પરિવારો PGP દ્વારા પોતાના માતા-પિતાને કેનેડામાં કાયમી રીતે વસાવવા પ્રયત્ન કરતા હોય છે. નવી અરજીઓ પર રોક લાગતા અનેક પરિવારોની યોજના અનિશ્ચિત બની ગઈ છે.
નવી અરજીઓ કેમ બંધ કરવામાં આવી?
કેનેડાના આ ફેમિલી રીયુનિફિકેશન પ્રોગ્રામમાં હંમેશા ઉપલબ્ધ બેઠકો કરતાં અરજીઓની સંખ્યા ઘણી વધારે રહેતી હોય છે. વર્ષ 2020માં જ્યારે છેલ્લીવાર નવા ફોર્મ મંગાવાયા હતા, ત્યારે સરકારને રેકોર્ડબ્રેક 2,03,213 અરજીઓ મળી હતી. ત્યારથી અત્યાર સુધી દર વર્ષે તે જૂની અરજીઓમાંથી જ રેન્ડમલી (લોટરી સિસ્ટમ દ્વારા) ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી હતી. હાલમાં પણ આ પ્રોગ્રામ હેઠળ 50,900 જેટલી અરજીઓ પ્રોસેસિંગ માટે પેન્ડિંગ છે. આ પેન્ડિંગ કામગીરી ઝડપથી ઉકેલવા અને દેશમાં ચાલી રહેલી હાઉસિંગ કટોકટી તેમજ જાહેર સુવિધાઓ પરનું દબાણ ઘટાડવા સરકારે નવી એન્ટ્રીઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
શું છે PGP?
PGP કેનેડાની ફેમિલી રીયુનિફિકેશન પોલિસીનો મહત્વપૂર્ણ ભાગ છે.આ યોજના હેઠળ કેનેડાના નાગરિકો અને PR ધારકો પોતાના માતા-પિતા અથવા દાદા-દાદીને કાયમી નિવાસ માટે સ્પોન્સર કરી શકે છે.સફળ અરજી બાદ પરિવારના સભ્યોને કેનેડામાં રહેવા, કામ કરવા અને આરોગ્ય સહિતની વિવિધ સુવિધાઓનો લાભ મળે છે.
શા માટે બંધ કરાયો PGP પ્રોગ્રામ?
‘પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ’ એ કેનેડાનો એક ફેમિલી રિયુનિફિકેશન પ્રોગ્રામ છે, જેના દ્વારા કેનેડિયન નાગરિકો અને પીઆર ધારકો પોતાના માતા-પિતા અને દાદા-દાદીને કાયમી ધોરણે ત્યાં બોલાવી શકતા હતા. જોકે, આ પ્રોગ્રામમાં ઉપલબ્ધ બેઠકો કરતાં અરજીઓની સંખ્યા હંમેશાં ઘણી વધારે રહેતી હતી, જેના કારણે સરકારે તેને લોટરી સિસ્ટમ દ્વારા ચલાવવો પડતો હતો.વર્ષ 2020 માં જ્યારે છેલ્લી વાર નવા લોકો પાસેથી ફોર્મ મંગાવવામાં આવ્યા હતા, ત્યારે સરકારને આશરે 2,03,213 અરજીઓ મળી હતી. ત્યારબાદ દર વર્ષે તે જ લિસ્ટમાંથી રેન્ડમ રીતે પસંદગી કરીને લોકોને ફોર્મ ભરવાની તક આપવામાં આવતી હતી.
50 હજારથી વધુ અરજીઓ હજુ પણ પેન્ડિંગ
IRCC ના જણાવ્યા અનુસાર, આ પ્રોગ્રામ હેઠળ હાલમાં આશરે 50,900 જેટલી અરજીઓ પ્રોસેસિંગ માટે પેન્ડિંગ છે. આમાંથી 40,400 અરજીઓ ક્યુબેક પ્રાંતની બહાર રહેતા લોકોની છે, જ્યારે 10,500 અરજીઓ ક્યુબેકમાં રહેવાની યોજના ધરાવતા અરજદારોની છે. સરકારનું કહેવું છે કે હાલ તેમનું સંપૂર્ણ ધ્યાન આ જૂની અરજીઓનો નિકાલ કરવા પર રહેશે.
‘સુપર વિઝા’ હજુ ઉપલબ્ધ
સરકારે સ્પષ્ટ કર્યું છે કે Super Visa પર કોઈ અસર નથી. Super Visa દ્વારા માતા-પિતા અને દાદા-દાદી કેનેડામાં લાંબા સમય સુધી મુલાકાત લઈ શકે છે. આ વિઝા કાયમી નિવાસ આપતો નથી, પરંતુ એક સમયે લાંબા ગાળાના નિવાસ અને બહુવિધ પ્રવેશની મંજૂરી આપે છે. તાજેતરમાં તેની આવક અને આરોગ્ય વીમા સંબંધિત કેટલીક શરતોમાં પણ રાહત આપવામાં આવી છે.ઇમિગ્રેશન નિષ્ણાતોનું માનવું છે કે સરકાર બેકલોગ ઘટાડ્યા બાદ ભવિષ્યમાં PGP ફરી શરૂ કરી શકે છે. જોકે હાલ સુધી કોઈ સત્તાવાર સમયરેખા જાહેર કરવામાં આવી નથી. તેથી કેનેડામાં રહેતા ભારતીયોએ IRCCની આગામી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે.
સરકારે આ નિર્ણય કેમ લીધો?
કેનેડાના ઇમિગ્રેશન વિભાગ (IRCC) અનુસાર PGP માટે અરજીઓની સંખ્યા ઉપલબ્ધ જગ્યાઓ કરતાં ઘણી વધારે છે. પરિણામે લાંબા સમયથી અરજીઓનો મોટો બેકલોગ ઉભો થયો છે. આ બેકલોગ ઘટાડવા, પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવા અને પ્રોસેસિંગ સમય ઘટાડવા માટે નવી અરજીઓ સ્વીકારવાનું હાલ માટે બંધ કરવામાં આવ્યું છે. સરકારનું કહેવું છે કે પહેલેથી પ્રાપ્ત થયેલી અરજીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.જે લોકોએ અગાઉથી PGP હેઠળ અરજી કરી છે અથવા જેમને અરજી માટે આમંત્રણ મળી ચૂક્યું છે, તેમની અરજીઓ પર કાર્યવાહી ચાલુ રહેશે. કેનેડા સરકારે 2026 દરમિયાન PGP હેઠળ આશરે 15,000 લોકોને PR મંજૂર કરવાનો લક્ષ્યાંક જાહેર કર્યો છે.
ભારતીય પરિવારો પર શું અસર પડશે?
ભારત કેનેડામાં સૌથી મોટાં ઇમિગ્રન્ટ સમુદાયોમાંનું એક છે. ઘણા ભારતીય પરિવારો પોતાના માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં પોતાની સાથે રાખવા માટે PGP પર નિર્ભર રહેતા હતા.હજારો પરિવારોની PR યોજના અટકી જશે.પરિવાર સાથે કાયમી રહેવાનું સ્વપ્ન હાલ માટે મુલતવી રહેશે.વડીલોને લાંબા ગાળાના પ્રવાસી વિકલ્પો પર નિર્ભર રહેવું પડશે.ઘણા અરજદારોને નવી જાહેરાતની રાહ જોવી પડશે.પરિણામે તેઓએ Super Visa અથવા ભવિષ્યમાં સરકાર દ્વારા જાહેર થનારી નવી નીતિની રાહ જોવી પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?